બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bhopal cm shivrajsingh big announcement in the election year the brahmin welfare board will be established in the state

જાહેરાત / MPમાં ભાજપ સરકારનું બ્રાહ્મણ કાર્ડ: ભવ્ય પરશુરામ ધામ બનાવાશે, પૂજારીઓને ભથ્થું, મંદિર પર નિયંત્રણ, બ્રાહ્મણ બોર્ડની પણ રચના

Malay

Last Updated: 09:13 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બ્રાહ્મણો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, બ્રાહ્મણોએ હંમેશા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરી છે, તેથી તેમના કલ્યાણ માટે અમે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની સ્થાપના કરીશું.

 

  • મધ્યપ્રદેશમાં બ્રાહ્મણો માટે જાહેરાત
  • MPમાં બનશે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ
  • 'મંદિર હસ્તકની જમીનોની હરાજી કલેક્ટર નહીં કરે'

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચૂંટણીના વર્ષમાં બ્રાહ્મણો માટે મોટી જાહેરાત કરી છે. પરશુરામ જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં CM શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, અમે નિર્ણય લીધો છે કે મંદિરની ગતિવિધિઓ પર સરકારનું કોઈ નિયંત્રણ રહેશે નહીં. સાથે જ હવે મંદિરો હસ્તકની જમીનની હરાજી કલેક્ટર કરી શકશે નહીં. હવે મંદિર સાથે સંકળાયેલા પૂજારીઓ જ આ જમીનોની હરાજી કરી શકશે.

અત્યારે હું કોરોના વૅક્સિન નહીં લઉં : જુઓ શિવરાજ સિંહ ચૌહાણે રસી ન લેવાનું  શું આપ્યું કારણ | will not get covid19 vaccine right away says shivraj  singh chouhan

બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની કરાશે સ્થાપના 
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી કે મંદિરોમાં વહીવટીતંત્રની દખલગીરી બંધ કરવામાં આવે અને પૂજારીઓને તેમનો અધિકાર આપવામાં આવે. તો હવે તેમની માંગ સંતોષી લેવામાં આવી છે. CMએ સભામાં બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ બનાવવાની પણ જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, બ્રાહ્મણોએ હંમેશા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરી છે, એટલા માટે તેમના કલ્યાણ માટે અમે 'બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ'ની સ્થાપના કરીશું.

'બ્રાહ્મણોએ હંમેશા કરી છે ધર્મની રક્ષા'
પરશુરામ જયંતિ પર આયોજિત કાર્યક્રમમાં પ્રસિદ્ધ કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની સ્થાપના કરતા પહેલા કહ્યું હતું કે મહારાજજી (ધીરેન્દ્ર શાસ્ત્રી)એ વધુ એક વાત કહી છે કે બ્રાહ્મણોએ હંમેશા ધર્મની રક્ષા કરી છે. બ્રાહ્મણો ધર્મ-અધ્યાત્મ, જ્ઞાન-વિજ્ઞાન, યોગ-આયુર્વેદ, પરંપરા અને સંસ્કૃતિને બચાવવાનું કામ કરે છે.

બ્રાહ્મણ કલ્યાણ બોર્ડનો ઉદ્દેશ
બ્રાહ્મણોએ યજ્ઞો, હવન, શસ્ત્ર-શાસ્ત્રો, બધાને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે. આવા ઘણા વિદ્વાનો છે... વેદ વ્યાસજી મહારાજે મહાભારત લખી, તુલસીદાસજીએ રામાયણ લખી, દરેક ક્ષેત્રમાં આવા વિદ્વાનો છે અને તેથી જ આપણા ધર્મના રક્ષક છે તેમને કલ્યાણ માટે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવશે. બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની સ્થાપનાનો હેતુ મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવાનો રહેશે. ભથ્થું આપવા અંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, પૂજારીઓને દર મહિને 5 હજારનું ભથ્થું મળશે.  સંસ્કૃતનો અભ્યાસ કરનારા વૈદિક કર્મકાંડી બ્રાહ્મણોને સ્કોલરશીપ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ