બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / bombay high court dismisses journalist assault case 2019 against salman khan

BIG NEWS / સલમાન ખાનને બૉમ્બે હાઇકોર્ટ તરફથી મોટી રાહત: નીચલી અદાલતનો આદેશ કર્યો રદ, જાણો સમગ્ર કેસ

Arohi

Last Updated: 10:54 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan: સલમાન ખાન વિરૂદ્ધ 2019માં પત્રકાર સાથે મારઝુડ કરવા મામલો બોમ્બે હાઈકોર્ટે કેસ રદ્દ કર્યો છે. કોર્ટે આદેશમાં કહ્યું છે કે ન્યાયિક પ્રક્રિયા બિનજરૂરી હેરાનગતિનો સ્ત્રોત ન હોવી જોઈએ.

  • પત્રકાર સાથે મારઝુડના કેસમાં સલમાનને રાહત 
  • હાઈકોર્ટે કેસ રદ્દ કર્યો 
  • સલમાન પર પત્રકાર સાથે મારપીટનો હતો આરોપ 

બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાનને મોટી રાહત આપી છે. એક્ટરના વિરૂદ્ધ 2019ના એક કેસને હાઈકોર્ટે ફગાવ્યો છે અને તેમના દરેક આરોપોને પણ ફગાવ્યા છે. કિસી કા ભાઈ કિસી કી જાન એક્ટર વિરૂદ્ધ કેસ ક્રમિનકલ કેસને રદ્દ કરવાના આદેશની સાથે કોર્ટે એ પણ કહ્યું છે કે જ્યુડિશિયલ પ્રોસેસને ફક્ત એટલા માટે બીન જરૂરી ઉત્પીડનનો માર્ગ ન હોવો જોઈએ કે આરોપી એક સેલિબ્રિટી છે. 

સલમાન ખાન વિરૂદ્ધ વર્ષ 2019માં એક પત્રકાર અશોક પાંડેએ ડરાવવા અને ધમકાવવાની ફરિયાદની સાથે કેસ નોંધાવ્યો હતો. 

બોમ્બે હાઈકોર્ટે આદેશમાં શું કહ્યું? 
જસ્ટિસ ભારતી ડાંગરેએ 30 માર્ચે સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ દ્વારા દાખલ એપ્લીકેશનને મંજૂર કરી દીધી હતી અને લોઅર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી કાર્યવાહી અને પ્રક્રિયાને રદ્દ કરી છે. મંગળવારે હાઈકોર્ટે કહ્યું કે મજીસ્ટ્રેટની કોર્ટ સમન જાહેર કરતા પહેલા પ્રક્રિયાત્મક આદેશનું પાલન કરીને ફેલ રહી. 

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, "ન્યાયિક પ્રક્રિયાને ફક્ત એટલા માટે અનાવશ્યક ઉત્પીડનનો માર્ગ ન હોવો જોઈએ કારણ કે આરોપી એક સેલિબ્રિટી છે અને કાયદાની પ્રક્રિયાનું પાલન કર્યા વગર તેને એક ફરિયાદકરતાના હાથે બીન જરૂરી ઉત્પીડનનો શિકાર ન બનાવવામાં આવે."

કાર્યવાહી ચાલુ રાખવી પ્રોસેસનો દુરૂપયોગ 
જજે આગળ કહ્યું કે આ એક ફિટ મામલો હતો જ્યાં અરજી કરનાર (સલમાન ખાન અને શેખ)ના વિરૂદ્ધ પ્રોસિડિંગ્સ જાહેર કરવી અને કાર્યવાહી ચાલુ રાખવાના પ્રોસેસના દુરૂપયોગથી ઓછી નથી. કોર્ટે કહ્યું અને સેબ્સટેન્શિયલ જસ્ટિસ માટે હું વિવાદિત આદેશને રદ્દ કરવો યોગ્ય સમજુ છું. ન્યાયમૂર્તિ ડાંગરેએ પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે અરજીકરનારના વિરૂદ્ધ કોઈ પણ કાર્યવાહીને ચાલુ રાખવાનું રિઝલ્ટ ઘોર અન્યાય હશે. 

શું છે સમગ્ર મામલો? 
જણાવી દઈએ કે મેજિસ્ટ્રેટ કોર્ટે માર્ચ 2022માં સલમાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ વિરૂદ્ધ સમન જાહેર કર્યો હતો જેમાં તેમણે 5 એપ્રિલ 2022એ રજૂ થવાનો આદેશ કર્યો હતો. આ આદેશ એક પત્રકાર અશોક પાંડેની ફરિયાદ પર પાસ કરવામાં આવ્યો હતો.

પત્રકારે આરોપ લગાવ્યો હતો કે તેને સલમાન ખાન અને તેના બોડીગાર્ડ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્યાં જ સલમાને સમનને પડકારતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પછી 5 એપ્રિલ 2022એ HCએ સમન પર રોક લગાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ