બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / buddhist guru dalai lama chinese spy in gaya bihar police released sketch

બિહાર / વધુ એક વાર ડ્રેગનની પોલ પકડાઈ, દલાઈ લામાની જાસૂસી કરતી ચીની મહિલા ઝડપાઈ

Vaidehi

Last Updated: 08:45 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૌદ્ધ ધર્મ ગુરૂ દલાઇ લામાની જાસૂસી માટે ગયામાં ચીની જાસૂસનાં હોવાની વાત સામે આવી છે. પોલીસે શંકાસ્પદ ચીની મહિલા જાસૂસનો સ્કેચ બહાર પાડ્યો છે અને છેલ્લે તેને પકડી લીધેલ છે.

  • ગયાંમાં દલાઇ લામાની જાસૂસ હોવાની વાત સામે
  • પોલીસે શંકાસ્પદ જાસૂસનો સ્કેચ કર્યો જાહેર
  • સ્થાનિકોની મદદથી શંકાસ્પદ મહિલા જાસૂસની ધરપકડ

બૌદ્ધ ધર્મ ગુરૂ દલાઇ લામા ગયાનાં બોધિગયામાં પ્રવાસ કરી રહ્યાં છે. આજે અહીં કાલચક્ર મેદાનમાં તેમની ટીચિંગ પણ શરૂ થઇ ગઇ. આ કાર્યક્રમમાં 40 દેશોનાં 50 હજારથી વધુ બૌદ્ધ શ્રદ્ધાળુઓનાં આવવાની વાત કહેવાઇ રહી છે. આ વચ્ચે ગયામાં એક ચીની જાસૂસ હોવાની વાત પણ સામે આવી છે. પોલીસે તે મહેલા જાસૂસનો સ્કેચ જાહેર કર્યો અને તેની તપાસ કરવાની શરૂ કરી છે. હવે જાણકારી મળી છે કે તે જાસૂસ પકડાઇ ગઇ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

શંકાસ્પદ મહિલાનું સ્કેચ જાહેર
આ શંકાસ્પદ ચીની મહિલાનું નામ સાંગ જિયાલોન છે. તેનો વીઝા નંબર 901BAA2J અને પીપી નંબર EH2722976 છે. સ્કેચમાં દેખાડવામાં આવ્યું છે કે મહિલાએ ભિક્ષુનું રૂપ ધારણ કર્યું છે. તેનાી માથાં પર નાનાં-નાનાં વાળ છે અને દુબળી-પતળી કાયા છે.

ફોરેન સેક્ટરમાં મહિલાનો કોઇ રેકોર્ડ નથી

બિહારનાં પોલીસ મહાનિરીક્ષક એમ આર નાયકે કહ્યું કે બોધિગયા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બોધીગયાંમાં કોરોના સંક્રમણનાં કારણે માસ્ક અનિવાર્ય છે. તેવામાં જો ચીની મહિલા માસ્ક લગાવેલ ફરતી નજરે પડે તો તેને સરળતાથી ઓળખવું કઠીન કાર્ય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચીની મહિલા છેલ્લા 2 વર્ષોથી દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં રહી છે. જો કે ફોરેન સેક્ટરમાં તેનો કોઇ રેકોર્ડ નથી.

પોલીસે સ્થાનિકોની મદદ લીધી
પોલીસે શંકાસ્પદ ચીની મહિલાની તપાસમાં સ્થાનિકોની મદદ લીધી હતી. આ કામમાં ગુપ્ત વિભાગ પણ સક્રિય છે. માહિતી અનુસાર ગયામાં ચીની જાસૂસનાં હોવાની માહિતી કેટલાક દિવસો પહેલા પોલીસ મુખ્યાલયે ગયા પોલીસને આપી હતી. હવે જ્યારે મહિલાનું સ્કેચ જાહેર કર્યું ત્યારે આ વાત બધાની સામે આવી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા જાસૂસ દલાઇ લામાથી જોડાયેલા કાર્યક્રમ અને બોધિગયાની બાબતોની જાણકારી લેવા માટે ત્યાં પહોંચી હતી.

વિદેશ મંત્રાલયે ટિપ્પણી પર કર્યો ઇનકાર
ચીની જાસૂસનાં ગયાંમાં હોવાની વાત સામે આવી ત્યારબાદ પોલીસે બોધિગયાનાં ગેસ્ટ હાઉસ, લોજ, હોટલ અને મઠોમાં તેની તપાસ શરૂ કરી. આ તમામની વચ્ચે વિદેશ મંત્રાલયે આ ઘટનાને સુરક્ષા સાથે સંકળાયેલો મુદો કહ્યો અને તેના પર ટિપ્પણી કરવા પર ઇનકાર કર્યો છે. આ બાબત પર પૂછતાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ સુરક્ષા સાથે સંકળાયેલો મુદો છે તેના વિશે મને વધુ જાણકારી નથી. મને નથી લાગતું કે સુરક્ષા સંબંધી વાતચીત કરવાનો આ યોગ્ય મંચ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ