બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Biporjoy will be more stormy today.! Plan to reduce petrol-diesel prices, Team India's fire test

સમાચાર સુપરફાસ્ટ / બિપોરજોય આજે વધુ તોફાની બનશે.! પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે તેવો પ્લાન, ટીમ ઈન્ડિયાની અગ્નિ પરીક્ષા

Dinesh

Last Updated: 07:25 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યા છે.

મોકા બાદ વધુ એક ચક્રવાત બિપોરજોય દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો ઊભો કરી રહ્યું છે. સ્કાઈમેટના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમી પુર ઝડપે પવન ફુંકાશે. સ્કાઇમેટે વધુમાં જણાવ્યું કે, 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે. ચક્રવાતી તોફાન 'બિપોરજોય'ની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે. સ્કાઈમેટએ જણાવ્યું કે, વાવાઝોડામાં પવન પશ્ચિમ તરફ જઈ રહ્યો છે અને જે વાવાઝોડાની દિશા કરાંચી તરફ છે અને તે કરાંચી તરફ ધીરે ધીરે આગાળ વધી રહ્યું છે, જેના કારણે હવામાનમાં ફેરફાર થશે અને ટેમ્પ્રેચર પણ વધ-ઘટ થશે તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. વધુમાં જણાવ્યું કે, જેના કારણે તટીય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે.

Wind strength to increase in Gujarat sea belt from tomorrow: Skymet

બિપોરજોય વાવાઝોડું ગુજરાત ભણી આગળ વધી રહ્યું છે. અનેક તર્ક વિતર્કો વચ્ચે આખરે બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે અડીને પસાર થશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પણ વાવાઝોડાને પગલે વહીવટીતંત્ર અને લોકોના મનમાં અનેક સવાલ હોય છે કે આખરે ગુજરાત પર વાવાઝોડું ક્યાં અને કેટલા અંશે અસર કરશે. વાવાઝોડા સામે તંત્ર કેટલું અલર્ટ છે. અને સજ્જતા માટે કેવા પગલા લેવામાં આવ્યા છે.અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોએ ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.  

| Where and to what extent will the storm affect Gujarat? What kind of preparedness is needed in coastal areas?

કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. ૫૦ હજાર સહાય અપાશે. જેને લઈને યાત્રાળુએ આ નિર્ણયને આવકારી બિરદાવ્યો છે.

ગુજરાત ATSને પોરબંદરથી મોટી સફળતા હાથ લાગી છે, એટીએસએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે. આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ હતી. આમાં ત્રણ શખ્સોને પોરબંદરથી ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરી હતી જે બાગ તમામ આરોપીઓને પોરબંદર ડિસ્ટ્રીક્ટ કોર્ટે રજૂકરાઈ રિમાન્ડની માગણી કરાઈ હતી જ્યાં કોર્ટે 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.વિકાસ સહાયે જણાવ્યું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે. 

 અમિત શાહે 370 મુદ્દે કહ્યું હતું કે,  નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ તેઓએ 370 હટાવી દીધી છે. તે સમયે રાહુલ બાબાએ કહેતા હતા કે 370 હટશે તે લોહીની નદીઓ વહેશે. અરે લોહીની નદીઓ તો દૂર કોઈએ કાંકરીચાળો પણ કર્યો નથી. અમિત શાહે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હું વર્ષ 2014 થીં 2019 સુધી ભાજપનો અધ્યક્ષ હતો. ત્યારે કોંગ્રેસ તેમજ રાહુલ બાબા કાયમ પૂછતા હતા કે  મંદિર વહી બનાએગે, તિથિ નહી બતાએગે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કે જો રાહુલ બાબા શ્રદ્ધા હોય તો ટિકીટ તૈયાર રાખજો. 2024 માં ભવ્ય રામમંદિર બનીને તૈયાર થઈ જશે. આપણા જીવનની અંદર બાબરનાં સમયથી અત્યાર સુધી જે રામ મંદિર અપમાનીત અવસ્થામાં હતું. રામલલ્લાને કોંગ્રેસે 60 વર્ષ સુધી તાળામાં પુરી રાખેલ. ત્યારે આજે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુ છે.  અને થોડાક જ સમયમાં ત્યાં ભવ્ય મંદિર બાંધવાનું કામ પૂર્ણ થઈ જશે. 

કોઈપણ શહેર કે સિટીમાં ટ્રાફિક નિયમ કે ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે. સિટી કે શહેર કે હાઇવે પર ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા સામે ટ્રાફિક પોલીસ દંડનીય કાર્યવાહી કરતી હોય છે. ટ્રાફિક પોલીસ પાર્કિંગ કે વન-વે જેવા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વાહનચાલકોને મેમો ફટકારતી હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં વાહનને ડિટેઈન પણ કરવામાં આવતા હોય છે. ત્યારે અંબાજીમાં પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક પોતાના વાહનને સરખી રીતે પાર્ક નહીં કરે અથવા તો રસ્તા પર પાર્ક કરશે તો તેમના વાહનને આ ટોઈંગ ક્રેન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાજીના દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાળુઓ પોતાના પ્રાઇવેટ વાહનોને લઈ માં અંબાના ધામે પહોંચતા હોય છે. અમુક યાત્રાળુઓ પોતાના વાહનોને આડેધડ પાર્ક કરી જતાં રહેતા હોય છે, ત્યારે ટ્રાફિકની મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે. અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ 'નો વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અમુક યાત્રાળુ ગાડીને પાર્ક કરી જતા રહેતા હોય છે, જેને લઈને બીજા વાહનો અને સાર્વજનિક વાહનોને  આવવા-જવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે.

If you want to go to Ambaji with a vehicle be careful

ગુજરાત કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલની કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નિમણૂક કરી છે.પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ બાદ શક્તિ સિંહ ગોહિલે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ જણાવ્યુ હતુ કે,  હું પક્ષનો સૈનિક છું સેનાપતિ સૈનિકની જવાબદારી નક્કી કરતા હોય છે. ઘણા બધા વિચાર અને મંથન બાદ મને જવાબદારી સોંપી છે. હું મોવડી મંડળના આદેશનું પાલન કરીશ. જાહેરાત બાદ ગુજરાતના તમામ સિનિયર નેતાઓએ આત્મીય સમર્થન મને આપ્યુ છે. મારી આવડત કરતા મોટી મને રાષ્ટ્રીય લેવલે પણ જવાબદારી મળી. ગુજરાતીઓના પ્રેમ, આશિર્વાદથી ગુજરાત અને રાષ્ટ્રીય લેવલે જવાબદારી મળી. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, આ લડાઈ એ કોઈ સ્વાર્થનો સિદ્ધાંત નથી ગુજરાતીઓની ભલાઈ માટે લડાઈ લડવાની છે. તમારા સેવક તરીકે કામ કરીશ તેવી ગુજરાતીઓને ખાતરી આપુ છું. ગુજરાતમાં અગાઉ ક્યારેય વ્યક્તિગત સ્વાર્થનું રાજકારણ ન હતુ વૈચારીક લડત હતી વ્યક્તિગત નહીં. હુ આ જૂની પરંપરા ફરી સ્થાપિત થાય તેવો પ્રયાસ કરીશ. આ સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, હુ આગામી 18 તારીખે કાર્યભાર સંભાળીશ ત્યારે સવારે ૧૦ વાગ્યે ગાંધી આશ્રમ જઈશ અને ગાંધી આશ્રમથી પગપાળા પ્રદેશ કાર્યાલય પહોંચીશ.

Shaktisinh Gohil's first statement after the appointment of Congress state president, 'It is not right that a handful of...

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઈલની કિંમત સ્થિર રહી તો તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવાનો વિચાર કરી શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેલ કંપનીઓનાં આગમી ત્રિમાસિક પરિણામો સારા રહે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીએ આ મુદા પર કોઈપણ ઓફિશિયલ ઘોષણા કરી નથી. તેમણે કહ્યું કે આવનારા સમયમાં જોઈએ કે શું થઈ શકે છે.તેમણે કહ્યું કે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લાં ત્રણ મહિનાઓમાં ઠીકઠાક પ્રદર્શન કર્યું છે. પુરીએ કહ્યું કે તેમણે કેટલાક નુક્સાનની ભરપાઈ કરી લીધી છે. તેમણે પોતાની કોરપોરેટ જવાબદારી ઘણી સારીરીતે નિભાવી છે.

Hardeep Singh Poori said Petrol diesel prices can be decreased soon

કેનેડા સરકારના દેશમાંથી ડિપોર્ટ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. કેનેડાની સરકારે લવપ્રીત સિંહ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી દેશનિકાલની કાર્યવાહી આગળની સૂચના સુધી અટકાવી દીધી છે. કેનેડિયન સત્તાવાળાઓએ લવપ્રીત સિંહને દેશની બહાર મોકલવાની પ્રક્રિયા શરૂ કર્યા પછી 5 જૂને ટોરોન્ટોમાં વિરોધ શરૂ થયો હતો. લવપ્રીત સિંહ મૂળ પંજાબના SAS નગરના ચાતમાલા ગામનો રહેવાસી છે. અગાઉ કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) એ સિંહને 13 જૂન સુધીમાં દેશ છોડવાનો નિર્દેશ આપ્યો હતો.એક અહેવાલ અનુસાર કેનેડિયન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે લવપ્રીત સિંહ છ વર્ષ પહેલા સ્ટડી પરમિટ પર કેનેડામાં દાખલ થયો હતો તે ઓફર લેટર નકલી હતો. સિંહ એવા 700 ભારતીય વિદ્યાર્થીઓમાં સામેલ હતા જેમને કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા બનાવટી દસ્તાવેજો પર દેશનિકાલની નોટિસ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ કહ્યું કે કેનેડા સરકારે 700 ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલને રોકવાનો નિર્ણય લીધો છે. સાહની વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઈઝેશનના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પણ છે. તેમણે કહ્યું કે કેનેડા સરકારે તેમની વિનંતી બાદ અને ભારતીય હાઈ કમિશનની મદદથી આ નિર્ણય લીધો છે.

Relief for Indian students in Canada, no deportation, cheating by fake offer letter

લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં મોટી હિલચાલ માલૂમ પડી છે. થોડા સમય અગાઉ પાર્ટી પ્રેસિડન્ટનો હોદ્દો છોડવાનું એલાન કરનાર શરદ પવારે આજે ફરી બધાને ચોંકાવી મૂકે તેવા નિર્ણયની જાહેરાત કરી છે. શરદ પવારે પાર્ટી પ્રેસિડન્ટનો હોદ્દો તો છોડ્યો નથી પરંતુ પુત્રી સુપ્રિયા સુલેને પ્રમોટ કરી છે સાથે એક ગુજરાતીનું પણ કદ વધાર્યું છે. એનસીપીના 25મા જન્મદિવસના પ્રસંગે પાર્ટી સુપ્રીમો શરદ પવારે પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં છે જે લોકસભાની ચૂંટણી પહેલા એક મોટી હિલચાલ છે. શરદ પવાર પાર્ટી પ્રેસિડન્ટ તરીકે પોતે તો ખસ્યા નથી પરંતુ તેમણે પાછલા બારણેથી પુત્રીને કમાન સોંપવાનું શરુ કર્યું છે. તાજેતરમાં શરદ પવારે પાર્ટી ચીફનો હોદ્દો છોડવાની જાહેરાત કરી હતી. જોકે કાર્યકરોના રોષ અને આગેવાનોની સમજાવટ બાદ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે હાઈકમાન્ડે પાર્ટીમાં બે નવા કાર્યકારી પ્રમુખ બનાવીને આશ્ચર્યમાં મૂકી દીધા છે.એનસીપીના નવા ફેરફારમાં શરદ પવારના ભત્રિજા અજિત પવારને ખાસ કંઈ સ્થાન મળ્યું નથી. 

Sharad Pawar announces Praful Patel, Supriya Sule working presidents of NCP

સોનું સ્થિર રહે તેવી વસ્તુ નથી તેના ભાવમાં દરરોજ વધઘટ થતી રહેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ 60 હજાર રુપિયાની આસપાસ રહ્યાં હતા પરંતુ હવે તેના ભાવ 60,000થી નીચે આવ્યાં છે અને તેથી ગોલ્ડ નિષ્ણાંતો લોકોને સોનું ખરીદી લેવાની સલાહ આપી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સોનામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો અને તે અગાઉના મહિનામાં રૂ.61,800 સુધી પહોંચી ગયું હતું. જો કે હવે તેની કિંમતમાં 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. સોનાની કિંમતમાં ઘટાડો ડોલરની મજબૂતીના કારણે થયો છે. રિદ્ધિસિદ્ધિ બુલિયન્સ (આરએસબીએલ)ના એમડી પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે 13 જૂને યુએસ ફેડની બેઠક પૂર્વે સોનાના ભાવ 60,000ની નીચે છે. આવી સ્થિતિમાં ફેડની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અસર સોનાના ભાવ પર જોવા મળી શકે છે. એવી અટકળો છે કે ફેડ જૂનની બેઠકમાં વ્યાજ દર બંધ કરી શકે છે. યુએસ ફેડની બેઠકના પરિણામો સોનાના ભાવને અસર કરતા રેટમાં વધારા અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકે છે.

time to buy yellow metal after rs 2500 correction know the details and price

IND vs AUS WTC Final Day 4 : ભારતે ઓસ્ટ્રેલિયાએ આપેલા 444 ટાર્ગેટ સામે બીજી ઈનિંગની શરૂઆત કરતાં 3 વિકેટે 164 રન બનાવ્યા હતા, ટેસ્ટના બાદશાહ બનવા છેલ્લા દિવસે 280 રનની જરૂર

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ