બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / BJP woman leader killed for bursting firecrackers in amreli

સનસનાટી / શું આ છે સલામત ગુજરાત? ફટાકડા ફોડવા બાબતે BJPના મહિલા નેતાની હત્યા, રાજકોટમાં પણ લુખ્ખાતત્વો બેફામ, સુરતમાં પણ હાલત ખરાબ

Kishor

Last Updated: 05:07 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના પર્વ પર અમરેલી, સુરતમાં હત્યા અને રાજકોટમાં પથ્થરમારો, મારામારી જેવી ઘટના સામે આવતા સલામત ગુજરાતના દાવા સામે સવાલો ઉઠી રહ્યા છે.

  • દિવાળીના તહેવારોમાં સલામતી પર સવાલ 
  • રાજકોટના માલવિયા નગરમાં 11 શખ્સોનો હુમલો 
  • અમરેલીના ધારીમાં ભાજપના મહિલા નેતાની હત્યા 
  • ફટાકડા ફોડવાની બાબતે મધુબેન જોશીની હત્યા 

અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં દિવાળીના તહેવાર પૂર્ણ થતાં જ ગુનાખોરીના ચિંતાનજક બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટના માલવિયા નગરમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે 11 લોકોના ટોળાએ તલવાર અને પથ્થરો વડે ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો. તો અમરેલીના ધારીમાં સામાન્ય બાબતે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહિલા મંત્રી મધુબેન જોશીની હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે. બીજી બાજુ સુરતના અડાજણમાં હોર્ન મારી ટર્ન લેવાનું કહેતાં 2 શખ્સોએ હુમલો કરી 21 વર્ષના ઋષિ ભીરાડે નામના યુવકની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આમ ગુજરાતમાં ખુલ્લેઆમ થતી હત્યાઓ અને હુમલાઓને લઇને સમાજમાં કાયદો વ્યવસ્થઆની સ્થિતી પર ગંભીર સવાલો પેદા કર્યા છે.

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી મધુબેન જોશીની હત્યા

અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાથી સનસનાટી મચી ગઈ છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબત અને વાહન ટકરાવવાની બાબતે મધુબેન આરોપીને ઠપકો આપવા ઘરે ગયા હતા. આ દરમિયાન આરોપીએ મધુબેન પર તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે એમનો પુત્ર રવિ માતાને છોડાવવા વચ્ચે પડતા એને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાહન પાર્કિંગની નજીવી બાબતે પાડોશીમાં ટકરાવ થઈ હતી અને જે ટકરાવ હત્યામાં બદલી જતા પોલીસનો કાફલો ખડકાયો હતો.

વધુમાં સુરતમાં પણ હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. અડાજણમાંહોર્ન મારીને ટર્ન લેવાનું કહેતા 2 શખ્સોનો યુવક પર હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર ઇજા થતાં 21 વર્ષીય ઋષિ ભીરાડેનું મોત નીપજ્યું હતું. જેને લઇને બનાવ હત્યામાં પલટાયો હતો સાથે જ અડાજણ પોલીસે આ પ્રકરણની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટ ફટાકડા ફોડવાની ના પાડતા મામલો બિચક્યો 

આ ઉપરાંત રાજકોટમાં પણ ફટાકડા ફોડવાની ના પાડ્યા બાદ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. કુખ્યાત જયદીપ બકરાણીયા સહિત 11 લોકોએ વિસ્તાર માથે લેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના માલવીયા નગરમાં કાયદાની ઐસીતૈસી કરતા અસામાજિક તત્વો સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસના ડર વગર લુખ્ખાઓએ તલવાર સહિતના હથિયારો સાથે ફરિયાદીના ઘરે પથ્થરો ફેંકી ઘરને નુકસાન પહોંચાડ્યું હતું. વધુમાં પથ્થરમારાથી ફરિયાદી અને તેના ભાઇને ઇજા પણ પહોંચી હતી. હુમલાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા માલવીયા નગર પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમ હેઠળ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ