બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar blast accused Yuvraj Singh produced in court

ભાવનગર / મારો કોઈ રોલ નથી, યોગ્ય સમયે જવાબ આપીશ: યુવરાજ સિંહે તોડકાંડ મામલે જુઓ શું કહ્યું, જામીન અરજી માટે કોર્ટમાં થઈ સુનાવણી

Dinesh

Last Updated: 03:27 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહે કહ્યું કે, સમય આવશે ત્યારે તેનો જવાબ મજબૂતાઈથી આપીશું તેમજ અમારી પાસે પણ ઘણુ બધુ એવુ છે જે આવનાર દિવસોમાં બહાર આવશે

  • તોડકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો 
  • આરોપી યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાયો 
  • જામીન અરજીને લઇ સુનાવણી હાથ ધરાઇ


ભાવનગર તોડકાંડના આરોપી યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાયો હતો અને જામીન અરજીને લઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. યુવરાજસિંહ જણાવ્યું હતું કે,  આર્થિક લેતીદેતીમાં મારો કોઈ રોલ નથી તેમજ પોલીસે મારી વિરૂદ્ધ જે પુરાવા આપ્યા છે તેનો જવાબ સમય આવ્યે આપીશ

અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે: યુવરાજસિંહ
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, સત્ય પરેશાન છે પરાજિત નહીં વધુમાં કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. તેમને સવાલ કરાયો હતો કે, પોલીસ તમારી સમક્ષ મજબૂત પુરાવા મુક્યા છે શું કહેશો જેના જવાબમાં યુવરાજસિંહ કહ્યું કે, સમય આવશે ત્યારે તેનો જવાબ મજબૂતાઈથી આપીશું તેમજ અમારી પાસે પણ ઘણુ બધુ એવુ છે જે આવનાર દિવસોમાં બહાર આવશે. તેમણે વધુમાં કહ્યું કે, ક્યાંય પણ જગ્યા આર્થિક લેતીદેતીની વાતમાં મારૂ કોઈ પણ જગ્યા ઈનવોલ નથી. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, હજી વન પીક્ચર દેખાયું છે.  

જાણો સમગ્ર કેસ
બિપિન ત્રિવેદીએ આક્ષેપો કર્યા હતા

બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'  

પોલીસે 19 એપ્રિલે હાજર થવા પ્રથમ સમન્સ મોકલ્યો હતો
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો. 

21 એપ્રિલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતાં
આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લીધી હતી.પોલીસ નિવેદન મુજબ ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે. 

21 એપ્રિલના મોડી સાંજે પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનોં નોંધી ધરપકડ કરી 
21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને  યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં
ડમીકાંડ મામલે  યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.

તોડકાંડ મામલે પોલીસે 24 કલાકમાં 4ની ધરપકડ કરી હતી
તોડકાંડના આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની પોલીસે 22 એપ્રિલ ધરપકડ કરી હતી છે. જે બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ કબજે લીધા હતી. 21 એપ્રિલના રોજ યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો હતો પોલીસે 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ