બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / By following these tips you will be able to repay the loan easily

ટીપ્સ / હોમ લોનના હપ્તાથી કંટાળી ગયા છો? અજમાવો આ 5 તરકીબ, દેવાની સાથે ટેન્શન પણ થઈ જશે દૂર

Kishor

Last Updated: 11:32 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોનનું ટેન્શન ખતમ કરવા માટે અમુક ટીપ્સને ફોલો કરવામાં આવે તો જલ્દી લોન ભરપાઈ થઈ શકે છે.

  • લોન લાગી રહી છે બોજ!આ ઉપાય અપનાવો
  • આ ટિપ્સને ફોલો કરવાથી તમે લોન આસાનીથી ભરપાઈ કરી શકશો
  • નાહકનો ખર્ચ કરવાને બદલે લોન પાછળ રૂપિયા રોકવા જોઈએ

લોકોના ઘરના ઘરનું સપનું પૂરું કરવા માટે લોન મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે લોન મારફતે તમે આસાનીથી પોતાનું ઘર ખરીદી શકો છો. પરંતુ ઘણી વખત વ્યક્તિને હોમ લોન બોજ લાગતી હોય છે. ત્યારે આ લોનનું ટેન્શન ખતમ કરવા માટે તે મથામણ કરતો હોય છે. આથી હોમ લોન માટે આપણે અમુક ટીપ્સ વિશે વાત કરશું. હોમ લોન એ ઘર માટે તો લાભ આપે જ છે પરંતુ ટેક્સમાં પણ તે મદદરૂપ થાય છે જોકે છતા પણ લોક જલ્દી ભરી દેવી જોઈએ. તેવું લોકો કહેતા હોય છે.

Tag | VTV Gujarati

લોનની રકમ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવી
હોમ લોન જલ્દી ચુકવણી કરવાની એક સહેલી રીત એ છે કે તમે હોમ લોનને બેલેન્સ ટ્રાન્સફર કરાવી શકો છો  લોન ટ્રાન્સફરનો સીધો અર્થએ છે કે તમે બાકીની લોનની રકમ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરી શકો છો. જેમાં લોન પર ઓછું વ્યાજ વસૂલવામાં આવે! વ્યાજ ઘટતાની સાથે જ તમારો ઇએમઆઇ પણ ઘટી જશે અને જલ્દી પૈસા ચૂકવણી થઈ શકે છે.

Topic | VTV Gujarati

તો જ અન્ય લોન લેવી
બેંકના હપ્તા સમયસર ન ભરાતા બેંક દંડનો ડામ પણ આપે છે. ત્યારે લોનની રકમ માથાના દુખાવા સમાન બની જાય છે. આથી લોન ઝડપથી ચુકવાય તે માટે ઓટોડેબિટ વિકલ્પ પસંદ કરવો જોઈએ. જેનાથી હપ્તો ચૂકી જવાના ચાન્સ ઘટી જાય છે.


વધુમાં જ્યાં સુધી તમારી હોમ લોન ચાલુ છે ત્યાં સુધી કોઈ ઇમર્જન્સી સિવાયની લોન લેવામાં પડવું જોઈએ નહીં! ક્રેડિટ કાર્ડ કે અન્ય એપ્સની પર્સનલ લોન જ્યારે નાણાકીય સ્થિતિ બગડી હોય ત્યારે જ લેવી જોઈએ.

આ ઉપરાંત બિનજરૂરી વસ્તુઓ પાછળ કરવામાં આવતા ખર્ચને અટકાવી દઈ ખર્ચને બદલે જે રકમ વધે છે તેને હોમ લોનમાં ટ્રાન્સફર કરવાથી પણ જલ્દી લોનમાંથી છુટકારો મેળવી શકાય છે. વધારાના પૈસાનો બચતનો ઉપયોગ કરવો જોઈએ. લોનની રકમ ઓછી હશે તો તમારું ઓછું વ્યાજ આવશે આથી લોનમાં રૂપિયા નાખવા જોઈએ. ઉપરાંત તમે એક સાથે મોટી રકમ આપીને વ્યાજ તથા મૂળ રકમ ટૂંકાવી શકો છો મોટાભાગના લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ