બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Big blow to Arvind Kejriwal in PM Modi degree case from Gujarat High Court

કાર્યવાહી / અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટથી મોટો ઝટકો: PM મોદી ડિગ્રી કેસમાં કોર્ટે પૂછ્યું હવે દિલ્હીમાં ક્યાં પૂર છે?

Priyakant

Last Updated: 04:06 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal News ON PM Modi Degree Case: ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સમીર દવેએ આકરી ટીપ્પણી કરતાં કહ્યું કે, હવે જ્યારે દિલ્હીમાં બધુ બરાબર છે તો ફરી કેમ હાજર ન થયા ?

  • PM મોદીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલને મોટો ઝટકો
  • ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીનીમાંગને ફગાવી દીધી
  • રિવિઝન અરજી પેન્ડિંગ ન હોય ત્યાં સુધી બદનક્ષીના કેસની સુનાવણી રોકવાની કરી હતી માંગ

અરવિંદ કેજરીવાલ ન્યૂઝ: PM મોદીની ડિગ્રી વિવાદમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીની તે માંગને ફગાવી દીધી છે. જેમાં તેમણે નીચલી કોર્ટમાં બદનક્ષીના કેસની સુનાવણી જ્યાં સુધી રિવિઝન અરજી પેન્ડિંગ ન હોય ત્યાં સુધી રોકવાની માંગ કરી હતી. 

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ કેજરીવાલ અને સંજયની અરજી પર સુનાવણી કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિહિર જોશીએ વિવિધ દલીલો રજૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, રાહત આપવી જોઈએ. જોશીએ કોર્ટને બદનક્ષીના કેસની સુનાવણી જ્યાં સુધી સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અટકાવવા જણાવ્યું હતું. જસ્ટિસ સમીર દવેએ આકરી ટીપ્પણી કરતાં કહ્યું કે, હવે જ્યારે દિલ્હીમાં બધુ બરાબર છે તો ફરી કેમ હાજર ન થયા ? 

File Photo

શું છે સમગ્ર મામલો ? 
ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહને અમદાવાદની નીચલી કોર્ટમાં હાજર થવાનું છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી બંને નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. PM મોદીની ડિગ્રી વિવાદ પર ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ પછી બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

File Photo

આ તરફ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમાં હાજર થવા માટે બંને નેતાઓને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ગત વખતે બંને નેતાઓને કોર્ટ દ્વારા મુક્તિ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના વકીલોએ દિલ્હીમાં આવેલા પૂરની સ્થિતિને ટાંકી હતી. અરવિંદ કેજરીવાલ મેટ્રોપોલિટન કોર્ટના સમન્સમાંથી રાહત મેળવવા સેશન્સ કોર્ટમાં ગયા હતા, પરંતુ ત્યાં ગુજરાત યુનિવર્સિટીની રજૂઆત ન થવાને કારણે તેમને કોઈ રાહત મળી શકી નહોતી.

કેજરીવાલ અને સંજય સિંહે હાઈકોર્ટમાં અરજી કરી 
આ પછી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં પણ બંને નેતાઓને રાહત મળી નથી. કેજરીવાલ વતી હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. તેનું રિવિઝન સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં માનહાનિના કેસની કાર્યવાહી પેન્ડિંગ હોય ત્યાં સુધી અટકાવવી જોઈએ અથવા તો કોર્ટે તે રિવિઝન અરજી પર સુનાવણી માટે આદેશ જાહેર કરવો જોઈએ, જેથી પહેલા તેનો નિર્ણય લઈ શકાય પરંતુ કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી અને જસ્ટિસ સમીર દવે પોતાના નિર્ણયમાં કહ્યું કે, તમારી અરજી પરત કરવામાં આવી રહી છે અને કોઈ વચગાળાની રાહત આપવામાં આવી રહી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ