બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Big relief to banks so far, recovery of 1.32 lakh crore bad loans in 5 years

આર્થિક / બેન્કોને થઈ અત્યાર સુધીની મોટી રાહત, વસૂલી 1.32 લાખ કરોડની બેડ લોન, હજુ આટલી બાકી

Hiralal

Last Updated: 03:59 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં બેન્કોએ 1.32 લાખ કરોડની બેડ લોનની રિકવરી કરી છે.

  • બેન્ક માટે રાહતના સમાચાર
  • પાંચ વર્ષમાં 1.32 લાખ કરોડની બેડ લોનની રિકવરી 
  • આરબીઆઈએ માહિતી આપી

દેશની બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં ધિરાણકર્તાઓ પાસેથી લગભગ 10 લાખ કરોડ રૂપિયાની બેડ લોન વસૂલ કરી છે. આનાથી બેંકોને મોટી રાહત મળી છે. પરંતુ બેંકો અત્યાર સુધી આપવામાં આવેલી લોનના માત્ર 13 ટકા જ વસૂલી શકી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાઇટ ઓફમાં બેન્કોની નોન પર્ફોર્મિંગ એસેટ્સમાં રૂ.10,09,510 કરોડ (123.86 અબજ ડોલર)નો ઘટાડો થયો છે. ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના જવાબમાં આ માહિતી સામે આવી છે. 

1.32 લાખ કરોડની થઈ બેડ લોન રિકવરી
બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં 1,32,036 કરોડ રૂપિયાની બેડ લોન વસૂલ કરી છે. બેંકો ત્રણ મહિનાથી વધુ સમય (90 દિવસ) માટે નોન-પરફોર્મિંગ લોન તરીકે ન ચૂકવાયેલી લોનની જાહેરાત કરે છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં રાઇટ ઓફને કારણે નોન પર્ફોર્મિંગ એસેટ્સમાં 13,22,309 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આરબીઆઈએ પોતાના આરટીઆઈ જવાબમાં કહ્યું કે, આ ડેટા બેંકો દ્વારા આપવામાં આવ્યો છે. મોટાભાગની લોન જાહેર ક્ષેત્રની બેંકો મારફતે રાઇટ ઓફ કરવામાં આવી હતી. 7,34,738 કરોડની લોન માફ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન આરબીઆઈએ સૌથી વધુ લોન રાઇટ ઓફ કરનારી બેંકોના નામ આપ્યા નથી. આરબીઆઈએ જવાબ આપ્યો કે તેમની પાસે આ માહિતી નથી.

વ્યક્તિગત વિગતો જાહેર ન કરાઈ 
બેંકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં નાની-મોટી ઘણી લોન માફ કરી દીધી છે, પરંતુ બેંકોએ ક્યારેય આ લોન લેનારાઓની વ્યક્તિગત વિગતો જાહેર કરી નથી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કિસ્સામાં છેલ્લાં પાંચ વર્ષમાં રાઇટ-ઑફને કારણે નોન પર્ફોર્મિંગ એસેટ્સ 2,04,486 કરોડ રૂપિયા, પંજાબ નેશનલ બેન્ક 67,214 કરોડ રૂપિયા અને બેન્ક ઓફ બરોડાની 66,711 કરોડ રૂપિયા છે.

જાણો શું છે નોન પરફોર્મિંગ એસેટ્સ?
નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બેન્કોની એવી લોન છે જેની રિકવરી થઈ શકતી નથી અથવા તો અશક્ય છે. બેંક પોતાના ગ્રાહકોને લોન આપે છે, તે પોતાના ખાતામાં અસ્કયામત તરીકે નોંધે છે, પરંતુ જો કોઈ કારણસર બેંકને ડર હોય કે ગ્રાહક આ લોન ભરપાઈ નહીં કરી શકે તો આવી પ્રોપર્ટીને નોન પર્ફોર્મિંગ એસેટ્સ કહેવામાં આવે છે. તે કોઈપણ બેંકની આર્થિક સ્થિતિનું માપ છે. જો તેમાં વધારો થાય તો તે બેન્ક માટે ચિંતાનો વિષય બની જાય છે. નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) કોઈ પણ અર્થતંત્ર માટે બોજારૂપ છે. તેઓ દેશની બેન્કિંગ સિસ્ટમને બીમાર બનાવે છે.

ખરાબ લોનથી બેંકોના ડિવિડન્ડમાં ઘટાડો
નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બેડ લોન અને ખરાબ સંપત્તિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.  નોન પર્ફોર્મિંગ એસેટ્સ બેડ લોન અને ખરાબ એસેટ્સથી બનેલી હોય છે. બેડ લોનથી બેંકોના ડિવિડન્ડમાં ઘટાડો થાય છે, જેના કારણે બેન્કને લોન આપવામાં મુશ્કેલી પડે છે. જ્યારે બેન્કો માટે ધિરાણ આપવું મુશ્કેલ બની જાય છે, ત્યારે રોકાણ ઘટવા લાગે છે અને જ્યારે રોકાણ ઘટવા લાગે છે, ત્યારે અર્થતંત્રના વિકાસ દર પર પ્રતિકૂળ અસર પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ