બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / BIG NEWS: Car plunges into water-filled pit in Bihar, 9 killed, 2 rescued

દર્દનાક દુર્ઘટના / BIG NEWS : બિહારમાં પાણી ભરેલા ખાડામાં કાર ખાબકી, 9 લોકોના મોત, 2 લોકોને જીવતા કઢાયા

Hiralal

Last Updated: 10:57 AM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પૂર્ણિયામાં થયેલા એક ગંભીર રોડ એક્સિડન્ટમાં 9 લોકોના મોત થયા છે તથા 2 લોકો ઘાયલ થયા છે.

  • બિહારના પૂર્ણિયામાં દર્દનાક અકસ્માત 
  • પાણી ભરેલા ખાડામાં કાર ખાબકી
  • 9 લોકોના મોત, 2 ઘાયલ
  • લોકો તિલક વિધિ પૂરી કરીને ઘેર આવી રહ્યાં હતા ત્યારે બની ઘટના

બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક સ્કોર્પિયો પાણી ભરેલા ખાડામાં પડી જતાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના પૂર્ણિયા જિલ્લાના બૈસી તાલુકાના અનગઢ ઓપીમાં કાંજિયા મિડલ સ્કૂલ નજીક બની હતી. આ ઘટના અંગે બૈસી એસડીએમ કુમારી તૌસીએ જણાવ્યું હતું કે તમામ પીડિતો તિલક વિધિ પૂરી કરીને રાત્રે જ કિશનગંજ જિલ્લાના નૂનીયા ગામના ખાપદા તારાબારીથી તેમના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

લોકો તિલક વિધિ પતાવીને ઘેર આવી રહ્યાં હતા ત્યારે બની દુર્ઘટના

દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો તિલક વિધિ પતાવીને ઘેર આવી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના બની હતી જેમાં નવ લોકોના મોત થયા હતા. 

નવ લોકોના મૃતદેહો મળ્યાં 

10  લોકોથી ભરેલી એક સ્કોર્પિયો ખાડામાં પડી ગઈ, જેમાંથી અત્યાર સુધીમાં નવ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલવાની કવાયત ચાલી રહી છે. કાંજિયાના વડા સમરેન્દ્ર ઘોષે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 2:00 થી 2:30 વાગ્યાની વચ્ચે બની હતી. અચાનક સ્કોર્પિયો કાર પાણી ભરેલા ખાડામાં પડી ગઈ. તીવ્ર વળાંક અને સ્કોર્પિયો અનિયંત્રિત હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

2 લોકોને પાણીમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યાં

જેવી કાર પાણી ભરેલા ખાડામાં પડી કે તરત આઠ લોકોના તત્કાળ મોત થયા હતા જ્યારે 2 લોકો નસીબદાર નીકળ્યાં હતા અને તેમનું રેસ્કૂયુ કરાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ