બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / Best Mileage and cheap XUV SUV cars with latest features in India under 10 lakh

ઓટો વર્લ્ડ / મધ્યમ વર્ગના બજેટમાં દેશની સૌથી વધુ એવરેજ આપતી ગાડીઓ, દરેક કારની ખાસિયતો પણ એક થી ચડે એવી એક

Vaidehi

Last Updated: 05:38 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Mileage Cars in India: જો તમે પણ સસ્તી અને સારા ફિચર્સવાળી કાર લેવાનો પ્લાન કરી રહ્યાં છો તો અમે તમારા માટે લઈ આવ્યાં છીએ લેટેસ્ટ ટેકનોલોજી અને માઈલેજ આપતી કારનાં ઓપ્શન્સ!

  • આ 4 કાર કરી શકે છે તમારું કાર લેવાનું સપનું પૂરું 
  • 10 લાખની નીચે ઉપલબ્ધ છે આ શાનદાર કાર
  • લેટેસ્ટ માઈલેજ અને ફીચર્સ ધરાવતાં ઓપ્શન્સ

Cheap Cars in India: મધ્યમ વર્ગીય વ્યક્તિનાં અનેક સપનાઓ હોય છે પરંતુ જવાબદારીઓને સંભાળતાં કેટલાક સપનાંઓને ભૂલી જવું પડતું હોય છે. જ્યારે પણ આપણે કાર લેવાનો વિચાર કરીએ છીએ ત્યારે ગમતી કાર મોંઘી લાગે છે અને સસ્તી કારમાં ફીચર્સ નથી મળતાં. તેવામાં અમે તમારા માટે કેટલીક એવી કારનાં ઓપ્શન્સ લઈને આવ્યાં છીએ જે તમારું ગાડી લેવાનું સપનું પૂરું કરી શકશે. આ Cars સસ્તી તો છે જ પરંતુ સાથે લેટેસ્ટ ટેકનોલોજી, ઉત્તમ માઈલેજ અને જોરદાર ફીચર્સ પણ ધરાવે છે.

રિનૉલ્ટ ટ્રાઈબર
જો તમે સસ્તી 7 સીટર કારની તપાસમાં છો તો રિનૉલ્ટ ટ્રાઈબર તમારી ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન છે. તેની કિંમત 6.33 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારનાં અનેક વેરિયંટ બજારમાં ઉપલબ્ધ છે. ટ્રાઈબરમાં તમને ઈંફોટેનમેંટ સિસ્ટમ, ક્લાઈમેટ કંટ્રોલ એ.સી., સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ, ડ્યુઅલ એરબેગ, ABS જેવા અનેક ફીચર્સ મળે છે. કારની માઈલેજની વાત કરવામાં આવે તો 20 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપે છે.

Brezza
મારુતિ સુઝુકીની બ્રેઝા શાનદાન કોમ્પેક્ટ SUV છે અને હવે તો આ કાર હાઈબ્રિડ એન્જિન સાથે ઉપલબ્ધ છે. સાથે જ કંપની આ કાર CNGમાં પણ ઓફર કરી રહી છે. કારમાં 1462 CC એન્જિન છે. આ એન્જિન 87 બીએચપીનો પાવર જનરેટ કરે છે. કારને તમે મેન્યુઅલ કે ઓટોમેટિક ટ્રાંસમિશન ઓપ્શનની સાથે લઈ શકો છો. આ કારની કિંમત 8.29 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. બ્રેઝાની પેટ્રોલ પર માઈલેજ 25 કિલોમીટર પ્રતિ લીટર અને CNG પર 28 કિલોમીટર પ્રતિ કીલો છે.

Nissan Magnite
નિસાન મેગ્નાઈટ પણ એક કોમ્પેક્ટ SUV સેગમેંટમાં આવતી કાર છે જેમાં કંપની 1.0 લીટરનાં 3 સિલેંડર એન્જિન આપે છે. કાર 70 બીએચપી પાવર જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન ઉપલબ્ધ હોય છે. કારની કિંમતની વાત કરવામાં આવે તો આ કાર 7.39 લાખ રૂપિયા એક્સ શોરૂમની કિંમત પર ઉપલબ્ધ છે.કંપનીએ હાલમાં જ મેગ્નાઈટનું ગેઝા એડિશન પણ લૉન્ચ કર્યું છે. કારની માઈલેજની વાત કરીએ તો તે 22 કિલોમીટર પ્રતિ લીટર આપે છે. કારમાં ડ્રાઈવિંગ મોડ્સ, ઈંફોટેનમેંટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ, ABS, EBD, રિયર પાર્કિંગ સેંસર, 2 એરબેગ જેવા અનેક ફીચર્સ છે.

Tata Nexon
દેશની સૌથી પ્રખ્યાત કોમ્પેક્ટ SUVમાંની એક ટાટા નેક્સોન તમને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે મળે છે. કાર પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક ત્રણેય વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેના પેટ્રોલ વેરિયન્ટની વાત કરીએ તો તે 1.1 લીટરનાં એન્જિનની સાથે આવે છે અને માઈલેજ આશરે 20 કિમી પ્રતિ લીટર આપે છે. નેક્સોનની શરૂઆતી કિંમતની વાત કરીએ તો 7.80 લાખ રૂપિયા છે. તેના ટોપ વેરિયન્ટની કિંમત 14.30 લાખ રૂપિયા સુધીની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ