બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / British Government reacts on India decision of sending back 41 Canadian Diplomats after the conflict

પ્રતિક્રિયા / 'ભારત સરકારના આ નિર્ણયથી અમે અસહમત', કેનેડાના 41 રાજદ્વારીઓને નીકાળી દેવાતા બ્રિટન સરકાર નારાજ

Vaidehi

Last Updated: 07:28 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા બાદ બ્રિટન સરકારે પણ મોદી સરકારનાં એ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે જેના કારણે કેનેડાનાં 41 રાજદૂતોએ ભારત છોડવું પડ્યું.

  • અમેરિકા બાદ બ્રિટન પર ભારત સરકારથી નારાજ
  • કેનેડિયન રાજદૂતોને પાછા મોકલવાનાં નિર્ણયથી નારાજ
  • કહ્યું વિયના કન્વેંશનનું પાલન કરવું જરૂરી
  • ભારતીય વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

મોદી સરકાર દ્વારા 41 કેનેડિયન રાજદૂતોને પાછા મોકલવાનાં નિર્ણય પર અમેરિકા બાદ બ્રિટને પણ નારાજગી વ્યક્ત કરી છે. બ્રિટન સરકારે નિવેદન જાહેર કરતાં કહ્યું કે,' ભારતનાં આ પગલાંથી રાજકીય સંબંધો માટે બનાવવામાં આવેલા વિયના કન્વેંશનનાં કામકાજ પર અસર પડી છે. અમે આશા રાખીએ છીએ કે તમામ દેશ રાજકીય સંબધો માટે 1961માં બનાવવામાં આવેલા વિયના કન્વેંશન અંતર્ગત પોતાના દાયિત્વોનું પાલન કરશે.'

અમેરિકા પણ થયું હતું નારાજ
આ પહેલા અમેરિકન વિદેશ વિભાગનાં પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું હતું કે,' કેનેડિયન રાજદૂતોને ભારતમાંથી પાછા જવાની ઘટનાથી અમે ચિંતિત છીએ. કોઈપણ મતભેદોનો સામનો કરવા માટે રાજદૂતોની આવશ્યકતા હોય છે. અમે આશા રાખીએ છીએ કે ભારત રાજકીય સંબંધો માટે 1961માં બનાવવામાં આવેલા વિયના કન્વેંશન અંતર્ગત પોતાની ફરજોનું પાલન કરશે.'

કેનેડાએ વિયના કન્વેંશનનાં ભંગનો આરોપ મૂક્યો હતો
બ્રિટનની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે કેનેડાની વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે કહ્યું હતું કે ભારતની ધમકી બાગ રાજદૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ભારતથી તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી છે. ભારતમાં રહેતાં આપણાં 41 રાજદૂતો અને તેમનો પરિવાર ભારત છોડી ચૂક્યાં છે. મેલાની જૉલીએ એવો પણ આરોપ મૂક્યો કે ભારતે વિયના કન્વેંશનનો ભંગ કર્યો છે.

વિયના કન્વેંશનનો ભંગ નથી થયો- ભારત
ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરબિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું હતું કે,' કેનેડાનાં એ આરોપોને અમે નકારીએ છીએ કે કેનેડાઈ ડિપ્લોમેટની સંખ્યાની બરાબરી માટે અમે કોઈપણ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે રાજદૂતોની સંખ્યાની સમકક્ષતા માટે વિયના કન્વેંશનનાં અનુચ્છેદ 11.1માં લખવામાં આવ્યું છે કે રાજકીય મિશનનાં આકાર (ડિપ્લોમેન્ટની સંખ્યા0ને લઈને જો કોઈ વિશેષ એગ્રીમેન્ટ નથી તો રિસીવિંગ દેશ કોઈ દેશનાં રાજદૂતોની સંખ્યા તે લિમિટ સુધી લાવી શકે છે જેટલી તેમને જરૂર હોય.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ