બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / BJP close to majority not only in Lok Sabha but also in Rajya Sabha

રાજનીતિ / UPમાં 8 તો હિમાચલમાં પણ BJPનો ડંકો: હવે રાજ્યસભામાં પણ ભાજપ બહુમતીની નજીક, જાણો કોનો કેટલો દબદબો?

Priyakant

Last Updated: 08:51 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Election 2024 Latest News: રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 97 થઈ જશે તો ભાજપના નેતૃત્વ હેઠળના NDAના સાંસદોની સંખ્યા વધીને 117 થઈ જશે

Rajya Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ભાજપ હવે રાજ્યસભામાં પોતાના દમ પર બહુમતીની ખૂબ નજીક આવી ગયું છે. એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની 56 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો જીતી છે. જેમાંથી 20 બિનહરીફ ચૂંટાયા હતા. મતદાન દ્વારા 10 બેઠકો જીતી હતી. આ સાથે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 97 થઈ જશે. આ સાથે જ ભાજપના નેતૃત્વ હેઠળના NDAના સાંસદોની સંખ્યા વધીને 117 થઈ જશે. નોંધનીય છે કે, ઉપલા ગૃહમાં 240 સાંસદોની સંખ્યા છે. બહુમતી માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 121 સાંસદોના સમર્થનની જરૂર હોય છે. NDA સાથે આ સંખ્યા 117 પર પહોંચી ગઈ છે એટલે કે બહુમતીથી માત્ર 4 દૂર.

પાર્ટી સ્ટેન્ડિંગની વાત કરીએ તો 97 સાંસદો સાથે ભાજપ રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી છે. જેમાં પાંચ નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ 29 સાંસદો સાથે બીજા સ્થાને છે. આ ચૂંટણીમાં હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં ક્રોસ વોટિંગ થયું હતું. જેના કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપને એક-એક બેઠકનો ફાયદો થયો છે. આ સાથે ભાજપના સાંસદોની સંખ્યા વધીને 97 થઈ જશે. 

56 સાંસદોમાંથી 41 બિનહરીફ ચૂંટાયા 
આ દ્વિવાર્ષિક ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ 56 સાંસદોમાંથી 41 બિનહરીફ ચૂંટાયા હતા. યુપીમાં 10, કર્ણાટકમાં ચાર અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ પછી ભાજપે 30 સીટો જીતી છે. યુપીમાં સૌથી વધુ 10 બેઠકો દાવ પર હતી. આ પછી મહારાષ્ટ્ર અને બિહારમાં છ-છ સીટો દાવ પર લાગી હતી. મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, કર્ણાટક અને ગુજરાતમાં ચાર-ચાર, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાં એક-એક બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.

વધુ વાંચો: દેશમાં કરા સાથે વરસાદની આગાહી, ઉત્તરાખંડ સહિત દેશના અનેક રાજ્યો માટે આગામી 48 કલાક ભારે!

ભાજપ 97 સભ્યો સાથે રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ
આ તરફ ગઇકાલે એટલે કે મંગળવારના મતદાન પછી ભાજપ 97 સભ્યો સાથે રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ છે. આ પછી રાજ્યસભામાં કોંગ્રેસના 29 સભ્યો, તૃણમૂલ કોંગ્રેસના 13, DMK અને AAPના 10-10, BJD અને YSRCPના નવ-નવ, BRSના સાત, RJDના છ, CPMના પાંચ અને AIADMK અને JDUના ચાર-ચાર સભ્યો થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ