બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / budhaditya yoga positive effects on 4 Rashi

Budhaditya yoga / નોકરીમાં પ્રમોશન, આવકમાં નફો..., આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ખીલી ઉઠશે, કારણ 'બુધાદિત્ય યોગ', જાણો ક્યારથી

Bijal Vyas

Last Updated: 08:23 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષીય ગણતરીના આધારે બુધાદિત્ય યોગ 17મી જુલાઈથી 25મી જુલાઈ સુધી રહેશે. 4 રાશિના લોકોને બુધાદિત્ય યોગથી ધન પ્રાપ્ત થશે. આવકમાં વધારો નોકરીમાં પ્રમોશનનો યોગ બની શકે છે.

  • 17 જુલાઈના રોજ સવારે 05.19 કલાકે સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે
  • બુધાદિત્ય યોગ 2023થી આ 4 રાશિઓને થશે લાભ
  • બુધાદિત્ય યોગ તમારા માટે શુભ અને ફળદાયી બની શકે છે

Budhaditya yoga: જુલાઈ માસમાં બુધાદિત્ય યોગનું નિર્માણ 17 જુલાઇ સોમવારના રોજ થઇ રહ્યું છે.આ દિવસે સોમવતી અમાસ છે તથા 17 જુલાઈના રોજ સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં બુધ પહેલાથી જ હાજર છે જેના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. બુધ ગ્રહ 8 જુલાઈના રોજ સવારે 12:10 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ્યો હતો, જે 25 જુલાઈની સવાર સુધી કર્ક રાશિમાં રહેશે. બીજી તરફ 17 જુલાઈના રોજ સવારે 05.19 કલાકે સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે. 17મી ઓગસ્ટે બપોર સુધી સૂર્ય દેવ કર્ક રાશિમાં રહેશે.

જ્યોતિષીય ગણતરીના આધારે બુધાદિત્ય યોગ 17મી જુલાઈથી 25મી જુલાઈ સુધી રહેશે. 4 રાશિના લોકોને બુધાદિત્ય યોગથી ધન પ્રાપ્ત થશે. આવકમાં વધારો નોકરીમાં પ્રમોશનનો યોગ બની શકે છે. બુધની કૃપાથી વેપારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ કે, કઈ 4 રાશિઓને બુધાદિત્ય યોગથી લાભ થશે.

નોકરી કરતાં હોવ તો આ જરૂર વાંચજો: શુક્રના ગોચરના કારણે આ 5 રાશિના જાતકો પર  થશે અસર, જુઓ લાભ થશે કે નુકસાન / Venus transit 2023: Venus transit is very  auspicious for

બુધાદિત્ય યોગ 2023થી આ 4 રાશિઓને થશે લાભ
1. મેષ રાશિઃ

બુધાદિત્ય યોગના કારણે સરકારી અને ખાનગી નોકરી કરતા લોકોને લાભ મળશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. કરિયર માટે સમય સારો છે. યોગ્ય સમયે લીધેલા યોગ્ય નિર્ણયો તમને પ્રગતિ તરફ લઈ જશે.આ સમયે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બુધની શુભ અસરથી તર્ક શક્તિ વધશે, વેપારમાં લાભની તકો મળી શકે છે.

2. મિથુન રાશિઃ
17 થી 25 જુલાઇની વચ્ચેનો સમય તમારા માટે સારો રહેશે. બુધાદિત્ય યોગ તમારા માટે શુભ અને ફળદાયી બની શકે છે. તમારા પગારમાં વધારો શક્ય છે. આવકમાં વધારો થવાથી તમે પહેલા કરતા વધુ સારી બચત કરી શકશો. આકસ્મિક ધનલાભ, મકાન અને વાહનનું સુખ બની રહ્યું છે. તમારું ભાગ્ય મજબૂત રહેશે, જેના કારણે સફળતા મેળવવી સરળ રહેશે. વેપારી વર્ગના લોકોને લાભ મળી શકે છે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને તમને મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે.

કુંભ રાશિમાં ગોચર કરી શુક્ર ખોલશે ભાગ્યના દ્વાર, આ રાશિના જાતકોને કરશે  પ્રભાવિત, આવશે સારા પરિણામ | shukra gochar 2023 venus transit in aquarius  these zodiac signs will be ...

3. કર્ક રાશિઃ
બુધાદિત્ય યોગ તમારા માટે શુભ અને ફળદાયી બની શકે છે. તેની અસરથી તમારા યશ અને કીર્તિમાં વધારો થશે. તમારું કામ બોલશે. જેઓ તમારી ટીકા કરતા હતા તેઓ જ તમારી પ્રશંસા કરશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે સારો સમય છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. વિવાહ યોગ્ય લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. લવ લાઈફ માટે પણ સમય સારો રહેશે. આ સમય દરમિયાન વાણીની અસર વધુ રહી શકે છે.

4. તુલા રાશિઃ 
આ રાશિના જાતકોને બુધ અને સૂર્યના સંયોગથી લાભ થઈ શકે છે. પ્રોપર્ટીના મામલામાં તમને સફળતા મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વધારો થઈ શકે છે. આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. નેટવર્ક વિસ્તારવા માટે સમય સારો છે, જે વધુ લાભ આપશે. નોકરી કરતા લોકોની જવાબદારી વધી શકે છે. બોસ સાથે સારો તાલમેલ રહેશે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. જો તમે કોઈ નવું કામ કરવા ઈચ્છો છો તો સમય અનુકૂળ છે.

DISCLAIMER: હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ થી શરૂ થયુ છે, ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ