બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Budget / Budget 2024 What is Lakhpati Didi Yojana under which 3 crore women will be made Lakhpati Didi

Budget 2024 / બજેટ 2024: શું છે લખપતિ દીદી યોજના? જે હેઠળ ત્રણ કરોડ મહિલાઓ બનશે લખપતિ

Pravin Joshi

Last Updated: 03:26 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ 2024-25માં નાણામંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને મોટા પાયે સશક્ત બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

  • બજેટ 2024-25માં નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક જાહેરાત કરી
  • નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી 
  • મહિલાઓને મોટા પાયે સશક્ત બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો 

દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે લખપતિ દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે લખપતિ દીદી યોજના હેઠળ વર્ષ 2023માં એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બનશે. વર્ષ 2024માં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. અગાઉ આ લક્ષ્યાંક પ્રતિ વર્ષ 2 કરોડ હતો પરંતુ હવે તે વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે.

2023માં કુલ 9 કરોડ મહિલાઓને સશક્ત કરવામાં આવશે

નાણામંત્રીએ કહ્યું કે વર્ષ 2023માં કુલ 9 કરોડ મહિલાઓને સશક્ત કરવામાં આવશે. ભાજપની મોદી સરકાર મહિલાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપી રહી છે. લખપતિ દીદી યોજના આનો એક ભાગ છે. લખપતિ યોજનાએ મહિલાઓના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે. મહિલાઓ આત્મનિર્ભર બની છે. પોતાનો વ્યવસાય ચલાવીને તે આર્થિક રીતે મજબૂત બની છે. મોદી સરકારે આંગણવાડીના કાર્યક્રમોને પણ પ્રોત્સાહન આપ્યું.

શું છે લખપતિ દીદી યોજના?

લખપતિ દીદી યોજના મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં આની જાહેરાત કરી હતી. આ યોજના સ્વ-સહાય જૂથો માટે શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બેંક વાલી દીદી, આંગણવાડી દીદી, દવા વાલી દીદી આવશે. લખપતિ દીદી યોજના એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ હેઠળ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી દીદીઓને તાલીમ આપવામાં આવશે અને પૈસા કમાવવા માટે સક્ષમ બનાવવામાં આવશે, જેનાથી તેઓ આર્થિક રીતે મજબૂત બનશે. યોજના હેઠળ મહિલાઓને એલઇડી બલ્બ, પ્લમ્બિંગ, ડ્રોન રિપેરિંગ જેવી ટેકનિકલ તાલીમ આપવામાં આવશે.

વધુ વાંચો : બજેટ 2024: નિર્મલા સીતારમણ કે જેના નામે છે લાંબી સ્પીચનો રેકોર્ડ, તેઓએ 60 મિનિટમાં તો બજેટનું 'ફીંડલું' વાળી દીધું

યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?

લખપતિ દીદી યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ અરજી કરવાની રહેશે. અરજી કરનાર મહિલાઓ માટે સંબંધિત રાજ્યના કાયમી નિવાસી બનવાનું ફરજિયાત રહેશે. સ્વ-સહાય જૂથો સાથે જોડાણ જરૂરી છે. અરજી કરવા માટે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, બેંક ખાતું, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ