બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bootleggers leading children in joy, police fast asleep

દારૂબંધી ક્યાં ? / જ્યાં દારૂબંધી છે ત્યાં તો બંધ કરાવો: આણંદમાં બાળકોને આગળ કરી રહ્યા છે બુટલેગરો, પોલીસ ઘોર નિંદ્રામાં

Priyakant

Last Updated: 11:12 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand Latest News: પોલીસની રહેમનજર હેઠળ જ ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો, દેશી દારૂના વેપલાના દુષણમાં નાના બાળકોનો ઉપયોગ તો મહિલા કરી રહી છે દેશી દારૂનું પેકિંગ

  • આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ 
  • દેશી દારૂ બનાવતા અને નાના બાળકો પાસે વેચાવતો વિડીયો વાયરલ  
  • બોરસદના ગાજણા ગામમાં દેશી દારૂના વેપલાનો વિડીયો વાયરલ  
  • નાના બાળકો દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યા હોવાનું વિડીયોમાં દેખાયું
  • દેશી દારૂના વેપલાના દુષણમાં નાના બાળકોનો ઉપયોગ
  • આણંદ જિલ્લા પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલો 

Anand News : આણંદ જિલ્લામાં બાળકો દ્વારા દેશી દારૂનું વેચાણ કરાતું હોવાનો વીડિયો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં દારૂબંધી અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગેની ચર્ચા વચ્ચે હવે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ એક વિડીયોઓ ભારે ચકચાર મચાવી છે. વિગતો મુજબ આણંદ જિલ્લામાં બાળકો દ્વારા દેશી દારૂનું વેચાણ અને મહિલા દ્વારા દેશી દારૂના પેકિંગનો એક વિડીયો સામે આવ્યો છે. જોકે VTV ન્યૂઝ આ વિડીયો અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ વિડીયોને લઈ હાલ અનેક સવાલો ઊભા થઈ રહે છે. 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હવે આણંદનો એક વિડીયો સામે આવ્યો છે. આણંદમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂને લઇને અનેક વખત ફરિયાદો ઉઠી છે ત્યારે હવે મહિલા દ્વારા દેશી દારૂનું પેકિંગ કરવાની અને બાળક દ્વારા દારૂની ડિલીવરી કરાવવાનો વીડિયો સામે આવ્યો છે. એક ચર્ચા મુજબ આ વીડિયો આણંદના બોરસદના ગાજણા ગામનો હોવાનું કહેવાય છે. જ્યાં દારૂના ખુલ્લેઆમ વેપલાનો પર્દાફાશ થયો છે. જોકે VTV ન્યૂઝ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો: ગુજરાતમાં દારૂબંધી પણ આ લોકોને મળે છે પીવાની છૂટ, પરમિટ માંગનારાઓનો છેલ્લા ત્રણ વર્ષનો આંકડો ચોંકાવનારો

નાના બાળકો પાસે દેશી દારૂની ડિલિવરી 
આ વિડીયોને આધારે સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, આ વિડીયોમાં નાના બાળક પાસે દેશી દારૂની ડિલીવરી કરાવાઇ રહી છે. આ સાથે દારૂ લેવા આવતા અને મંગાવતા ગ્રાહકોને બાળક દેશી દારૂની પોટલી આપતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. નોંધનિય છે કે, રાજ્યમાં છાશવારે કેમિકલ કાંડ અને લઠ્ઠાકાંડના બનાવો સામે આવવાની વચ્ચે આણંદમાં  પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહેલા ખુલ્લેઆમ દેશી દારૂની ડિલિવરી માટે બાળકોનો ઉપયોગ કરનાર લોકો સામે કાર્યવાહીની માગ ઉઠી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ