બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Rohit Shetty shared an explosive video from the sets

મનોરંજન / Singham Again: રોહિત શેટ્ટીએ સેટ પરથી શેર કર્યો ધમાકેદાર વીડિયો, કહ્યું 'તમે પતંગ ઉડાવો અને હું...'

Pooja Khunti

Last Updated: 11:40 AM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શેટ્ટી તેમની આગામી જબરદસ્ત એક્શન ફિલ્મ 'સિંઘમ અગેઇન' ની શૂટિંગમાં વ્યસ્ત છે. 'સિંઘમ અગેઇન' રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે અને તે સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે.

  • સિંઘમ અગેઇનનો એક્શન વીડિયો સામે આવ્યો 
  • નિર્દેશકે પાવર-પેક્ડ સ્ટંટની ઝલક શેર કરી
  • સિંઘમ અગેઇનની સ્ટાર કાસ્ટ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય નિર્દેશક રોહિત શેટ્ટી તેમની જબરદસ્ત એક્શન ફિલ્મો માટે જાણીતા છે. રોહિત શેટ્ટીની દરેક ફિલ્મમાં તમે ચોક્કસપણે ઉડતા વાહનો જોશો અને આ જ ખાસ વાત છે, જે તેને અન્ય નિર્માતાઓથી અલગ બનાવે છે. આ દિવસોમાં રોહિત શેટ્ટી તેની એક્શનથી ભરપૂર આગામી ફિલ્મ 'સિંઘમ અગેઇન' ના શૂટિંગમાં વ્યસ્ત છે. અજય દેવગન અભિનીત ફિલ્મ 'સિંઘમ અગેઇન' જોવા માટે ચાહકોમાં પહેલેથી જ જોરદાર ક્રેઝ છે. મકરસંક્રાંતિના અવસર પર, રોહિત શેટ્ટીએ તેની ફિલ્મ 'સિંઘમ અગેઇન' ના શૂટિંગની ઝલક બતાવી અને લોકોને શુભેચ્છા પાઠવી.

સિંઘમ અગેઇનનો એક્શન વીડિયો સામે આવ્યો 
નિર્દેશક રોહિત શેટ્ટીએ 'સિંઘમ અગેઇન' નો એક વિસ્ફોટક વીડિયો શેર કર્યો છે. જેમાં તમે હવામાં ઉડતી સળગતી કાર જોઈ શકો છો. 'સિંઘમ અગેઇન' નો આ શૂટિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કરતાં પણ વધુ તેનું કેપ્શન યુઝર્સમાં ચર્ચાનો વિષય બની ગયું છે. રોહિત શેટ્ટીએ લોકોને ખૂબ જ ખાસ રીતે મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી છે. કેપ્શનમાં લખ્યું, 'હેપ્પી મકરસંક્રાંતિ... તમે લોકો પતંગ ઉડાવો અને હું... મને મારું કામ... એક્શન... નાઇટ શૂટથી પ્રેમ છે... હૈદરાબાદ.'

વાંચવા જેવું: 5 એક્ટર, 3 એક્ટ્રેસ... રૂ. 200 કરોડમાં બનેલી આ ફિલ્મ 2024માં મચાવશે ધમાલ, નામ ચોંકાવનારું

નિર્દેશકે પાવર-પેક્ડ સ્ટંટની ઝલક શેર કરી
લોકો ફિલ્મ સિંઘમ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પોલીસ યુનિવર્સનો એક ભાગ છે. તેનું શૂટિંગ ચાલી રહ્યું છે અને નિર્દેશકે પાવર-પેક્ડ સ્ટંટની ઝલક શેર કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. રોહિત શેટ્ટી કારમાંથી શૂટિંગ કરતો જોવા મળે છે. આગમાં સળગી રહેલી કાર જોવા મળી રહી છે.

સિંઘમ અગેઇનની સ્ટાર કાસ્ટ
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર, રણબીર કપૂર અને કરીના કપૂરના લુક્સ પહેલા જ જાહેર થઈ ચૂક્યા છે અને તેની સાથે અજય દેવગનનો કૂલ લૂક પણ સામે આવ્યો છે. આ જ ફિલ્મમાં શ્વેતા તિવારી એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મની વાઈડ સ્ટાર કાસ્ટનો લૂક પણ ખૂબ જ આકર્ષક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ