બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Boycott of Maldives 64 yearold Nagarjuna upset cancels trip to Maldives says price will be paid

#BoycottMaldives / સાઉથના આ સુપરસ્ટારે કેન્સલ કરી માલદીવની ટ્રીપ: કહ્યું PM મોદી 150 કરોડ લોકોના નેતા, કિંમત ચૂકવવી પડશે

Pravin Joshi

Last Updated: 02:54 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવ પરની ચર્ચાનો અંત આવી રહ્યો નથી. #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન સાઉથના ફેમસ સુપરસ્ટાર નાગાર્જુને પણ તેની માલદીવ ટ્રીપ કેન્સલ કરી દીધી છે.

  • સાઉથના ફેમસ સુપરસ્ટાર નાગાર્જુને પણ તેની માલદીવ ટ્રીપ કેન્સલ કરી 
  • નાગાર્જુન પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન માટે જવા માગતો હતો
  • માલદીવ કેન્સલ કરી હવે લક્ષદ્વીપ જવાની યોજના બનાવી રહ્યો છું

માલદીવ પરની ચર્ચાનો અંત આવી રહ્યો નથી. #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન સાઉથના ફેમસ સુપરસ્ટાર નાગાર્જુને પણ તેની માલદીવ ટ્રીપ કેન્સલ કરી દીધી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માલદીવ ટ્રિપ કેન્સલ કરવાનું કારણ જણાવી રહ્યો છે.  નાગાર્જુન પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન માટે જવા માગતો હતો. પરંતુ હવે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. તે માલદીવના બહિષ્કારના વલણ સાથે સહમત છે અને આ સંબંધમાં તેણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે. નાગાર્જુનના કહેવા પ્રમાણે, તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત હતો અને તેથી તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તેણે વેકેશન માટે માલદીવ પસંદ કર્યું હતું પરંતુ હવે તે ત્યાં જઈ રહ્યો નથી.

 

17મી જાન્યુઆરીએ માલદીવ જવાનું હતું

નાગાર્જુન દ્વારા સામે આવેલા વીડિયોમાં તે તેના માલદીવ પ્રવાસ વિશે વાત કરતો જોવા મળે છે. તેના કહેવા પ્રમાણે, 'હું 17 જાન્યુઆરીએ માલદીવમાં રજાઓ પર જવાનો હતો કારણ કે હું પરિવાર માટે સમય કાઢી શક્યો ન હતો. હું 'ના સામી રંગા' અને 'બિગ બોસ'માં વ્યસ્ત હતો અને છેલ્લા 75 દિવસથી કોઈ બ્રેક લીધો ન હતો. મેં માલદીવની મારી ટિકિટો કેન્સલ કરી દીધી છે અને હવે આવતા અઠવાડિયે લક્ષદ્વીપ જવાની યોજના બનાવી રહ્યો છું. ત્યાંના મંત્રીઓએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટીપ્પણીઓ કરી જે વાંધાજનક હતી અને તેમને તેની કિંમત ચૂકવવી પડશે. પીએમ મોદી 1.5 અબજ લોકોના નેતા છે અને સમગ્ર વિશ્વમાં તેમનું ખૂબ સન્માન છે.

આ દેશમાં ભારત વિરોધી નારા લગાવનારાઓની હવે ખેર નહીં, અપાશે આવી કડક સજા |  maldives to criminalise anti india protest

વધુ વાંચો : Singham Again: રોહિત શેટ્ટીએ સેટ પરથી શેર કર્યો ધમાકેદાર વીડિયો, કહ્યું 'તમે પતંગ ઉડાવો અને હું...'

નાગાર્જુનની ફિલ્મ 'ના સામી રંગા' ટૂંક સમયમાં રિલીઝ થશે

નાગાર્જુનની ફિલ્મ 'ના સામી રંગા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ મલયાલમ ફિલ્મની રિમેક છે. અભિનેતા ફિલ્મ 'ધ ઘોસ્ટ'માં જોવા મળ્યો હતો, જે સ્ક્રીન પર કંઈ કમાલ કરી શકી ન હતી. તમને જણાવી દઈએ કે, માલદીવ અને ભારત વચ્ચે આ તણાવ ત્યારે શરૂ થયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના પ્રવાસે હતા. PM મોદીએ X પર લક્ષદ્વીપ પ્રવાસની કેટલીક તસવીરો શેર કરી હતી અને દેશવાસીઓને એક વખત આ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લેવાની અપીલ કરી હતી. માલદીવના કેટલાક નેતાઓએ આ ફોટા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી વિવાદે જોર પકડ્યું અને હવે માલદીવના વેકેશન પ્લાન કેન્સલ થઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ