બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bihar patna rcp singh joins bjp nalanda in 2024 lok sabha elections

આવકાર / લોકસભા ચૂંટણી પૂર્વે JDUને ઝટકો: આ દિગ્ગજ નેતાએ કર્યા કેસરિયા, એકસમયે હતા નીતિશકુમારના 'સંકટમોચક'

Kishor

Last Updated: 04:33 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે JDU ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી આરસીપીસિંહને ભાજપમાં આવકાર્યા હતા.

  • લોકસભાની ચૂંટણી પૂર્વે જ JDU ને મોટો ઝટકો લાગ્યો
  • JDU ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપીસિંહે કર્યા કેસરિયા 
  • ધર્મેન્દ્ર પ્રધાને બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આરસીપીસિંહનું ભાજપમાં કર્યું સ્વાગત 

લોકસભાની ચૂંટણી પૂર્વે જ JDU ને મોટો ઝટકો લાગ્યો છે. JDU ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી આરસીપી સિંહ હવે કેસરિયા રંગે રંગાયા છે. બીજેપી નેતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે બપોરના સમયે બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આરસીપીસિંહે ભાજપમાં સ્વાગત કર્યું હતું. કેસરિયા કરતાની સાથે જ તેઓના વાણી-વર્તનમાં બદલાવ જોવા મળ્યો હતો. દરમિયાન આરસીપીસિંહે નિવેદન આપી જણાવ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આભાર માનું છું. તેમને આ તક આપી. બાદમાં તેમણે નિતેશકુમાર પર આક્ષેપો કર્યા હતા. 

આરસીપીસિંહે કહ્યું હતું કે નિતેશબાબુ પીએમ હતા અને...

મહત્વનું છે કે એક આરસીપીસિંહ એક સમયના નીતિશકુમારના સંકટમોચક ગણાતા હતા. પરંતુ કેસરિયા કર્યા બાદ નીતિશકુમાર પર પ્રહાર કરતા, આરસીપીસિંહે કહ્યું કે નીતિશજી મુંબઈમાં મોટી મોટી વાતો કરે છે કે તેઓને C અક્ષર પ્રત્યે પ્રેમ છે સી અક્ષરનો મતલબ ખુરશી પણ થાય છે. હાલ તેઓ પ્રથમ ઓડિસ્સા બાદમાં ઝારખંડ અને હવે મુંબઈમાં ત્રણ દિવસમાં ત્રણ પ્રદેશમાં બિહારના વિકાસ મામલે જનમત લઈ રહ્યા છે. ત્યારે નિતેશબાબુ શું કરી રહ્યા છે? તેવા સવાલ ઉઠાવી આરસીપીસિંહે કહ્યું હતું કે નિતેશબાબુ પીએમ હતા અને રહેશે પી નો મતલબ પલટી અને એમનો મતલબ માર.

નીતિશકુમારના સામાજિક સમીકરણોને તોડવામાં સક્ષમ
ગત વર્ષે જ્યારે રાજ્યસભામાં આરસીપીસિંહને મોકલવામાં ન આવતા ત્યારબાદ તેઓએ કેબિનેટમાંથી હટવું પડ્યું હતું અને આરસીપી લાંબા સમયથી કોઈ પાર્ટી સાથે જોડાયેલા ન હતા. આ સમયગાળા દરમિયાન આજે તેઓએ સત્તાવાર રીતે ભાજપ જોઈન્ટ કરી લીધું છે. ત્યારે હવે એવી ચર્ચા ચાલી રહી છે કે આગામી લોકસભાની ચૂંટણી નીતિશકુમારનો જિલ્લો અને આરસીપીસિંહ નું હોમ ગણાતા નાલંદા લોકસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે છે. વધુમાં નીતિશકુમારના સામાજિક સમીકરણોને તોડવામાં આરસીપીસિંહ સફળ જાય તેવું ભાજપ માને છે. કારણકે આરસીપીસિંહ પોતે કુર્મી સમુદાયમાંથી આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ