બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Big screen flops, yet these 5 films rocked OTT, saw Salman's dominance

મનોરંજન / મોટા પડદા પર ફ્લૉપ, છતાંય OTT પર આ 5 ફિલ્મોએ ધમાલ મચાવી, સલમાનનો દબદબો જોવા મળ્યો

Megha

Last Updated: 10:52 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OTT પર અત્યાર સુધી આવી ઘણી ફિલ્મો આવી છે, જે થિયેટરોમાં ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ OTT પર આવતાની સાથે જ હિટ થઈ ગઈ હતી. આજે અમે તે 5 ફિલ્મો વિશે વાત કરવાના છીએ.

  • થિયેટરોમાં ફ્લોપ પણ OTT પર આવતાની સાથે જ હિટ થઈ આ ફિલ્મો 
  • આ ફિલ્મો OTT પર રિલીઝ થતાંની સાથે જ ટોપ ટ્રેન્ડ કરવા લાગી હતી

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી, એવામાં જો થોડી ફિલ્મો છોડી દઈએ તો અન્ય તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. વાત એમ છે કે હવે જ્યારે આ ફ્લોપ ફિલ્મો OTT પર રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે દર્શકોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. આજે અમે તમને એ  ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે OTT પર રિલીઝ થતાંની સાથે જ ટોપ ટ્રેન્ડ કરવા લાગી હતી. 

થિયેટરોમાં ફ્લોપ પણ OTT પર આવતાની સાથે જ હિટ
એ વાત તો જાણીતી છે કે આજના સમયમાં OTT પ્લેટફોર્મ મનોરંજનનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે, જ્યાં લોકોને વેબ સિરીઝ તેમજ નવી ફિલ્મો જોવાની ઘણી તક મળે છે. જ્યારે કોઈ પણ નવી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય છે, તો થોડા સમય પછી તે OTT પર પણ આવે છે.  OTT પર અત્યાર સુધી આવી ઘણી ફિલ્મો આવી છે, જે થિયેટરોમાં ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ OTT પર આવતાની સાથે જ હિટ થઈ ગઈ હતી. આજે અમે તે 5 ફિલ્મો વિશે વાત કરવાના છીએ.

કિસી કા ભાઈ કિસી કી જાન (Kisi Ka Bhai Kisi Ki Jaan)-
 આ વર્ષે 21 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ જ્યારથી ફિલ્મ Zee5 પર રિલીઝ થઈ છે ત્યારથી જ OTT પર ટોપ ટ્રેન્ડ કરી રહી છે. મીડિયા અનુસાર આ ફિલ્મ હાલમાં OTT પર છવાયેલી છે અને OTT પર યુઝર્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સલમાન ઉપરાંત પૂજા હેગડે, વેંકટેશ અને જગપતિ બાબુ પણ મહત્વના રોલમાં છે.

શેહઝાદા (Shehzada)-
આ વર્ષે 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી કાર્તિક આર્યનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી ન હતી પરંતુ આ ફિલ્મ OTT પર આવતાની સાથે જ ઘણી છવાઈ ગઈ હતી. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત કૃતિ સેનન, પરેશ રાવલ અને મનીષા કોઈરાલા પણ મહત્વના રોલમાં હતા.

સેલ્ફી (Selfiee) -
અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની આ ફિલ્મ આ વર્ષે 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી પણ રિલીઝની સાથે જ આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પણ જ્યારે આ ફિલ્મ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી, ત્યારે તે OTT પર છવાઈ ગઈ હતી. આ ફિલ્મને OTT પર યુઝર્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. અક્ષય અને ઈમરાનની સાથે ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

ગુમરાહ (Gumraah) - 
આદિત્ય રોય કપૂર, મૃણાલ ઠાકુર અને રોનિત રોય અભિનીત આ ફિલ્મ આ વર્ષે 7 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ જ્યારે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ત્યારે ઓટીટીને હિટ થઈ ગઈ. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી.

કુત્તે (Kuttey) - 
અર્જુન કપૂર, તબ્બુ, નસીરુદ્દીન શાહ, રાધિકા મદન, કોંકણા સેન શર્મા, કુમુદ મિશ્રા અને શાર્દુલ ભારદ્વાજ અભિનીત ફિલ્મ આ વર્ષે 13 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કઈં ખાસ કમાલ બતાવી શકી નહતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ Netflix પર રિલીઝ થતાની સાથે જ ફિલ્મ OTT પર લોકપ્રિય થઈ ગઈ હતી. યુઝર્સે OTT પર આ ફિલ્મ પર તેમના પ્રેમની પ્રશંસા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ