બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Budget 2024: The finance minister of the country, who could not present the budget

બજેટ 2024 / Budget 2024: દેશના એવાં નાણાકીય મંત્રી, જેઓ બજેટ ન હોતા રજૂ કરી શક્યાં..., આ હતું જવાબદાર કારણ

Megha

Last Updated: 08:32 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણામંત્રીઓ રહ્યા છે જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નહતા. ચાલો એ મંત્રીઓ વિશે જાણીએ..

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના આ વર્ષનું છેલ્લું બજેટ રજૂ કરશે.
  • ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે.
  • દેશના એ નાણામંત્રીઓ જેઓ કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કરી શક્યા નહતા. 

ભારતનું બજેટ 2024 હવે 2 દિવસમાં રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024માં આ વર્ષનું છેલ્લું બજેટ રજૂ કરશે. તમામ લોકો આ બજેટથી ઘણી આશાઓ રાખીને બેઠાં છે કારણકે ચૂંટણીનો સમય પણ નજીક આવી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે. ચૂંટણી વર્ષનું બજેટ હોવાથી તમામની નજર તેના પર છે. દર વખતની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. 

Budget 2024: Nirmala sitharaman can give relief to government employees in FY2024

એવામાં જો આપણે બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણામંત્રીઓ રહ્યા છે જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નહતા. ચાલો એ મંત્રીઓ વિશે જાણીએ.. 

કેસી નિયોગી બજેટ વાંચી શક્યા ન હતા 
દેશના પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગી આ પદ પર હતા પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં, તેઓ વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે દેશના નાણાપ્રધાન હતા. તેમણે આરકે સન્મુખમ શેટ્ટીના સ્થાને આ જવાબદારી સંભાળી હતી, પરંતુ પદ સંભાળ્યાના 35 દિવસ પછી જ તેમણે રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.

budget 2021 section 80c income tax deduction limit increase change investment

હેમવતી નંદન બહુગુણાને ન હતી મળી બજેટ રજૂ કરવાની તક 
હેમવતી નંદન બહુગુણાનું નામ પણ એવા નાણા મંત્રીઓમાં સામેલ છે જેઓ નાણામંત્રી બન્યા પરંતુ કેન્દ્રીય બજેટ રજૂ ન કર્યું. આ વખતે પણ નાનો કાર્યકાળ કારણભૂત રહ્યો હતો. બહુગુણા 1979માં તત્કાલીન ઈન્દિરા સરકારમાં સાડા પાંચ મહિના માટે નાણામંત્રી બન્યા હતા. આ સમયગાળા દરમિયાન કોઈ બજેટ ન હતું. તેમણે બજેટ રજૂ કર્યા વિના જ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. નોંધનીય છે કે હેમવતી નંદન બહુગુણા બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા.

વધુ વાંચો: ઘરના બજેટથી સમજો સરકારનું બજેટ, આ વખતનું અલગ, લોકસભામાં જ કેમ? ઈન્ટરેસ્ટીંગ કારણ

નાણામંત્રી બનવા છતાં સામાન્ય બજેટ રજૂ ન કરી શક્યા 
આ યાદીમાં નારાયણ દત્ત તિવારીનું નામ પણ સામેલ છે. નાણામંત્રી બનવા છતાં સામાન્ય બજેટ રજૂ ન કરી શકનારાઓની યાદીમાં નારાયણ દત્ત તિવારીનું નામ પણ છે. એનડી તિવારી તેમના સમયના દિગ્ગજ નેતા હતા. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા અને તેઓ ઉત્તરાખંડના ત્રીજા મુખ્યમંત્રી હતા. તિવારી આંધ્ર પ્રદેશના રાજ્યપાલ પણ હતા. નારાયણ દત્ત તિવારી 1987-88માં નાણામંત્રી બન્યા હતા. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે તત્કાલિન વડાપ્રધાને નારાયણ દત્ત તિવારીની જગ્યાએ બજેટ રજૂ કર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ