બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Business trip will be beneficial, new work will be beneficial, people of this zodiac will be fruitful, see today's horoscope

04 ફેબ્રુઆરી / ખોટા વિચારથી નુકસાન, પ્રવાસ ટાળજો, આ રાશિના જાતકોનો રવિવાર રહેશે કપરા કાળ જેવો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:10 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
04 02 2024 રવિવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ નોમ
નક્ષત્ર વિશાખા સવારે 7:19 પછી અનુરાધા
યોગ વૃદ્ધિ બપોરે 12:10 પછી ધ્રુવ
કરણ ગર
રાશિ વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે

વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતાં જાવક વધવાની સંભાવના અને શેરબજારથી લાભ થશે તેમજ ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે, ઘરેલું કામકાજમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને કામકાજમાં ધ્યાન વધારે આપો તેમજ નવા કામથી લાભ થશે અને ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને આત્મિયજનોના સુખમાં વધારો થશે અને કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, નાના પ્રવાસના યોગ બને છે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને નાના રોકાણો માટે સમય સારો છે તેમજ સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે અને સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને ધંધામાં લાભ વધારે જણાશે અને મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું તેમજ જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો

તુલા (ર.ત.)
કાર્યશક્તિમાં વધારો થશે અને ભાગીદારીવાળા કામમાં લાભ થશે તેમજ કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર આવશે

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે અને સામાજિક જવાબદારી વધશે, સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે અને સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે તેમજ નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.)
આ રાશિના જાતકોને આવકના પ્રમાણમાં જાવક વધશે તેમજ કામકાજમાં મન પ્રસન્ન રહેશે અને ભાગીદારો સાથે મતભેદ થશે તેમજ તબિયત બાબતે સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરવું તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી અને બહારની ભાગાદોડીથી દૂર રહો

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોનેન દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય તેમજ પ્રિયજનનો વિયોગ થાય અને માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે

વાંચવા જેવું: ભૂલથી પણ આ દિશામાં માથું રાખીને ન સૂતા, નહીં તો ઘરમાં થઇ જશે દરિદ્રતાનો વાસ!

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ