બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Britain's government-run National Health Service (NHS) will be the first agency in the world to offer cancer treatment injections to hundreds of patients in England.

ગજબ / ના હોય! હવે માત્ર 7 મિનિટમાં જ થઇ જશે કેન્સરનો ઇલાજ, આવું કરનાર પ્રથમ દેશમાં જાણો કોનું નામ છે સામેલ

Pravin Joshi

Last Updated: 02:46 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં પ્રથમ વખત કેન્સરની સારવાર સાત મિનિટમાં ઉપલબ્ધ થશે, આ દેશમાં સારવારનો સમય ત્રણ-ચતુર્થાંશ ઓછો થશે. ઈંગ્લેન્ડ ટૂંક સમયમાં કેન્સરના દર્દીઓ માટે સાત મિનિટની સારવાર શરૂ કરવા જઈ રહ્યું છે.

  • વિશ્વમાં પ્રથમ વખત કેન્સરની સારવાર સાત મિનિટમાં ઉપલબ્ધ થશે
  • ઈંગ્લેન્ડ શરૂ થશે કેન્સરના દર્દીઓ માટે સાત મિનિટની સારવાર 
  • ઈંગ્લેન્ડમાં સેંકડો દર્દીઓને કેન્સરની સારવારના ઈન્જેક્શન ઓફર કરશે

વિશ્વમાં પ્રથમ વખત કેન્સરની સારવાર સાત મિનિટમાં ઉપલબ્ધ થશે, આ દેશમાં સારવારનો સમય ત્રણ-ચતુર્થાંશ ઓછો થશે. ઈંગ્લેન્ડ ટૂંક સમયમાં કેન્સરના દર્દીઓ માટે સાત મિનિટની સારવાર શરૂ કરવા જઈ રહ્યું છે. હા, તમે તે સાચું વાંચ્યું છે. બ્રિટનની સરકાર સંચાલિત નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ વિશ્વની પ્રથમ એજન્સી હશે જે ઈંગ્લેન્ડમાં સેંકડો દર્દીઓને કેન્સરની સારવારના ઈન્જેક્શન ઓફર કરશે. આનાથી સારવાર માટે લાગતો સમય ત્રણ-ચતુર્થાંશ જેટલો ઘટાડી શકાય છે.

ના હોય! દર બે મિનિટે આ કેન્સરથી થાય છે એક મહિલાનું મોત, સામે આવ્યો  ચોંકાવનારો સ્ટડી/ Cancer Study cervical cancer symptoms is the leading  cancer in women

ઓછા સમયમાં સારવાર મળશે

તેને બ્રિટિશ મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી બાદ NHS ઈંગ્લેન્ડે મંગળવારે જણાવ્યું હતું કે ઇમ્યુનોથેરાપી, એટેઝોલિઝુમાબ સાથે સારવાર કરી રહેલા સેંકડો દર્દીઓને ત્વચાની નીચે ઈન્જેક્શન આપવામાં આવશે. આનાથી વધુ સારા પરિણામો મળશે અને કેન્સરની સારવારમાં સમય ઘટશે.

cancer | VTV Gujarati

દર્દીની સંભાળમાં મદદ કરો

વેસ્ટ સફોક NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના કન્સલ્ટન્ટ અને ઓન્કોલોજિસ્ટે જણાવ્યું હતું કે, આ મંજૂરી માત્ર અમારા દર્દીઓની સંભાળ રાખવામાં જ મદદ કરશે નહીં, પરંતુ અમારી ટીમોને દિવસભર વધુ દર્દીઓની સારવાર કરવામાં પણ સક્ષમ બનાવશે.

cancer | VTV Gujarati

આ રીતે સારવાર થાય છે

ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસે અહેવાલ આપ્યો છે કે એટેઝોલિઝુમાબ જેને ટેસેન્ટ્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેસેન્ટ્રિક એક મોનોક્લોનલ એન્ટિબોડી છે જે કેન્સરના દર્દીઓમાં રોગપ્રતિકારક તંત્રના કાર્યને અસર કરે છે. તે સામાન્ય રીતે દર્દીઓને તેમની નસોમાં સીધા જ ટીપાં દ્વારા આપવામાં આવે છે. મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે નસોને ઓળખવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓને ડ્રિપ પર મૂકવામાં લગભગ 30 મિનિટ અથવા એક કલાક જેટલો સમય લાગે છે. ડાયરેક્ટ ઇન્ટ્રાવેનસ પદ્ધતિથી અગાઉ 30 થી 60 મિનિટની સરખામણીમાં હવે તે લગભગ 7 મિનિટ લે છે. તમને જણાવી દઈએ કે, Atezolizumab Roche (ROG.S) કંપની Genentech દ્વારા બનાવવામાં આવી છે. તે એક ઇમ્યુનોથેરાપી દવા છે, જે દર્દીની પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને કેન્સરના કોષોને શોધવા અને તેનો નાશ કરવામાં સક્ષમ બનાવે છે. તે હાલમાં ફેફસાં, સ્તન અને યકૃત સહિત વિવિધ પ્રકારના કેન્સર ધરાવતા NHS દર્દીઓની સારવાર કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Britaingovernment Cancer England NHS NationalHealthService Offer Treatment agency injections patients world Good News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ