બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Big RSS meeting in Ahmedabad: Sarkaryawah Dattatreyaji gave a statement about the incident of Jai Shri Ram in Vapi's school

અમદાવાદ / RSSની મોટી બેઠક:  સરકાર્યવાહ દત્તાત્રેયજીએ વાપીની સ્કૂલમાં જય શ્રી રામની ઘટના અંગે આપ્યું નિવેદન

Vishnu

Last Updated: 04:46 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં RSSની બેઠકના છેલ્લા દિવસે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

  • સંઘની ગુજરાતમાં બેઠક
  • સંઘના સરકાર્યવાહનું નિવેદન
  • ચૂંટણીમાં લોકોની ભૂમિકા

અમદાવાદ ખાતે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઇ હતી. પીરાણા આશ્રમ ખાતે 11મીથી 13 માર્ચ એમ ત્રિદિવસીય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં RSSના સર સંઘચાલક મોહન ભાગવત સહિત દત્તાત્રેય હૉસબોલે અને અખિલ ભારતીય કાર્યકારિણી મંડળ ઉપસ્થિત રહ્યું હતું. 5 રાજ્યની ચૂંટણીના પરિણામ બાદ અમદાવાદના પીરાણા આશ્રમમાં આ બેઠક રાખવામાં આવી હતી તેથી આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને વિશેષ હતી. ત્યારે આજે બેઠક પૂર્ણ થયા બાદ સંઘના સહકાર્યવાહ દત્તાત્રેય હૉસબોલેએ બેઠકમાં થયેલા મંથન અને RSSની આગામી રણનીતિની વ્યૂહરચના પત્રકાર પરિષદ કરી લોકો સમક્ષ મૂકી હતી.રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

 એક ખાસ કોમ સરકારી તંત્રમાં ઘૂસવાનો પ્લાન બનાવી રહી છે: RSSનો રિપોર્ટ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું હતું કે એક ખાસ કોમ સરકારી તંત્રમાં ઘૂસવાનો પ્લાન બનાવી રહી છે. બીજી તરફ દેશ અને સંવિધાન અને ધાર્મિક આઝાદીના નામ પર કટ્ટરતા વધી રહી છે. આ આ વાત RSSએ શનિવાર 12 માર્ચ 2022માં તેના વર્ષના રિપોર્ટમાં મૂકી છે. જે પ્રમાણે ''સંવિધાન અને ધાર્મિક સ્વતંત્રતાની આડમાં દેશમાં વધતી ધાર્મિક કટ્ટરતા અને એક ખાસ સમુદાયની સરકારી તંત્રમાં એન્ટ્રી કરવાની વિસ્તૃત યોજના છે. આ ખતરાને હરાવવા સંગઠિત તાકાત સાથે તમામ સંભવ પ્રયાસ કરવાની અપીલ કરવામાં આવી છે. સંઘનો વાર્ષિક રિપોર્ટ અમદાવાદ શહેરમાં RSSની ત્રિદિવસીય બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.

 મોદીની જીત પર લોકોની ભૂમિકા છે RSSની નહિ: સહકાર્યવાહ દત્તાત્રેય હૉસબોલે
ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં  RSSના રોલને લઈ નિવેદન આપતા  સહકાર્યવાહ દત્તાત્રેય હૉસબોલેએ કહ્યું હતું કે અમે ચૂંટણી માટે ભૂમિકા નક્કી નથી કરતા, RSS લોકો માટે ભૂમિકા નક્કી કરે છે. 
ચૂંટણીમાં લોકોએ મત આપવા સામે આવવું જોઈએ જેથી લોકોતંત્રને વધુ મજબૂત શકાય. ચૂંટણી માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઇએ અને લોકો સામે પગલે આવીને ભાગ લે એ જરૂરી છે કારણ કે ચૂંટણી દેશ માટે મોટો ગર્વ છે.પીએમ મોદીની જીત પર લોકોની ભૂમિકા છે RSSની નથી. 

સંગઠનને મજબૂત કરવા વિચારણા થઈ
અમદાવાદમાં RSSની બેઠકનો આજે અંતિમ દિવસ હતો. RSSના સહ કાર્યવાહ દત્તાત્રેયજીએ કહ્યું હતું કે દેશભરના કાર્યકરો બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આજે 1250 કાર્યકરો અને 36 વધુ  RSS પાંખના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંઘનું શતાબ્દી વર્ષ 2025માં છે જે નજીક છે. એક લક્ષ્ય બનાવી અમે આગળ વધીએ છીએ, સમાજમાં એકતા વધવી જોઇએ એ અમારો લક્ષ્ય છે. તેમજ અનેક યુવાઓ અમારી સાથે જોડાય છે અને વધુ જોડાય તે માટે આગળના કાર્યક્રમોને લઈને પણ ત્રિદિવસિય બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી આપી હતી. અંગ્રેજોના જમાનાથી ખોટી વિચારણા ચાલતી હતી તે બદલવી જોઇએ જેથી જ હાલ સામાજિક પરિવર્તન માટે સંઘ સેવકો કામ કરે છે. 

'જય શ્રીરામ એક અભિવાદનની પદ્ધતિ'
વાપીની સ્કૂલમા જયશ્રી રામ બોલવાનો મામલે પણ RSSના સહ કાર્યવાહ દત્તાત્રેયજીએ નિવેદન આપ્યું હતું કે જય શ્રીરામ એક અભિવાદનની પદ્ધતિ છે. સ્વતંત્રતા બધાને છે માટે પરંપરા વિરુદ્ધ કઈ થાય તો સમાજ ન ચલાવી લે. મહત્વનું છે કે વાપીની ખ્રિસ્તી મિશનરી સંચાલિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 'જય શ્રી રામ' બોલતા શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની વાલીઓને ધમકી આપી માફીનામુ લખાવતા વિવાદ બિચક્યો છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ