બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Big decision of Allahabad High Court, UP Madrasa Board law unconstitutional

આદેશ / બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004 ગેરબંધારણીય- અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ફેંસલો

Priyakant

Last Updated: 01:49 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Allahabad High Court Latest News: હાઈકોર્ટે કહ્યું આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ, કોર્ટે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને બેઝિક એજ્યુકેશન સિસ્ટમમાં એડજસ્ટ કરવાની વાત પણ કરી

Allahabad High Court : અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોર્ટે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને બેઝિક એજ્યુકેશન સિસ્ટમમાં એડજસ્ટ કરવાની વાત પણ કરી છે. અરજદાર અંશુમાનસિંહ રાઠોડે પિટિશન દાખલ કરીને એક્ટને પડકાર્યો હતો. જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો.

રજિસ્ટ્રાર મદરેસા એજ્યુકેશન બોર્ડ પ્રિયંકા અવસ્થીએ કહ્યું કે, વિગતવાર આદેશની રાહ જોવાઈ રહી છે. આદેશ આવ્યા બાદ સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થશે. આ પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે યુપી મદરેસા બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તે હવે વિગતવાર ઓર્ડર જોશે. ઓર્ડરનો અભ્યાસ કરવા વકીલોની ટીમ બનાવશે. બે લાખ બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ છે. રોજગાર પણ છીનવાઈ જશે. આ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી શકે છે.

અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય અંશુમાન સિંહ રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર આવ્યો છે. જેમાં યુપી મદરેસા બોર્ડની સત્તાઓને પડકારવામાં આવી હતી. ભારત સરકાર અને રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત લઘુમતી કલ્યાણ વિભાગો દ્વારા મદરેસાના સંચાલન સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ નિર્ણય રાજ્ય સરકારે રાજ્યમાં ઇસ્લામિક શિક્ષણ સંસ્થાઓનો સર્વે કરવાનો નિર્ણય લીધાના મહિનાઓ બાદ આવ્યો છે. તેમણે ઓક્ટોબર 2023માં વિદેશમાંથી મદરેસા ફંડિંગની તપાસ કરવા માટે SITની પણ રચના કરી હતી. તપાસ રિપોર્ટમાં 13 હજારથી વધુ મદરેસાઓ સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. તેમજ નેપાળ બોર્ડર પર મદરેસાઓ પર કડકાઈ વધારી દેવામાં આવી હતી.  

15 હજારથી વધુ મદરેસાઓ પર સંકટ
અલ્હાબાદના આ નિર્ણયને કારણે રાજ્યભરમાં મદરેસાઓનું અસ્તિત્વ ખતરામાં છે. યુપી મદરેસા બોર્ડની લગભગ 15200 મદરેસાઓને અસર થશે. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંકટ વધુ ઘેરી બની શકે છે. જોકે મદરેસા બોર્ડ નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. હાઈકોર્ટે ઓક્ટોબર 2019માં મદરેસા બોર્ડની કામગીરી અને માળખાને લગતા કેટલાક પ્રશ્નોને મોટી બેંચને મોકલ્યા હતા. જે પ્રશ્નો લાર્જર બેન્ચને મોકલવામાં આવ્યા હતા. શું બોર્ડનો હેતુ માત્ર ધાર્મિક શિક્ષણ આપવાનો છે? 

વધુ વાંચો: 'કર્મોનું ફળ' કેજરીવાલની ધરપકડ પર બોલ્યાં ગુરુ અન્ના હજારે, 'દુખ તો એ છે કે'

ભારતમાં બિનસાંપ્રદાયિક બંધારણ હેઠળ, કોઈ ચોક્કસ ધર્મના વ્યક્તિઓને તે ધર્મના કોઈપણ શિક્ષણ બોર્ડમાં નિમણૂક/નોમિનેટ કરી શકાય છે. આ કાયદો રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રાલય હેઠળ બોર્ડને કાર્ય કરવાની જોગવાઈ કરે છે. તેથી એક પ્રશ્ન ઊભો થાય છે કે, શું લઘુમતી કલ્યાણ વિભાગ હેઠળ મદરેસા શિક્ષણ આપવાનું મનસ્વી છે જ્યારે જૈન, શીખ, ખ્રિસ્તી વગેરે અન્ય લઘુમતી સમુદાયોની અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ