બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big relief from Gujarat government to residents of Bharuch, Narmada and Vadodara: Government announced relief package

BIG NEWS / ભરૂચ, નર્મદા અને વડોદરાવાસીઓને ગુજરાત સરકાર તરફથી મોટી રાહત: જાહેર કર્યું રાહત પેકેજ, મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય

Priyakant

Last Updated: 12:32 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Agriculture Relief Package News: SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું, 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે

  • રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું 
  • ભરૂચ, નર્મદા અને વડોદરા માટે રાહત પેકેજ જાહેર
  • SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર
  • 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે
  • હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે

Agriculture Relief Package : ગુજરાતમાં તાજેતરમાં આવેલ વરસાદ બાદ ખેડુતોને કૃષિપાકમાં ભારે નુકશાન થયું હતું. આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ભરૂચ, નર્મદા અને વડોદરા માટે SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે. 

રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિગતો મુજબ વરસાદને કારણે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ રાજ્ય ખેડુતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. જોકે હવે રાજ્ય સરકારે આજે કૃષિ સહાય જાહેર કરી છે. જે મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે. ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરમાં સહાય મળશે. આ સાથે બાગાયતી પાકોમાં મહત્તમ 1.25 લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે. 

સર્વે શરૂ બાદમાં ચૂકવાશે સહાય 
આ તરફ હવે સરકારે સર્વે શરૂ કર્યો છે ત્યાર બાદ સહાય ચૂકવાશે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર SDRFના હેક્ટરદીઠ રૂ.8500 વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અને રૂ.17 થી રૂ.25 હજારની વધારાની સહાય ચૂકવાશે. જેને માટે હવે ખેડુતોએ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ તરફ નર્મદાના પાણીથી બાગાયતી પાકને નુકસાન પણ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ