બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / BJP MLA's son caught red-handed accepting bribe of Rs 40 lakh

મોટા સમાચાર / 40 લાખની રૂશ્વત, 6 કરોડ રોકડા: BJP MLA ના પુત્રના ઘરે અધિકારીઓ જ્યાં હાથ નાંખે ત્યાંથી નોટોના બંડલ નીકળ્યા

Priyakant

Last Updated: 12:13 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધારાસભ્યનો પુત્ર 40 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ અધિકારીઓએ તેના ઘરે દરોડા પાડ્યા, જેમાં 6 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા

  • BJP MLAનો પુત્ર 40 લાખની રૂશ્વત લેતા રંગે હાથ ઝડપાયો 
  • અધિકારીઓ જ્યાં હાથ નાંખે ત્યાંથી નોટોના બંડલ નીકળ્યા 
  • ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી 6 કરોડ રૂપિયા મળી આવ્યા

કર્ણાટક ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી 6 કરોડ રૂપિયા મળી આવ્યા છે. વાત જાણે એમ છે કે, લોકાયુકતના અધિકારીઓ દ્વારા  દરોડાની કાર્યવાહી દરમિયાન આ રકમ રિકવર કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાનો પુત્ર પ્રશાંત માદલ 40 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘરના ખૂણામાં જ્યાં તે હાથ નાખતો હતો ત્યાં પૈસાની નોટો મળી આવી હતી.

ભાજપના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાનો પુત્ર પ્રશાંત માદલ 40 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ અધિકારીઓએ તેના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં 6 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. લોકાયુક્ત અધિકારીઓ હજુ પણ પ્રશાંત માદલ પાસે હાજર છે અને દરોડા પાડી રહ્યા છે. પ્રશાંત માદલ એક અમલદાર છે. કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી આટલી મોટી રકમની રિકવરી ભાજપ માટે શરમનું કારણ બની શકે છે. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

કોણ છે પ્રશાંત માદલ ? 
માદલ વિરુપક્ષપ્પા કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડ (KSDL)ના ચેરમેન છે. આ કંપની મૈસુર સેન્ડલ સાબુ બનાવે છે. તેમના પુત્ર પ્રશાંત માદલ બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના ચીફ છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રશાંતે ટેન્ડર ક્લિયર કરવા માટે કોઈ પાસેથી 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી તે 40 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. હવે એવા સમાચાર છે કે, લોકાયુક્તની ટીમ ભાજપના ધારાસભ્યની પૂછપરછ કરી શકે છે.

શું કહ્યું લોકાયુક્તની ટીમે ? 
કર્ણાટક લોકાયુક્તના જણાવ્યા અનુસાર, લોકાયુક્તની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ 40 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ભાજપના ધારાસભ્ય માદલ વિરૂપક્ષપાના પુત્ર પ્રશાંત માદલ ની ધરપકડ કરી છે. તેના ઘરેથી રૂ.1.7 કરોડથી વધુ રકમ મળી આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ