બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Budget / Budget 2024 Nirmala Sitharaman's budget speech time reduced again this time taking the same amount of time

Budget 2024 / બજેટ 2024: નિર્મલા સીતારમણ કે જેના નામે છે લાંબી સ્પીચનો રેકોર્ડ, તેઓએ 60 મિનિટમાં તો બજેટનું 'ફીંડલું' વાળી દીધું

Pravin Joshi

Last Updated: 12:48 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌથી વધુ સમય સુધી બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે છે. તેમણે વર્ષ 2020માં 2.42 કલાકનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું.

  • નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2024 રજૂ કર્યું
  • નાણામંત્રીએ સામાન્ય લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરી 
  • નિર્મલા સીતારમણના નામે સૌથી લાબું બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ
  • વર્ષ 2020માં લોકસભામાં 2.42 કલાકનું બજેટ ભાષણ આપ્યું હતું
  • નાણામંત્રીએ બજેટ 2024માં તેમનું ભાષણ 60 મિનિટમાં પૂરું કર્યું હતું

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ (બજેટ 2024) રજૂ કર્યું. નાણામંત્રીએ આ બજેટમાં સામાન્ય લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં ખાસ જાહેરાતથી લોકોનું ધ્યાન તેમના બજેટ ભાષણના સમય પર હતું, કારણ કે નિર્મલા સીતારમણ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ ધરાવે છે.

નાણામંત્રીએ બજેટ 2024માં તેમનું ભાષણ 60 મિનિટમાં પૂરું કર્યું 

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું. તેમણે લોકસભામાં 2.42 કલાકનું બજેટ ભાષણ આપ્યું હતું. જો કે, ત્યારથી તેમના બજેટ ભાષણનો સમય ઘટતો રહ્યો અને આજે પણ આ રેકોર્ડ તૂટ્યો નથી. નિર્મલા સીતારમણે મોદી સરકારના વચગાળાના બજેટ 2024માં તેમનું ભાષણ 60 મિનિટમાં પૂરું કર્યું હતું.

2020માં 2 કલાક 42 મિનિટનું સૌથી લાંબુ બજેટ ભાષણ 

ગયા વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના આ કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ સામાન્ય બજેટ ભાષણનો સમય 1 કલાક 25 મિનિટનો હતો. નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં તેમને 1 કલાક 31 મિનિટનો સમય લાગ્યો હતો. આ સિવાય વર્ષ 2019માં તેમણે 2 કલાક 17 મિનિટમાં પોતાનું બજેટ સ્પીચ પૂર્ણ કર્યું હતું. નિર્મલા સીતારમણે વર્ષ 2020માં 2 કલાક 42 મિનિટનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચ્યું હતું, જેણે ભૂતપૂર્વ નાણામંત્રી જસવંત સિંહનો 2003નો રેકોર્ડ તોડ્યો હતો.

જસવંત સિંહે પણ એક રેકોર્ડ બનાવ્યો હતો

નિર્મલા સીતારમણ પહેલા જસવંત સિંહે સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 2003માં તત્કાલિન નાણામંત્રી જસવંત સિંહે 2 કલાક 13 મિનિટનું ભાષણ વાંચ્યું હતું. જસવંત સિંહે સામાન્ય બજેટ રજૂ કરતી વખતે આ રેકોર્ડ બનાવ્યો હતો, જેને 2020માં નિર્મલા સીતારમણે તોડ્યો હતો.

વધુ વાંચો : બજેટ 2024માં મિડલ ક્લાસ માટે સ્પેશ્યલ જાહેરાત: ઘર માટે કર્યું મોટું એલાન, 300 યુનિટ વીજળીનો ફાયદો

કોણે સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું?

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. અત્યાર સુધીમાં, તેમણે નાણામંત્રી તરીકે ભારતનું બજેટ 10 વખત રજૂ કર્યું છે, જે સૌથી વધુ વખત છે. જેમાં આઠ સંપૂર્ણ સામાન્ય બજેટ અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. મોરારજી દેસાઈ પછી સૌથી વધુ બજેટ પી. ચિદમ્બરમના નામે છે, જેઓ યુપીએ સરકારમાં નવ વખત નાણામંત્રી હતા. આ સિવાય પ્રણવ મુખર્જી અને યશવંત સિંહાએ 8-8 વખત બજેટ રજૂ કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ છ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ