બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / bollywood actresses pay the highest tax deepika padukone alia bhatt katrina kaif

મનોરંજન / આ બોલીવુડ અભિનેત્રીઓ સૌથી વધુ ટેક્સ ચૂકવે છે, એક્ટ્રેસનું નામ અને રકમ જાણીને ઉડી જશે હોશ

Manisha Jogi

Last Updated: 10:32 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ કમાણી કરવાને કારણે આ અભિનેત્રીઓએ કરોડો રૂપિયાનો ટેક્સ પણ ભરવાનો રહે છે. અહીંયા અમે તમને બોલીવિડની એવી એક્ટ્રેસ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે સૌથી વધુ આવકવેરો ભરે છે.

  • હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ સૌથી સારી કમાણી કરે છે
  • અનેક એવી અભિનેત્રીઓ છે, જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે
  • આવો જાણીએ કઈ અભિનેત્રીઓ સૌથી વધુ ટેક્સ ભરે છે

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ સૌથી સારી કમાણી કરે છે. આ અભિનેત્રીઓ લોકપ્રિય હોવાને કારણે તેમને મોટી જાહેરાત પણ આપવામાં આવે છે, જેના કારણે તેમને તગડી આવક થાય છે. વધુ કમાણી કરવાને કારણે આ અભિનેત્રીઓએ કરોડો રૂપિયાનો ટેક્સ પણ ભરવાનો રહે છે. અહીંયા અમે તમને બોલીવિડની એવી એક્ટ્રેસ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે સૌથી વધુ આવકવેરો ભરે છે. 

દીપિકા પાદુકોણ
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. લાખોની સંખ્યામાં તેમને ફોલો કરે છે. અભિનેત્રીએ અત્યાર સુધી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. જીક્યૂ ઈન્ડિયા રિપોર્ટ અનુસાર દીપિકા ટેક્સ ભરવા બાબતે સૌથી આગળ છે. તેમણે વર્ષ 2019માં માત્ર જાહેરાતથી 48 કરોડની કમાણી કરી હતી. એ વર્ષે તેમણે 12 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. રિપોરટ્સ અનુસાર તે વર્ષે તેઓ દર વર્ષે 10 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ ભરે છે. 

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ ટેક્સ ભરવામાં બીજા નંબર છે. આલિયએ તેની પાવરફુલ એક્ટિંગથી ઓછા સમયે આ પદ પર પહોંચી છે. ફેન્સ ખૂબ જ આતુરતાથી આલિયાની ફિલ્મોની રાહ જોવે છે. આલિયા ફિલ્મો અને જાહેરાતથી સારી કમાણી કરે છે. આ કારણોસર તેમણે મસમોટી રકમનો ટેક્સ ચૂકવવો પડે છે. રિપોર્ટ્સ અનુસાર આલિયા ભટ્ટ 5-6 કરોડનો ટેક્સ ભરે છે. 

કેટરિના કેફ
કેટરિના કેફ બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા પછી કેટરિના કેફ ફિલ્મોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. ફેન્સ ખૂબ જ આતુરતાથી ફિલ્મ ‘ટાઈગર 3’ની રાહ જોઈ રહ્યા છે. કેટરિના દર વર્ષે સારી કમાણી કરે છે. આ કારણોસર દર વર્ષે મોટી રકમનો ટેક્સ ભરવો પડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણાંકીય વર્ષ 2013-14માં સૌથી વધુ ટેક્સ ચૂકવનારી અભિનેત્રીઓમાં કેટરિના કેફનું નામ શામેલ હતું. તે સમયે તેમણે 5 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ