બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / NRI News / વિશ્વ / Canada Government put cap on study permit for international students this year

કેનેડામાં કઠણાઈ / કેનેડામાં હવે ઘટી જશે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા, પરમિટ આપવાની સંખ્યા પર મુકાયું નિયંત્રણ

Bhavin Rawal

Last Updated: 06:45 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બાજુ કેનેડામાં રહેઠાણ અને જોબની અછત સર્જાઈ રહી છે. બીજી બાજુ કેનેડા સરકાર પણ વિદેશથી આવતા નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે નવા નવા નિયમો લાગુ કરી રહી છે.

ભારત  અને કેનેડાના રાજકીય સંબંધો કથળ્યા બાદ કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે રોજબરોજ નવા સમાચાર આવી રહ્યા છે. એક બાજુ કેનેડામાં રહેઠાણ અને જોબની અછત સર્જાઈ રહી છે. બીજી બાજુ કેનેડા સરકાર પણ વિદેશથી આવતા નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે નવા નવા નિયમો લાગુ કરી રહી છે. કેનેડાની ટ્રુડો સરકારે 2024 દરમિયાન વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2,92,000 સુધી લિમિટેડ કરી નાખી છે. એટલે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કેનેડા 2024માં માત્ર 2,92,000 વિદ્યાર્થીઓને જ વિઝા અને એડમિશન આપશે.

ગ્લોબ એન્ડ મોલના લેટેસ્ટ રિપોર્ટ મુજબ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ અંગે માહિતી આપી છે. જે મુજબ 2024માં વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સ્ટડી પરમિટની સંખ્યા 2,92,000 નક્કી કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેનેડામાં વધી જતા Immigration Refugges and Citizenship Canada  દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે ઓવરઓલ સ્ટડી પરમિટ પર કેપ મૂકવામાં આવી છે.

વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 2 વર્ષમાં 35 ટકાનો ઘટાડો કરવાના ટાર્ગેટ સાથે શરૂઆતમાં સ્ટડી પરમિટની કેપ 3,60,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઈમિગ્રેશન મિનિસ્ટર પાસે વિઝા અપ્રૂવલને નિયંત્રિત કરવાની સત્તા નથી, આ કામ માત્ર IRCC જ કરી શકે છે. સ્ટેન્ડિંગ કમિટી ઓન સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશનની મીટિંગ દરમિયાન કેનેડના મંત્રિ મિલરે કહ્યું હતું કે,'હું માત્ર વિઝા માટે આવતી અરજીને નિયંત્રિત કરી શકું છું, ખરેખર કેટલી સંખ્યામાં વિઝા મળશે, તે નક્કી કરવાની મને સત્તા નથી.' 

જો કે ધ્યાન આપવાની વાત એ છે કે વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરવાની કેપમાં  પ્રાઈમરી, સેકન્ડરી સ્કૂલ, માસ્ટર્સ અને ડોક્ટરેટ લેવલના યુનિવર્સિટી પ્રોગ્રામ્સને લાગુ થતી નથી. જેને પગલે 2024માં 3,60,000 સ્ટડી પરમિટ આપવામાં આવી છે, જે 60 ટકા અપ્રૂવલ રેટ છે. 

આ નવી કેપનો અમલ કરવાની જવાબદારી સ્થાનિક સરકારોને સોંપવામાં આવી છે કારણ કે વિદેશી વિદ્યાર્થીઓએ તેમના પાસેથી પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર મેળવવાના હોય છે.  દરેક પ્રોવિન્સમાં રહેલા ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુટ્સ વિદ્યાર્થીઓને PALs આપવા માટે જવાબદાર છે. જે વિદ્યાર્થીઓને તેમના પ્રોવિન્સમાં રહીને ભણવાની પરવાનગી આપે છે.

વધુ વાંચો: UK જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર, આ ક્ષેત્રે કામ કરતા લોકો પરિવારને નહીં લઈ જઈ શકે

આ નવી સિસ્ટમ અંતર્ગત ભણવાની પરમિટ લેવા માટે વિદ્યાર્થીએ હવે લેટર ઓફ એક્સેપટન્સ અને પ્રોવિન્શિઅલ અટેસ્ટેશન લેટર બને મેળવવાના રહેશે. પહેલા માત્ર લેટર ઓફ એક્સેપ્ટન્સથી કામ ચાલી જતું હતું. હવે આમાં કયા પ્રોવિન્સમાં કેટલા વિદ્યાર્થીઓને પરમિશન આપવાની છે, તે તેમના વિસ્તારમાં કેટલી વસ્તી છે, તેના પર આધાર રાખે છે.  હાલ બ્રિટિશ કોલોમ્બિયા અને આલ્બર્ટા આ બે જ પ્રોવિન્સ છે, જેમણે PALs આપવા માટે પોતાની સિસ્ટમ જાહેર કરી છે. વિદ્યાર્થીઓ PALsને DLI દ્વારા મેળવી શક્શે, આ માટે તેમણે સ્થાનિક તંત્રને અરજી કરવાની રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ