બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / BSE's market cap at historic highs: Indian stock market now the world's fifth most valuable market

વધુ એક સિદ્ધિ / BSEનું માર્કેટ કેપ ઐતિહાસિક સપાટીએ: હવે ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમા નંબરનું મૂલ્યવાન માર્કેટ

Megha

Last Updated: 08:40 AM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 333.13 લાખ કરોડ (લગભગ 4 ટ્રિલિયન ડોલર)ને વટાવી ગયું છે. ભારતના શેરબજારના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે.

  • 29 નવેમ્બરે ભારતીય શેરબજારમાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો
  • BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું
  • આ આંકડો દેશના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતાં વધુ છે

મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં ઘણી તેજી જોવા મળી રહી છે. ચોતરફ ખરીદીના કારણે 29 નવેમ્બરે બજારમાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. વાસ્તવમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 333.13 લાખ કરોડ (લગભગ 4 ટ્રિલિયન ડોલર)ને વટાવી ગયું છે. ભારતના શેરબજારના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે. સાથે જ આ દેશના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતાં વધુ છે.

Topic | VTV Gujarati

કંપનીઓનું બજાર મૂલ્ય શું છે? 
સેન્સેક્સમાં તીવ્ર ઉછાળા પછી, તેના પર લીસ્ટેડ તમામ કંપનીઓનું કુલ મૂલ્ય રૂ. 3,33,26,881.49 કરોડ સુધી પહોંચી ગયું છે. 83.31 ના એક્સચેન્જ રેટ મુજબ, તે 4 ટ્રિલિયન ડોલરથી વધુ છે.
આ વર્ષે BSE સેન્સેક્સમાં 5,540.52 પોઈન્ટ (9.10 ટકા)નો વધારો જોવા મળ્યો છે અને આ સમયગાળા દરમિયાન લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં રૂ. 50.81 લાખ કરોડનો વધારો થયો છે.
આ વર્ષે 15 સપ્ટેમ્બરે સેન્સેક્સ 67,927ના સર્વોચ્ચ સ્તરે હતો.

Tag | VTV Gujarati

આ રીતે 4 ટ્રિલિયન ડોલરનો આંકડો સ્પર્શ્યો  
શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય 10 જુલાઈ 2017ના રોજ $2 ટ્રિલિયનના સ્તરે પહોંચી ગયું હતું. આ પછી, 16 ડિસેમ્બર, 2020 ના રોજ, તે $ 2.5 ટ્રિલિયનના આંકડાને સ્પર્શ્યું અને 24 મે, 2021 ના ​​રોજ, તે $ 3 ટ્રિલિયનના આંકડાને સ્પર્શ્યું. આજે તે 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયો છે. BSE સેન્સેક્સ પહેલા અમેરિકા , ચીન, જાપાન અને હોંગકોંગના માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે.

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 333 લાખ કરોડને વટાવી ગયું છે, જ્યારે FY23માં દેશની કુલ GDP રૂ. 273.07 લાખ કરોડ હતી. બજેટમાં FY24 માટે જીડીપી રૂ. 301.75 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ