બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / BJP may announce one more list today, a big meeting will be held in the evening

Lok Sabha Elections 2024 / આજે ભાજપ જાહેર કરી શકે છે વધુ એક લિસ્ટ, સાંજે યોજાશે મોટી બેઠક, 150 ઉમેદવારો પર સસ્પેન્સ

Priyakant

Last Updated: 08:56 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024 Latest News: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં 150 નામ હોઈ શકે, BJPની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠક સાંજે 6 વાગ્યાની આસપાસ યોજાશે

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો અંગે મંથન કરી રહ્યા છે. આ તરફ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની બીજી યાદી આજે એટલે કે રવિવારે (10 માર્ચ, 2024) આવી શકે છે. BJPની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની એક બેઠક સાંજે 6 વાગ્યાની આસપાસ યોજાવાની છે, જેમાં બીજી યાદીમાં સામેલ કરવા માટેના નામો પર ચર્ચા થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં 150 નામ હોઈ શકે છે. 

મહત્વનું છે કે, બીજી યાદીના ઉમેદવારોના નામ પર વિચાર મંથન કરવા શનિવારે (9 માર્ચ, 2024) પાર્ટીની એક મોટી બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, બેઠક દરમિયાન રાજ્યવાર ઉમેદવારોના નામોની પેનલ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપની કોર કમિટીની બેઠકમાં પાર્ટી ચીફ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યના ચૂંટણી પ્રભારીઓ, સહ-ચૂંટણી પ્રભારીઓ, પ્રદેશ પ્રમુખો અને રાજ્ય કોર કમિટીના મહત્વના નેતાઓ પણ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. 

ભાજપની પ્રથમ યાદીમાં હતા 195 ઉમેદવારો
ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી 2 માર્ચ 2024ના રોજ આવી હતી. ત્યારબાદ 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો માટે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં ઘણા દિગ્ગજ નેતાઓના નામ પણ હતા. પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુપીના વારાણસીમાંથી , ગૃહ પ્રધાન અમિત શાહને ગુજરાતના ગાંધીનગરથી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને લખનૌ (યુપીમાં) અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશના ગુનાથી મેદાનમાં ઉતાર્યા હતા.

વધુ વાંચો: મમતા સરકારનું મોટું એલાન, પ્રથમ વાર રામ નવમી પર કરાઇ એવી જાહેરાત કે ભક્તો થઇ ગયા ખુશખુશાલ

પ્રથમ યાદીમાં કયા રાજ્યમાંથી કેટલા ઉમેદવારોને ટિકિટ?
ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં 51, પશ્ચિમ બંગાળમાં 20, મધ્ય પ્રદેશમાં 24 અને ગુજરાત અને રાજસ્થાનમાં 15-15 બેઠકો માટે ઉમેદવારોને ટિકિટ આપી હતી. કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11, જ્યારે દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીર, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં 2 અને દમણ અને દીવ એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કરાયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ