બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Big blow to Team India: These 2 star players may be 'OUT' from the Asia Cup, revealed in the report

ક્રિકેટ / ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: એશિયા કપમાંથી આ 2 સ્ટાર ખેલાડીઓ થઇ શકે છે 'OUT', રિપોર્ટમાં ઘટસ્ફોટ

Megha

Last Updated: 10:41 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓની એશિયા કપમાંથી બહાર થવાની લગભગ પૂરી શક્યતાઓ છે. સાથે જ વર્લ્ડ કપમાં પણ રમશે કે નહીં એ વિશે નક્કી કહી શકાય નહીં.

  • ખેલાડીઓની એશિયા કપમાંથી બહાર થવાની શક્યતાઓ 
  • BCCIની રિપોર્ટમાં આ બે ખેલાડીની વાપસી અંગે કોઈ ઉલ્લેખ નથી
  • એશિયા કપ સહિત વર્લ્ડ કપમાંથી પણ બહાર થશે અય્યર!

ભારતીય ક્રિકેટ ટીમ લગભગ છેલ્લા એક વર્ષથી પોતાના સ્ટાર ખેલાડીઓની ઈજાની સમસ્યાથી પરેશાન છે.  એ વાત તો આપણએ બધા જાણીએ જ છીએ કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ દરમિયાન ટીમને જસપ્રીત બુમરાહ વિના મેદાનમાં ઉતરવું પડ્યું હતું. એવામાં હવે આ વર્ષે ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓની એશિયા કપમાંથી બહાર થવાની લગભગ પૂરી શક્યતાઓ છે. સાથે જ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ રમાવવાનો છે અને આ બે ખેલાડી બહાર થશે તો એ રીતે પણ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. 

આ બે ખેલાડીની વાપસી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
ટીમ ઈન્ડિયાના સિનિયર બેટ્સમેન કેએલ રાહુલના પાકિસ્તાન-શ્રીલંકામાં આયોજિત એશિયા કપમાં નહીં રમવાની સંભાવના છે. તાજેતરની માહિતી અનુસાર તેને હેમસ્ટ્રિંગની ઈજામાંથી બહાર આવવામાં વધુ સમય લાગશે. જ્યાં સુધી વર્લ્ડ કપમાં ભાગ લેવાનો સવાલ છે તો અન્ય સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યરને રમવું મુશ્કેલ બની શકે છે જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. રાહુલે સર્જરી કરાવી હતી જ્યારે અય્યરે સ્ટ્રેસ ફ્રેક્ચર રિપેર કરવા માટે તેની પીઠના નીચેના ભાગમાં સર્જરી કરાવી હતી. BCCI દ્વારા ખેલાડીઓની ઈજાના અપડેટને લઈને તાજેતરના રિપોર્ટમાં આ બંનેની વાપસી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

વર્લ્ડ કપમાંથી પણ બહાર થશે અય્યર!
આ બધા દરમિયાન બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે રાહુલ અને શ્રેયસ બંને 50-ઓવરના ક્રિકેટ માટે તૈયાર હોય તેવી શક્યતા નથી પરંતુ BCCIની મેડિકલ ટીમને લાગે છે કે રાહુલ ઓછામાં ઓછા વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સીરિઝ પહેલા ફિટ થઈ શકે છે. તે જ સમયે બીસીસીઆઈના સૂત્રએ અય્યર વિશે કંઈ કહ્યું નથી. તેના નિવેદનથી સ્પષ્ટ હતું કે રાહુલ વર્લ્ડ કપ સુધી વાપસી કરી શકે છે પરંતુ શ્રેયસ અય્યર માટે કંઈ કહી શકાય નહીં. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની નંબર 4ને લઈને મુશ્કેલીઓ વધી શકે છે.

શ્રેયસની જગ્યાએ ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે?
છેલ્લા કેટલાક સમયથી શ્રેયસ અય્યરને ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર 4 બેટ્સમેન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. તેની ઈજા બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયા એ જ દુવિધામાં છે જેનો તેને 2019ના વર્લ્ડ કપમાં સામનો કરવો પડ્યો હતો. જો અય્યર ભારતીય ટીમ માટે ફિટ ન હોય તો ચોથા નંબર પર કોણ રમશે તે સૌથી મોટો પ્રશ્ન છે. જો કે તાજેતરની સીરિઝમાં સંજુ સેમસનને તે સ્થાન પર અજમાવવામાં આવ્યો હતો જેમાં તેને અડધી સદી પણ ફટકારી હતી. આ પહેલા પણ તે ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવને છેલ્લા કેટલાક મહિનામાં આ સ્થાન પર સતત તકો મળી છે પરંતુ તે સારું પ્રદર્શન બતાવી શક્યો નથી. આવી સ્થિતિમાં, આ જવાબદારી કોણ સંભાળશે, સેમસન કે સૂર્ય, આ ટીમ મેનેજમેન્ટની સામે એક મોટો પ્રશ્ન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ