બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch MP Mansukh Vasava made serious allegations regarding the sale of foreign liquor

ખળભળાટ / 'કેટલીક રાજકીય પાર્ટીઓએ બુટલેગરોને પોતાનામાં જોડી દીધા', LCBની કામગીરીને લઇ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ

Malay

Last Updated: 10:56 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વિદેશી દારૂના વેચાણને લઈને કર્યા ગંભીર આક્ષેપો, તેમણે કહ્યું, ભાજપના કાર્યકરો દિવસ-રાત મેહનત કરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે, પણ નર્મદા એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલે છે દારૂના અડ્ડા.

  • સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા
  • નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે વિદેશી દારૂનું વેચાણને લઈને આક્ષેપો
  • સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છેઃ વસાવા

Allegation of BJP MP: ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર છે તે વાત ફરી એક વખત સાબિત થઈ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી વિપક્ષના નેતાઓ દ્વારા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેપલાને લઈને આક્ષેપો કરવામાં આવતા હતા, પરંતુ હવે ખુદ શાસકપક્ષના સાંસદ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 

નેતાઓએ દારૂ પીવડાવી લોકોને નચાવે છેઃ મનસુખ વસાવા
'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કરતા કહ્યું છે કે, કેટલાક નેતાઓ તો સ્ટાર બેન્ડમાં લોકોને દારૂ પીવડાવીને આખી રાત નચાવે છે, સમાજ સેવા કરવાની તમારી આ નીતિ છે. યુવાનોમાં પડેલી શક્તિને શિક્ષણ તરફ ડાયવર્ટ કરવી જોઈએ, રોજગાર તરફ તેને ડાયવર્ટ કરવી જોઈએ. તો જ યુવાનોનું અને દેશનું ભલું થશે. દેશના પ્રધાનમંત્રી આ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. 

'બુટલેગરો યુવાનોને બરબાદ કરી રહ્યા છે'
તેઓએ કહ્યું કે, મને તો થોડી-થોડી ખબર પડી કે સોલીયા ગામમાં મોટા-મોટા બુટલેગરો ફાટી નીકળ્યા છે. આ રોકવું પડે, નહીં તો આ લોકો યુવા પેઢીને બરબાદ કરી નાખશે. મારો ઈતિહાસ જોઈ લેજો, હું તો ગમે એટલો મોટો ચરમબંધી હોય એને પણ ખુલ્લેઆમ બોલી દઉં છું.  આ બુટલેગરો યુવાનોને બરબાદ કરી રહ્યા છે. એકબાજુ દેશના પ્રધાનમંત્રી એમ કહી રહ્યા છે કે મારે સમૃદ્ધ ભારત બનાવવું છે, યુવા ભારત બનાવવું છે, યુવાનોના હાથમાં  દેશને સોંપવાની વાત કરે છે. આવી રીતે બનશે સમૃદ્ધ ભારત.

LCB પોતે કરાવે છે દારૂનો ધંધોઃ સાંસદ
સાસંદે કહ્યું કે, આ દારૂ વેચવાવાળા અનેકવાર પકડાઈ જાય છે છતાં સુધરવાનું નામ લેતા નથી. ખાલી મનસુખ વસાવા બોલશે એટલું નહીં ચાલે,  બધાએ બોલવું પડશે. સોલીયા જ નહીં ઘણી જગ્યાએ આવા દુષણો ચાલે છે. તેમણે કહ્યું કે, નાંદોદના ચિત્રોલ-મયાસીના એક સમયના મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારું વેચવાનું ચાલું રહ્યું છે. નર્મદા LCB પોતે માથે રહીને ધંધો ચલાવે છે એવી મને ખબર પડી. એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે. 

'સોલીયામાંથી દર મહિને 35 લાખનો લેવાય છે હપ્તો'
તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયાનો એલસીબી હપ્તો લે છે. આવા લોકોથી ડરવાની જરૂર નથી. તિલકવાડામાં મોટા બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓએ જોડી દીધા છે. આવા લોકોને પણ ખુલ્લા પાડવા પડે. નર્મદામાં દારૂ, જુગાર, સટ્ટા બેટિંગનો ધંધો ઘણો ચાલી રહ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ