બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Bihar: Chirag Paswan to return to NDA! Nityananda came to meet Rai, will he also get a place in the Modi cabinet?

રાજકીય હલચલ / મોદી કેબિનેટમાં આ યુવા નેતાને મંત્રી બનાવાય તેવી શક્યતાઓ વધી: ગઠબંધન લગભગ પાક્કું થઈ ગયું

Pravin Joshi

Last Updated: 02:38 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રવિવારે LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જમુઈના સાંસદ ચિરાગ પાસવાન સાથે પટનામાં તેમના એસકેપુરી નિવાસસ્થાને મુલાકાત કરી. આ બેઠક બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.

  • નિત્યાનંદ રાયે ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી
  • બેઠક બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ 
  • LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન ફરી NDA માં જોડાશે 
  • ચિરાગ પાસવાન મોદી કેબિનેટમાં સામેલ થાય તેવી શક્યતા


એકબાજુ લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તો બીજી તરફ વિવિધ પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન થવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રવિવારે LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જમુઈના સાંસદ ચિરાગ પાસવાન સાથે પટનામાં તેમના એસકેપુરી નિવાસસ્થાને મુલાકાત કરી. આ બેઠક બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજકીય જાણકારોના મતે આ બેઠક દરમિયાન ચિરાગ પાસવાનના NDAમાં જોડાવાની તારીખ નક્કી કરવામાં આવી હશે. આ સાથે જ ચિરાગ પાસવાન મોદી કેબિનેટમાં સામેલ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે નિત્યાનંદ રાયે આ મીટિંગ વિશે કહ્યું હતું કે ચિરાગ પાસવાનનું ઘર અમારું જૂનું ઘર છે. અહીં અમારો જૂનો સંબંધ છે અને હંમેશા રહેશે.

 

મહાગઠબંધન વડાપ્રધાનના કામથી ડરે છે

નિત્યાનંદ રાયે કહ્યું કે ભાજપ અને રામવિલાસે પોતાની સેવાથી દેશને ખુશ રાખવાનું કામ કર્યું છે. ચિરાગ સાથેની અમારી વાત ક્યારેય બગડી ન હતી કે બનવાની વાત ઉભી થઈ રહી છે. વાસ્તવમાં મહાગઠબંધન વડાપ્રધાનના કામથી ડરે છે. મહાગઠબંધનમાં નર્વસનેસના કારણે પરસ્પર તકરાર થઈ રહી છે. વિપક્ષી નેતાઓ એક થવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, દેશની જનતા પહેલાથી જ વડાપ્રધાન માટે એક થઈ ગઈ છે.

ભ્રષ્ટાચારી ગુનાખોરીને પ્રોત્સાહન આપનારને જનતા પસંદ નથી કરતી

લાલુ યાદવના પડકાર અંગે નિત્યાનંદ રાયે કહ્યું કે લોકશાહીમાં જનતાની શક્તિ હોય છે. ભ્રષ્ટાચારી ગુનાખોરીને પ્રોત્સાહન આપનારને જનતા પસંદ નથી કરતી. વિરોધ પક્ષ માત્ર ભ્રષ્ટાચાર માટે એકજૂટ છે, જનતા માટે એકતા નથી. બીજી તરફ તેજસ્વી યાદવની ચાર્જશીટ પર નિત્યાનંદ રાયે કહ્યું કે જો ભ્રષ્ટાચારના ગુના કરનારાઓ સામે કાયદો કાર્યવાહી કરી રહ્યો હોય તો તેમાં ખોટું શું છે. 

બિહારમાં જંગલરાજનું વાતાવરણ 

તેમણે કહ્યું કે બિહારમાં જંગલરાજનું વાતાવરણ છે. બિહારમાં ગુનાખોરીની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. 10 મહિનાની સરકારમાં 5000 થી વધુ ગુનાહિત ઘટનાઓ બની છે. બિહારમાં સુશાસનની વાતો થાય છે, શું આ છે સુશાસનનું રહસ્ય. નિતીશજી તેજસ્વી વિશે જે પણ વિચારે છે, બિહારના લોકોએ તેમના વિશે વિચાર્યું છે. નીતિશ કુમારને ફરી સત્તામાં લાવવાના નથી, લોકો મન બનાવીને જ વોટ આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ