બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / bridal laughing at her vidai video goes viral

એક વિદાય ઐસી ભી / વિદાય વખતે દુલ્હને કર્યું એવુ કે, લોકો કહેવા લાગ્યા થોડી તો રડ, જુઓ વીડિયો

Khyati

Last Updated: 05:18 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં ક્યૂટ દુલ્હન થઇ વાયરલ, વીડિયો જોઇને તમે પણ કહેશો, જબરી છે હો..

  • દુલ્હનની વિદાયનો વીડિયો વાયરલ
  • વિદાય વખતે હસે છે દુલ્હન
  • વીડિયોને લોકો કરી રહ્યા છે પસંદ 

દિકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય ત્યારે રડુ કોને ન આવે ?  બાળપણ, શાળા, અને કોલેજ સહિત જિંદગીના 25થી 30 વર્ષ પોતાના માતા પિતા સાથે કેવા અમૂલ્ય રહ્યા હોય. અને અચાનક આ બધુ છોડીને પારકા ઘરે જવાનું આવે તો દુ:ખની લાગણી અનુભવાય એ સ્વાભાવિક છે. વિદાયની ઘડીએ આંખમાંથી આંસુ આવી જાય. પરંતુ સોશિયલ મીડિયામાં એક એવી દુલ્હનનો વીડિયો વાયરલ થયો કે જે જોઇને એમ થાય કે અરે, આ તો ગજબ કહેવાય.

હેપ્પી બ્રાઇડ..હેપ્પી ફેસીસ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. વિડિયોમાં દેખાતી દુલ્હનની હરકતો એટલી રમુજી છે કે તેની વિદાય સમયે પરિવારના સભ્યોએ જ તેને કહેવું પડે છે કે તેણે હસવાને બદલે થોડું રડવું જોઈએ. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં દુલ્હને વિદાય વખતની દુલ્હનની ઇમેજને જ ચેન્જ કરી દીધી છે.

વિદાય વખતે હસી રહી છે કન્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિદાય સમયે દુલ્હન એટલી ખુશ છે કે વરરાજા તેને જોઈને પોતે હસવા લાગે છે. વિદાય સમયે તે વિધી પુરી કર્યા બાદ હસતી અને નાચતી હોય છે. વિદાયની આ ઘડીએ કન્યાપક્ષના લોકો બૂમો પાડીને કહી રહ્યા છે કે થોડુ તો રડ .. જો કે દુલ્હન રડતી તો નથી પરંતુ રડવાની થો઼ડી એક્ટિંગ કરી લે છે.

 

ક્યૂટ દુલ્હનનો હટકે અંદાજ

લગ્નનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે  આ વીડિયોમાં તે છોકરીને ટેગ કરો જેની વિદાય ખૂબ જ રમુજી હશે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને 11 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. તમામ યુઝર્સે પોતાના પરિચિતોને વીડિયો પર ટેગ કર્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ