બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Politics / Bharatiya Janata Party released second list Karnataka assembly elections party announced names of 23 candidates

કર્ણાટક ચૂંટણી / કર્ણાટક ચૂંટણી માટે ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, રાજકારણમાં મોટા ભૂકંપના એંધાણ, જુઓ ક્યા દિગ્ગજોના કપાયા પત્તા

Pravin Joshi

Last Updated: 12:29 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇશ્વરપ્પા અને પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરની સીટો માટે હજુ સુધી કોઇ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. પાર્ટીએ અત્યાર સુધીમાં 224માંથી 213 નામોની જાહેરાત કરી છે.

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી
  • બીજી યાદીમાં પાર્ટીએ 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા 
  • પાર્ટીએ અત્યાર સુધીમાં 224માંથી 213 નામોની જાહેરાત કરી 

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં પાર્ટીએ 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે પાર્ટીએ અત્યાર સુધીમાં 224માંથી 213 નામોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ઇશ્વરપ્પા અને પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરની સીટો માટે હજુ સુધી કોઇ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ 11 બેઠક સસ્પેન્સ યથાવત છે. આ ઉમેદવારની યાદી આગળના સમયમાં જાહેર કરવામાં આવશે. 

 

આ ધારાસભ્યોની ટિકિટ કપાઈ

અનુસૂચિત જાતિના ઉમેદવાર અશ્વિની સંપાંગી કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF)માંથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. દાવંગેરે ઉત્તરના ધારાસભ્ય રવિન્દ્રનાથની ટિકિટ કાપીને પાર્ટીએ લોકીકરે નાગરાજને તેમના સ્થાને ઉમેદવાર બનાવ્યા છે. બાયંદૂરના વર્તમાન ધારાસભ્ય સુકુમાર શેટ્ટીનું નામ પણ આ યાદીમાં નથી, તેમના સ્થાને ગુરુરાજ ગુંટુરને ટિકિટ આપવામાં આવી છે. હાવેરીથી નહેરુ ઓલેકરની જગ્યાએ ગાવિસિદ્ધપ્પાને ટિકિટ આપવામાં આવી છે. શેટ્ટરના નજીકના સૂત્રોનું માનીએ તો તેમણે ટિકિટ માટે હાઈકમાન્ડને મનાવી લીધા છે. હાઈકમાન્ડે 2 દિવસનો સમય માંગ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેટ્ટર હુબલી આવી રહ્યા છે અને ખૂબ જ ખુશ છે અને નોમિનેશનની તૈયારી કરી રહ્યા છે.

 

નડ્ડાને મળ્યા બાદ શેટ્ટરનું નિવેદન

શેટ્ટરને અગાઉ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી ન લડવા માટે વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે તેઓ કોઈપણ કિંમતે ચૂંટણી લડશે. આ પછી બીજેપી હાઈકમાન્ડે શેટ્ટરને દિલ્હી બોલાવ્યા જ્યાં તેઓ પાર્ટીના વડા જેપી નડ્ડાને મળ્યા. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શેટ્ટરે કહ્યું, 'આજે હું પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યો અને કહ્યું કે હું ચૂંટણી લડીશ. હું છેલ્લી છ ચૂંટણી જીત્યો છું. તેમણે કહ્યું કે તેઓ અન્ય નેતાઓ સાથે ચર્ચા કરશે અને અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું. નડ્ડા સાથેની મુલાકાત દરમિયાન શેટ્ટરની સાથે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હતા. હુબલ્લી-ધારવાડ સેન્ટ્રલના વર્તમાન ધારાસભ્ય શેટ્ટરે કહ્યું હતું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમને ચૂંટણી ન લડવા કહ્યું હતું. જોકે, તેમણે પાર્ટીના ટોચના નેતાઓને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી.

ઇશ્વરપ્પાના સમર્થનમાં રાજીનામાની લહેર

શેટ્ટર વિશે બીજેપી નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તે 99% નિશ્ચિત છે કે શેટ્ટરને ચૂંટણી ટિકિટ આપવામાં આવશે. બીજી તરફ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ભાજપના પદાધિકારીઓએ કેએસ ઇશ્વરપ્પાના સમર્થનમાં સામૂહિક રાજીનામું આપી દીધું છે. ભાજપના શિવમોગા શહેર પ્રમુખના રાજીનામા સહિત મેયર અને ડેપ્યુટી મેયર સહિત ઓછામાં ઓછા 19 મ્યુનિસિપલ કોર્પોરેશન સભ્યોએ રાજીનામા આપ્યા છે.

પહેલી યાદીમાં ભાજપે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

કર્ણાટકમાં 10 મેના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે તેના બધા ઉમેદવારો જાહેર કરી દીધાં છે અને હવે રાજ્યની શાસક પાર્ટી ભાજપે એક દિવસ પહેલા એટલે કે 11 એપ્રિલે તેની પહેલી યાદી જાહેર કરી હતી. લાંબા મંથન અને ઘણા ફેરફારો બાદ ભાજપે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

સીએમ બસવરાજ બોમ્બઈ તેમની પરંપરાગત બેઠક પરથી લડશે ચૂંટણી 

ભાજપે સીએમ બસવરાજ બોમ્બઈ  તેમની પરંપરાગત બેઠક Shiggaon બેઠકની ટિકિટ આપી છે. તો પૂર્વ સીએમ અને ભાજપના કદ્દાવર નેતા યેદિયુરપ્પાના પુત્ર  વિજયેન્દ્રને શિકારીપુરાથી ટિકિટ આપવામાં આવી છે. 

 

52 નવા ઉમેદવારોને ટિકિટ 

કર્ણાટક ચૂંટણી માટે પહેલી મોટી યાદી જાહેર કરતાં ભાજપ મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે 189 ઉમેદવારોમાંથી 52 તદ્દન નવા છે. 
જેમાંથી 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટીના છે. નવ ડોક્ટર, 9 પોસ્ટ ગ્રેજ્યુએટ, 31 વકીલ, 5 એકેડેમિક, 3 IAS, 1 IPS, 1 રિટાયર્ડ ઓફિસર અને 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ