બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / bleeding disorder causes symptoms and treatment

સ્વાસ્થ્ય / ઇજાગ્રસ્ત થયા બાદ લોહી વહેવાનું બંધ નથી થતું? તો સાવધાન! હોઇ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો લક્ષણ અને કારણ

Arohi

Last Updated: 04:11 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bleeding Disorder: બ્લીડિંગ ડિસઓર્ડર એવી એવી સમસ્યા છે જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિના શરીરમાંથી વહેતુ લોહી જલ્દી રોકાતુ નથી અને ભીંગડુ વળવાની પ્રક્રિયા પણ ધીમી થઈ જાય છે.

  • વાગ્યા બાદ લોહી જલ્દી નથી થતું બંધ? 
  • હોઇ શકે છે આ ગંભીર સમસ્યા
  • જાણો લક્ષણ અને કારણ 

શરીરમાં કોઈ પણ જગ્યા પર વાગ્યા બાદ જો લોહી વહેવાનું બંધ જલ્દી ન થતું હોય કે ભીંગડુ તરત ન બને તો તે બ્લીડિંગ ડિસઓર્ડરના લક્ષણ હોઈ શકે છે. એવું બ્લડમાં પ્રોટીન અને પ્લેટલેટ્સની કમીના કારણે થઈ જાય છે. લોહીમાં પ્રોટીન હોય છે જે બ્લડને વહેતુ અટકાવવા માટે કોષો જેને પ્લેટલેટ્સને કહે છે તેની સાથે મળીને કામ કરે છે. 

કોઈ પણ સમસ્યા જે લોહીને વહેતુ અટકાવા અથવા ભીંગડુ બનાવવાના કાર્યને પ્રભાવિત કરે છે બ્લીડિંગ ડિસઓર્ડરનું કારણ બની શકે છે. આ સમસ્યામાં ઈજા પહોંચવા કે સર્જરી થયા બાદ વધારે બ્લીડિંગ થાય છે.  

બ્લીડિંગ ડિસઓર્ડરના કારણો 

  • શરીરમાં વિટામિન કેની કમીના કારણે બ્લીડિંગ ડિસઓર્ડર થઈ શકે છે. 
  • શરીરમાં લાલ કોષોની કમીથી પણ બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા થાય છે. 
  • ઘણી વખત દવાઓના સાઈડ ઈફેક્ટ્સના કારણે પણ બ્લીડિંગ ડિસઓર્ડર થાય છે. 
  • બ્લીડિંગ ડિસઓર્ડરની બીમારી આનુવંશિક પણ હોય છે. 

બ્લીડિંગ ડિસઓર્ડના લક્ષણ 

  • જો તમને પીરિયડ્સ વખતે હેવી બ્લીડિંગ થાય છે તો આ બ્લીડિંગ ડિસઓર્ડરના લક્ષણ હોઈ શકે છે. 
  • બ્લીડિંગ ડિસઓર્ડરમાં નાકમાંથી લોહી નીકળે છે. 
  • આ સમસ્યામાં નાની ઈજામાં વધારે બ્લીડિંગ થાય છે. 
  • બાળકના જન્મ બાદ વધારે બ્લીડિંગ થાય છે. 

બ્લીડિંગ ડિસઓર્ડરની સારવાર 
બ્લીડિંગ ડિસઓર્ડનો કોઈ ઈલાજ અત્યાર સુઝી નથી શોધાયો પરંતુ અલગ અલગ સમસ્યાઓને જાણ્યા બાદ ડોક્ટર તેની સારવાર કરે છે. બ્લીડિંગ ડિસઓર્ડર અલગ અલગ પ્રકારના હોય છે અને બધાની સારવાર પણ અલગ રીતે કરવામાં આવે છે. તેના લક્ષણ દેખાવવા પર તરત ડોક્ટરનો સંપર્ક કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ