બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Car accident in Canada: Tragic death of two brothers and a friend

દર્દનાક / કેનેડામાં કાર એક્સિડેન્ટ: બે ભાઈઓ અને એક મિત્રનું કરૂણ મૃત્યુ, પોલીસને ઓવરસ્પીડિંગની આશંકા

Priyakant

Last Updated: 10:11 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car accident in Canada Latest News: અકસ્માતના દિવસે મૃતકોમાંથી એક વ્યક્તિનો જન્મદિવસ મનાવવા માટે બહાર ગયા અને પાર્ટીમાંથી પરત ફરતી વખતે કારને અકસ્માત થતાં ત્રણેયના મોત

  • કેનેડાથી ત્રણ ભારતીય નાગરિકોના મોતના સમાચાર 
  • કાર અકસ્માતમાં બે સગા ભાઈ અને એક મિત્ર મળી 3ના મોત 
  • મૃતકોમાંથી એક વ્યક્તિનો જન્મદિવસ મનાવવા માટે બહાર ગયા અને મળ્યું મોત 

Car accident in Canada : કેનેડાથી ત્રણ ભારતીય નાગરિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં ગુરુવારે (8 ફેબ્રુઆરી) સવારે લગભગ 1:30 વાગ્યે એક દુ:ખદ અકસ્માતમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા. 

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં ગુરુવારે રાત્રે સર્જાયેલ અકસ્માતમાં 3 ભારતીયોના મોત થયા છે. મૃતકોના નામ 23 વર્ષીય હૃતિક છાબરા અને 22 વર્ષીય રોહન છાબરા છાબરા તેમજ 24 વર્ષીય ગૌરવ ફાસગે હોવાનું કહેવાય છે. મૃતકો બે સગા ભાઈઓ અને એક તેમનોક મિત્ર હોવાનું કહેવાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેની માહિતી પોલીસે આપી હતી.

તમને જણાવી દઈએ કે, હૃતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણે, મહારાષ્ટ્રનો હતો. ત્રણેય એક બ્યુટી સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતના દિવસે મૃતકોમાંથી એક વ્યક્તિનો જન્મદિવસ મનાવવા માટે બહાર ગયો હતો, પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેની કારને અકસ્માત નડ્યો હતો, જે બાદ ત્રણેયના મોત થયા હતા.

વધુ વાંચો: પાકિસ્તાનમાં કોઈ પાર્ટી નહીં, અપક્ષ સાંસદોની સંખ્યા સૌથી વધુ: જેલમાં બેઠા બેઠા આ નેતાએ કર્યો ખેલ

પોલીસના જણાવ્યા અનુસાર કારમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. પોલ સાથે અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા હતા. ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમની હાલત નાજુક હતી, પરંતુ પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા ન હતા અને ત્રણેયના મોત થયા હતા. આ તરફ હવે કાર ઓવર સ્પીડમાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ