બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Big news for the fans, KL Rahul is going to make a comeback to Team India

ક્રિકેટ / ફેન્સ માટે મોટા સમાચાર, ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ઈજાગ્રસ્ત ખેલાડી ટીમ ઈન્ડિયામાં કરવા જઈ રહ્યો છે વાપસી

Megha

Last Updated: 10:06 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલ ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

  • ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે
  • WTC બાદ ભારતીય ટીમે એશિયા કપમાં રમવાનું છે
  • કેએલ રાહુલ કરી રહ્યો છે તૈયારીઓ 

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેની જાંઘનું ઓપરેશન સફળ રહ્યું છે. હવે તેણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. WTC બાદ ભારતીય ટીમે વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપમાં રમવાનું છે અને તેમાં કેએલ રાહુલ એશિયા કપમાં વાપસી કરી શકે છે. 

કેએલ રાહુલ કરી રહ્યો છે તૈયારીઓ 
ભારતીય ટીમના ડેશિંગ બેટ્સમેન લોકેશ રાહુલ જાંઘની સર્જરી બાદ રિહેબિલિટેશન માટે નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યા છે. જણાવી દઈએ કે લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહેલા રાહુલને IPL 2023 દરમિયાન ઈજા થઈ હતી. આ પછી તેને જાંઘની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. રાહુલનું યુકેમાં સફળ ઓપરેશન થયું હતું અને તેણે 'હોમ' ટ્વીટ સાથે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર NCAની તસવીરો પોસ્ટ કરી હતી. 

કેએલ રાહુલને કઈ ઈજા થઈ હતી?
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં સ્ટેન્ડ ઇન કેપ્ટન કૃણાલ પંડ્યાએ ખુલાસો કર્યો છે કે કેએલ રાહુલને કઈ ઈજા થઈ છે. આ વિશે વાત કરતાં કૃણાલે કહ્યું, "તે ખૂબ જ દુઃખની વાત છે કે તેને હિપ-ફ્લેક્સર સ્ટ્રેન છે.'' નોંધનીય છે કે કેએલ રાહુલ બાઉન્ડ્રી રોકવા માટે ઝડપી ગતિએ દોડી રહ્યો હતો.આ દરમિયાન તે ઈજાનો શિકાર બન્યો હતો.તેણે તેના જમણા પગની જાંઘ પકડી લીધી હતી.ચાલુ મેચે રાહુલને આ ઇજા બાદ ફિઝિયો મેદાનમાં આવ્યો અને સારવાર અપાઈ પણ કોઈ ફાયદો થયો નહીં. આવી સ્થિતિમાં તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

ત્રણ ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે કેએલ રાહુલ
મિડલ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ કરવા ઉપરાંત કેએલ રાહુલ ODI ટીમમાં વિકેટકીપરની જવાબદારી પણ સંભાળી રહ્યો છે. કારણ કે ભારતીય ટીમના નિયમિત વિકેટકીપર રિષભ પંતને ગયા વર્ષે કાર અકસ્માતમાં ઈજા થઈ હતી અને તે તેમાંથી સાજો થઈ રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલે ઘણી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ સંભાળી હતી. આ સાથે જ જણાવી દઈએ કે કેએલ રાહુલ ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે અને ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. રાહુલે ભારત માટે 47 ટેસ્ટ મેચમાં 2642 રન, 54 વનડેમાં 1986 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 72 ટી20 મેચમાં ત્રણેય ફોર્મેટમાં કુલ 14 સદીની મદદથી 2265 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ