બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Bike Tips increase the average bike ride, then know these tips

તમારા કામનું / બાઇકની એવરેજ વધારવા માંગતા હોવ તો આ ટિપ્સ ખાસ જાણી લો, સાવ સસ્તી થઈ જશે સવારી

Megha

Last Updated: 04:19 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાઈકની માઈલેજ વધવા કે ઘટવાની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. એવામાં આ ટીપ્સ અપનાવવાથી માઈલેજ વધવાથી પેટ્રોલની બચત થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.

  • બાઈકની માઈલેજ વધવા કે ઘટવાની સીધી અસર ખિસ્સા પર પડે છે
  • થોડી એવી ટીપ્સ જેનાથી બાઈકની માઈલેજમાં ઘણો વધારો કરી શકો છો

ભારતમાં બાઇક ચાલકોની સંખ્યા ઘણી વધુ છે. દેશમાં કરોડો લોકો ટુ-વ્હીલર્સનો ઉપયોગ કરે છે. જો કે તેમાંથી વધુ પડતા લોકો બાઈક ચલાવતી વખતે માઈલેજથી જોડાયેલ સમસ્યાનો સામનો કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું હશે કે બાઈક વધુ માઈલેજ નથી આપી રહી. બાઈકની માઈલેજ વધવા કે ઘટવાની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. વર્તમાન સમયમાં જે તેજીથી પેટ્રોલની કિંમતમાં વધારો થાય છે એવામાં જો તમારી બાઈક માઈલેજ નથી આપી રહી તો એવી પરિસ્થિતિમાં તમારો ખર્ચો ઘણો વધી શકે છે. 

આજે અમે તમને થોડી એવી ટીપ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે તમારા બાઈકની માઈલેજમાં ઘણો વધારો કરી શકો છો. માઈલેજ વધવાથી પેટ્રોલની બચત થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. ચાલો જોઈએ કઈ છે એ ટીપ્સ.. 

બ્રેકનો ઉપયોગ ફૂટ રેસ્ટ માટે ન કરો 
લોકો ઘણી વખત તેની બાઈકની બ્રેકનો ઉપયોગ ફૂટ રેસ્ટ માટે કરે છે. જો તમે પણ એ જ ભૂલ કરતાં હોય તો આજે જ સુધારી લો. તેની સીધી અસર તમારી બાઇકની માઇલેજ પર પડે છે. વધુ માઈલેજ માટે તમારે તમારા બાઈકની પાછલી બ્રેકનો ઉપયોગ ફૂટ રેસ્ટ તરીકે ન કરવો જોઈએ. 

સમયાંતરે બાઈકની સર્વિસ કરાવતા રહો
તમારે સમયાંતરે તમારા બાઈકની સર્વિસ કરાવવી જોઈએ. સર્વિસ કરાવવાથી તમારી બાઈકની ચેન, એન્જિને બીજી ઘણી જગ્યાઓ પર ઓઈલિંગ થાય છે અને તેનો સીધો અસર તમારા બાઈકની માઇલેજ અને પર્ફોમન્સ પર પડે છે. 

બાઇક પર વધુ પડતો લોડ ન નાખો 
ઘણી વખત એવું બને છે કે બાઇક પર વધુ પડતો લોડ પડવાને કારણે તેની માઇલેજ ઓછી થઈ જાય છે. વધુ પડતાં લોડની સીધી અસર બાઈકના એન્જિન પર પડે છે અને તેને કારણે વધુ પેટ્રોલ વપરાય છે અને બાઈકની માઇલેજ ઘણી ઘટી જાય છે. 

સામાન્ય સ્પીડ પર બાઇક ચલાવો 
તમારે તમારી બાઇકને સામાન્ય સ્પીડ પર ચલાવી જોઈએ. બાઇકની સ્પીડ વધારવાને કારણે તેના ફ્યુલ ખર્ચામાં પણ વધારો થાય છે. એવામાં વધુ માઇલેજ મેળવવા માટે તમારે બાઈકની ગતિ સામાન્ય રાખવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ