બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Bihar CM Nitish Kumar met Mamta banerjee in Kolkata for Opposition Unity

વિપક્ષી ગઠબંધન / 2024ની લોકસભાની ચૂંટણીમાં મોટું થવાના એંધાણ, નીતિશ-તેજસ્વી મમતા મળ્યાં, મીટિંગ બાદ બન્ને બોલ્યાં

Vaidehi

Last Updated: 05:28 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે ' ભારતનાં વિકાસ માટે કંઈ જ નથી કરવામાં આવ્યું, શાસન કરનારાઓને માત્ર પ્રચાર કરવામાં જ રસ છે.'

  • ચૂંટણી પહેલા વિપક્ષીદળો એક થવા કરી રહ્યાં છે પ્રયાસ
  • બિહાર CM નીતીશ કુમાર પહોંચ્યાં મમતા દીદીને દ્વાર
  • બેઠકમાં વિપક્ષી ગઠબંધન અંગે કરવામાં આવી ચર્ચા

લોકસભાની ચૂંટણી પહેલા તમામ વિપક્ષીદળોને એક કરવામાં લાગેલા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે કોલકત્તામાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. બિહારનાં ડેપ્યૂટી CM તેજસ્વી યાદવ પણ આ બેઠકમાં જોડાયા હતાં.

મમતા બેનર્જીએ આપ્યો સકારાત્મક જવાબ
આ બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે મેં નીતીશજીને વિનંતી કરી છે કે જયપ્રકાશજીનું આંદોલન બિહારમાં થયું હતું તો આપણે પણ બિહારમાં ઓલ પાર્ટી મીટિંગ કરીએ. અમને એક સંદેશો આપવો છે કે આપણે સૌ એક સાથે છીએ.તેમણે કહ્યું કે જો વિઝન અને મિશન સાફ છે તો આપણે સાથે લડશું એ નિશ્ચિત છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે મને આ બાબતથી કોઈ વાંધો નથી. ભાજપ ઘણી મોટી હીરો બની ગઈ છે અને હવે તેને ઝીરો બનાવવું છે. આપણે સાથે આગળ વધશું. આપણો કોઈ વ્યક્તિગત અહંકાર નથી, આપણે સૌ એકસાથે આ કરવા ઈચ્છીએ છીએ.

નીતીશ કુમારે શું કહ્યું?
બિહારનાં CM નીતીશ કુમારે કહ્યું કે જે સત્તામાં છે તે માત્ર પોતાની ચર્ચા કરે છે બીજું કંઈ જ નહીં. આ આઝાદીની લડત છે આપણે એલર્ટ રહેવાનું છે. આ લોકો ઈતિહાસ બદલી રહ્યાં છે. હવે ખબર નહીં કે આ (ભાજપ) ઈતિહાસ બદલશે કે શું કરશે.. સૌએ સાવચેત રહેવાનું છે તેથી જ અમે બધાંની સાથે વાતચીત કરી રહ્યાં છીએ. અમારી વચ્ચે ઘણી સારી ચર્ચા થઈ છે. જરૂરિયાત અનુસાર અમે ભવિષ્યમાં અન્ય પાર્ટીઓને સાથે લાવીને આ અંગે ચર્ચા કરશું. મમતાજી સાથે આ વિષયે ઘણી સકારાત્મક વાતચીત થઈ છે.

'ચૂંટણીમાં તમામ દળો એકસાથે આવવા જોઈએ'
લોકસભા 2024ની ચૂંટણીને લઈને નીતીશ કુમારે કહ્યું કે વિપક્ષી દળોએ એકસાથે બેસીને રણનીતિ તૈયાર કરવાની આવશ્યકતા છે. આવતી લોકસભા ચૂંટણીમાં તમામ દળો એકસાથે આવવા જોઈએ. આગળ જે પણ થશે તે દેશહિત માટે કરવામાં આવશે.  જે લોકો અત્યારે શાસનમાં છે તેમની પાસે કરવા માટે કંઈ જ નથી. તે માત્ર પોતાનો પ્રચાર કરી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ