બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Buses are running during restricted time in Ahmedabad, police are watching the spectacle of violation of rules

VTV Reality Check / VTV રિયાલિટી ચેક: અમદાવાદમાં યુવતીનો ભોગ લીધા પછી પણ પ્રતિબંધિત સમયમાં દોડી રહી છે બસો, નિયમોના ધજાગરાનો તમાશો જોઈ રહી છે પોલીસ

Priyakant

Last Updated: 12:14 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Reality Check Latest News: ખાનગી ટ્રાવેલ્સને રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી ખાનગી બસોને છૂટછાટ અપાઈ હતી પણ અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં દિવસે પણ બેફામ ચાલી રહી છે ખાનગી બસ

  • અમદાવાદ શહેરમાં દિવસે પણ બેફામ ચાલી રહી છે ખાનગી બસ 
  • VTV NEWS દ્વારા શહરેના વિવિધ વિસ્તારોમાં રીયાલિટી ચેક કરાયુ
  • પાલડી, ઇસ્કોન જેવા વિસ્તારોમાં બસ દ્વારા નિયમોનો ભંગ
  • અમદાવાદ શહેરમાં ખાનગી ટ્રાવેલ્સનાં જાહેરનામાને કાયમી કરાયું હતું

VTV Reality Check : અમદાવાદમાં શિવરંજની અકસ્માત બાદ પણ ખાનગી બસો બેફામ દોડી રહી છે. VTV રિયાલિટી ચેકમાં અમદાવાદ શહેરમાં પ્રવેશબંધીના કલાકોમાં પણ ખાનગી ટ્રાવેલ્સ બસ બેફામ દોડી રહી હોવાનું સામે આવ્યું છે. VTV NEWSના રિયાલિટી ચેકમાં નિયમોના છડેચોક ભંગ થઇ રહ્યો હોવાનો ખુલાસો થયો છે. શહેરના પાલડી, ઇસ્કોના જેવા વિસ્તારોમાં મોટાપાયે નિયમોનો ભંગ થઈ રહ્યો છે. 

પ્રતિબંધ છતાં નિયમોનો ભંગ 
અમદાવાદમાં શહેરમાં સવારે 7થી રાત્રે 11 વાગ્યા પહેલા શહેરમાં ખાનગી બસોનો પ્રવેશ પર પ્રતિબંધ છે. જોકે  VTV NEWSના રિયાલિટી ચેક પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો ભંગ છતાં ટ્રાફિક પોલીસના આંખ આડા કાન કરી રહી હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, રવિવારે ખાનગી બસના ડ્રાઇવરે એક યુવતીને અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત થયું હતું. જોએક શહેરમાં વારંવાર ઘટતી લોહિયાળ અકસ્માતની ઘટનાઓ સામે તંત્રની ચુપકી અનેક સવાલ ઊભા કરી રહી છે. 

પરવાનગી વિના પ્રવેશતા ભારે વાહનોને ટ્રાફિક પોલીસ દંડશે
અમદાવાદ શહેરમાં સવારે 7થી 11 કલાક સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જોકે શિવરંજની ચાર રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં એક યુવતીના મોત બાદ હવે ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં ભારે વાહનોની સૌથી વધુ પરવાનગી પૂર્વ વિસ્તારમાં છે. આ સાથે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને GIDC હોવાથી પૂર્વ વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર હોવાથી હવે પરવાનગી વિના પ્રવેશતા ભારે વાહનોને ટ્રાફિક પોલીસ દંડશે. ભારે વાહનોના કેસમાં IPC કલમ 188 અને GP એક્ટ 131 મુજબ કાર્યવાહી કરાશે. 

સળગતા સવાલ 

  • ક્યારે જાગશે અમદાવાદ ટ્રાફિક પોલીસ? 
  • લોહિયાળ બની રહેલા અમદાવાદના રસ્તાઓ પર ક્યારે અટકશે અકસ્માત? 
  • કમિશનરના જાહેરનામાનો ભંગ કરી ખુલ્લેઆમ દોડતી ખાનગી બસ શું ટ્રાફિક પોલીસને નથી દેખાતી? 
  • અકસ્માતના બે દિવસ બાદ પણ શહેરમાં પ્રવેશબંધીના નિયમો પ્રત્યે કેમ રખાય છે બેદરકારી? 
  • નિયમોની ઐસીતૈસી કરતી ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓ સામે કેમ કાર્યવાહી નહીં? 
  • દરરોજ હજારો શહેરીજનોને દંડતી ટ્રાફિક પોલીસ ખાનગી બસ સામે ક્યારે કરશે કાર્યવાહી? 
  • ભારે વાહનો દ્વારા સર્જાતા અકસ્માત માટે શું ટ્રાફિક પોલીસ નથી જવાબદાર? 
  • શા માટે માનવ જિંદગીનો ભોગ લેવાય તે બાદ જ જાગે છે તંત્ર?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ