બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / Big action of education department in Bhavnagar regarding dummy scandal

કાર્યવાહી / ડમી કાંડ મુદ્દે ભાવનગર DEO એક્શનમાં: એકસાથે બે લોકો સસ્પેન્ડ, તપાસનો ધમધમાટ શરૂ

Dinesh

Last Updated: 04:00 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે DEO કિશોર મૈયાણીએ આરોપી શરદ પનોદને શિક્ષકના પદથી અને પી કે દવેને BRCના પદ પરથી સસ્પેન્ડ કર્યા

  • ડમી કાંડ મામલે ભાવનગરમાં શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી
  • આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી કરાયો સસ્પેન્ડ
  • સરતાનપર પ્રાથમિક શાળામાં શરદ પનોદ બજાવતો હતો ફરજ


ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. એક તરફ બિપિન ત્રિવેદીની ધરપકડ કરાઈ છે તો બીજી તરફ પોલીસ ટીમ સંજય પંડ્યાની પૂછપરછ હાથ ધરી છે. આ બધાની વચ્ચે ભાવનગર શિક્ષણ વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળ્યું છે.

આરોપી 

પ્રકાશ ઉર્ફે પી.કે.દવેને BRC કો-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કર્યા
ડમી કાંડ મામલે ભાવનગરમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી સસ્પેન્ડ કરાયો છે. સરતાનપર પ્રાથમિક શાળામાં શરદ પનોદ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તેમજ પ્રકાશ ઉર્ફે પી.કે.દવેને BRC કો-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કરાયો છે. ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ DEO કિશોર મૈયાણીએ કાર્યવાહી કરી છે.

આરોપી

અક્ષર બારૈયા નામના ઉમેદવારની કરી ધરપકડ
ડમીકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અક્ષર બારૈયા નામના ઉમેદવારની ધરપકડ કરી છે. સંજય પંડ્યાએ અક્ષર બારૈયાની જગ્યાએ ક્લાર્કની પરીક્ષા આપી હતી.  SITએ અક્ષર બારૈયાની ધરપકડ કરી છે. 

સંજય પંડ્યાની SP કચેરીમાં પૂછપરછ
ડમી કાંડ મામલે ગતરોજ SITએ કરાઈમાં PSIની તાલીમ લેનારા સંજય પંડ્યાની અટકાયત કરી હતી. સંજય પંડ્યાની અટકાયત કરાયા બાદ ભાવનગર SP કચેરી ખાતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સંજય પંડ્યાની ડમી કાંડ મામલે પૂછપરછ ચાલી રહી છે. સંજય પંડ્યાએ 2021માં ડમી ઉમેદવાર બનીને બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બનીને સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી. જેને લઈ તેની અટકાયત કરવામાં આવી છે. ભાવનગરના ડમીકાંડ મામલે સંજય પંડ્યા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. કરાઈ પોલીસ તાલીમ કેન્દ્ર સંજય પંડ્યાને ટ્રેનિંગ સેન્ટરમાંથી છુટ્ટો કરી શકે છે. આવતીકાલે સંજય પંડ્યાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

આ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો
(1) શરદર ભાનુશંકર પનોત (રહે.દિહોર, તળાજા)
(2) પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે (રહે. પીપીરલા તળાજા)
(3) બળદેવ રમેશભાઈ રાઠોડ (રહે.દિહોર તળાજા)
(4) મિલન ઘુઘાભાઈ બારૈયા (રહે.તળાજા)
(5) પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (રહે.સિહોર)
(6) શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
(7) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી (રહે.ભાવનગર)
(8) કવિત એન.રાવ (રહે. ભાવનગર)
(9) ભાવેશ રમેશભાઈ જેઠવા (રહે.પીપરલા તળાજા)
(10) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
(11) જી.એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી
(12) રાજ ગીગાભાઈ ભાલિયા (રહે.ભાવનગર)
(13) હિતેશ બાબુભાઈ (રહે. ભાવનગર)
(14) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ (રહે.બોટાદ સિટી)
(15) પાર્થ ઈશ્વરભાઈ જાની (રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા)
(16) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર (હે.ભાવનગર)
(17) રમણિક મથુરામભાઈ જાની (રહે.સિહોર ભાવનગર)
(18) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે (રહે.દિહોર તળાજા)
(19) મહેશ લાભશંકરભાઈ લાઘવા (રહે. કરમદિયા મહુવા)
(20) અંકિત લકુમ (રહે.ભાવનગર)
(21) વિમલ બટુકભાઈ જાની (રહે. દિહોર તળાજા)
(22) કૌશિક મહાશંકર જાની (રહે. ભાવનગર)
(23) જયદીપ બાબુભાઈ ભેડા (રહે.ભાવનગર)
(24) ભગીરથ અમૃતભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(25) ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(26) નિલેશ ઘનશ્યામભાઈ જાની (રહે.ભાવનગર)
(27) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(28) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયા (રહે.ભાવનગર)
(29) અક્ષર રમેશભાઈ બારૈયા (રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર)
(30) સંજય હરજીભાઈ પંડ્યા (રહે.ગાંધીનગર)
(31) દિનેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(32) ભદ્રેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(33) અભિષેક પંડ્યા (રહે.ટીમાણા તળાજા)
(34) કલ્પેશ પંડ્યા (રહે.તળાજા)
(35) ચંદુ પંડ્યા (રહે.ભાવનગર)
(36) હિતેન હરિભાઈ બારૈયા (રહે.ભાવનગર)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ