બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Billions of US dollars are going into the hands of Hamas and Hezbollah every year

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ / હમાસ અને હિઝબુલ્લાહના હાથમાં દર વર્ષે જઇ રહ્યાં છે અમેરિકાના અબજો ડૉલર, કારણ UNની એક માત્ર ભૂલ, જાણો શું

Priyakant

Last Updated: 04:30 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War News: સંયુક્ત રાષ્ટ્ર હમાસ અને હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કરવામાં નિષ્ફળ રહ્યું અને હવે ......

  • હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધમાં આર્થિક ભંડોળની શું છે કહાની ? 
  • હમાસ અને હિઝબુલ્લા પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા?
  • શું અમેરિકન લોકોના ટેક્સના પૈસા હમાસ અને હિઝબુલ્લાહ સુધી સરળતાથી પહોંચ્યા ? 

Israel-Hamas War : હાલમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરે થઈ હતી જ્યારે પેલેસ્ટાઈનથી કાર્યરત હમાસે ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. તેણે 20 મિનિટમાં 5000 રોકેટ ફાયર કરવાનો દાવો કર્યો હતો. આ પછી હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં ઘૂસી ગયા હતા. તેઓએ ઘરો, રસ્તાઓ, દુકાનોથી લઈને પાર્ટીઓ અને ફંક્શન સુધી દરેક જગ્યાએ સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા. તેઓએ લોકોને જ્યાં જોયા ત્યાં ગોળી મારી. લગભગ 199 લોકોનું અપહરણ કરીને ગાઝા લઈ ગયા. આ બંધકોમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે. 

આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી અને હમાસને ખતમ કરવા ગાઝા પર હુમલા શરૂ કર્યા. જ્યારે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે લેબનોનથી કાર્યરત હિઝબુલ્લાએ પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો. તેના પર સીરિયાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ ત્રણ બાજુથી હુમલાનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત આરબ દેશો પણ તેને શાંત થવા માટે કહી રહ્યા છે. આવી સ્થિતિમાં એક નાના પરંતુ મજબૂત દેશને જોઈને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ કહ્યું છે કે, તેઓ ઈઝરાયેલની સાથે છે. સાથે જ તમામ દેશો યુદ્ધમાં પીડિત સામાન્ય પેલેસ્ટાઈનીઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

હમાસ અને હિઝબુલ્લા પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા?
આ બધાની વચ્ચે લોકોના મનમાં પહેલો સવાલ એ ઉઠ્યો કે, હમાસ અને હિઝબુલ્લા પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તેઓ હજુ પણ યુદ્ધમાં કેવી રીતે બચી રહ્યા છે? આનો એક જવાબ એ હતો કે ઈરાન તેમને સમર્થન આપી રહ્યું છે. પરંતુ બીજી એક માહિતી જે સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. સમાચાર એ છે કે, અમેરિકન લોકોના ટેક્સના પૈસા હમાસ અને હિઝબુલ્લાહ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે. તેની પાછળનું કારણ સંયુક્ત રાષ્ટ્ર છે. તે હમાસ અને હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કરવામાં નિષ્ફળ રહ્યું છે. એક મીડિયા હાઉસના અહેવાલમાં ટોચના સુરક્ષા નિષ્ણાતના હવાલાથી આ માહિતી ચેતવણી તરીકે આપવામાં આવી છે.  

એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ હમાસ અને હિઝબુલ્લાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત અથવા આતંકવાદી જૂથો તરીકે લેબલ કરવામાં આવ્યા નથી. જો કે, અલ કાયદા અને ISIS જેવા અન્ય જાણીતા આતંકવાદી સંગઠનોને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે તેમની વિદેશી સહાય મેળવવાની ક્ષમતા જતી રહે છે. રિપોર્ટમાં ફાઉન્ડેશન ફોર ધ ડિફેન્સ ઓફ ડેમોક્રેસીસના વરિષ્ઠ સલાહકાર રિચર્ડ ગોલ્ડબર્ગે જણાવ્યું હતું કે, યુએનમાં જતા અમેરિકન કરદાતાઓના ડોલર સીધા આતંકવાદીઓના હાથમાં જઈ રહ્યા છે. 

ગોલ્ડબર્ગનું કહેવું છે કે, હમાસે ઈઝરાયેલના આંતરિક ભાગમાં ઘૂસીને માસૂમ બાળકોના માથા કાપી નાખ્યા અને મહિલાઓ પર બળાત્કાર કર્યો. આ હોવા છતાં યુએન આ ઈરાન તરફી આતંકવાદી સંગઠનને 'કાયદેસર' માને છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે હમાસને કોઈપણ સમસ્યા વિના વિશ્વભરમાંથી સમર્થન મળી રહ્યું છે. યુએન પાસે UNRWA (યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન) છે જે પેલેસ્ટિનિયન શરણાર્થીઓના 'રાહત અને માનવ વિકાસ'ને સમર્થન આપવા માટે કામ કરે છે. એજન્સીને 2021માં યુએનના સભ્ય દેશો પાસેથી 15 મિલિયન ડોલર મળ્યા હતા. તેની વેબસાઈટમાં તેણે અમેરિકાને સૌથી વધુ દાન આપતો દેશ ગણાવ્યો છે. ગોલ્ડબર્ગે કહ્યું કે, એકલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળ દરમિયાન UNRWA ને $1 બિલિયન મળ્યા છે, જે ગાઝા પર તેના બજેટનો 38 ટકા ખર્ચ કરે છે.

આ સાથે તેમણે કહ્યું કે આનો અર્થ એ છે કે, બિડેન સત્તામાં આવ્યા પછી અને UNRWA ને ભંડોળ ફરી શરૂ કર્યા પછી યુએસએ હમાસને $ 380 મિલિયન આપ્યા છે. તે આગળ કહે છે, 'જો યુએન સિક્યુરિટી કાઉન્સિલ હમાસ અને હિઝબુલ્લાહને આતંકવાદી જૂથોની ઔપચારિક યાદીમાં સામેલ કરતું નથી, તો અમારે યુએનની તમામ સંસ્થાઓ પર પ્રતિબંધની માંગ કરવાની જરૂર છે જે તેમને સમૃદ્ધ અને પ્રોત્સાહિત કરે છે.  ગોલ્ડબર્ગે ઔપચારિક રીતે ટ્રમ્પ વહીવટમાં ઈરાની શસ્ત્રોનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના દાવેદાર અને યુએનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ પણ હમાસને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવાની વારંવાર માંગ કરી છે. યુએનની ટીકા કરતા તેમણે કહ્યું કે, હવે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું સરળ બની ગયું છે. હેલીએ કહ્યું હતું કે, 'આવા લોહીલુહાણ સંગઠનની નિંદા કરવી સરળ હોવી જોઈએ જે બાળકોની હત્યા કરી રહી છે, મહિલાઓ પર બળાત્કાર કરી રહી છે અને સમગ્ર પરિવારને બાળી રહી છે. આમ છતાં સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ હમાસને આતંકવાદી સંગઠન કહેવાનો ઈન્કાર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ