બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Budget / best formula of home and car loan and future saving in your salary

ફાયદાની વાત / સેલરી 50 હજાર ને લેવું છે ઘરનું ઘર! તો ન કરતા આવી ભૂલ, નહીં તો EMIમાં ફસાઇ જશો, જાણો ફોર્મ્યુલા

Arohi

Last Updated: 10:04 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saving and loan formula for future: જો હાલ તમે બચત નથી કરી શકતા તો શું ગેરેન્ટી છે કે તમે આગળ સેવિંગ કરી શકશો કે નહીં?  જેમ જેમ લોકોની સેલેરી વધે છે તેમ જવાબદારીઓ અને ખર્ચા પણ વધતા રહે છે. એવામાં બચત અને લોનને બેલેન્સ કરવાની આ ટિપ્સ તમને ખૂબ કામ આવશે.

  • તમે પણ લઈ રહ્યા છો લોન? 
  • તો આ ટીપ્સ અને ફોર્મુલા જરૂર આવશે કામ 
  • જાણો કેટલા પગાર પર કેટલું સેવિંગ કરવું અને લોન લેવી 

જો તમે વિચારી રહ્યા છો કે આ મોંઘવારીમાં ખર્ચા અને સેવિંગને બેલેન્સ કઈ રીતે કરવા તો જાણી લો કે મોંઘવારી હાલ છે અને આગળ પણ રહેવાની જ છે. પરંતુ જો તમે હાલ બચત નથી કરી શકતા તો શું ગેરેન્ટી છે કે તમે આગળ સેવિંગ કરી શકશો. 

હકીકતે જેમ જેમ લોકોની સેલેરી વધે છે તેમ જવાબદારીઓ અને ખર્ચા પણ વધતા રહે છે. એવામાં જે સેલેરી છે તેમાં પણ તમે બચત કરી શકો છો. તેના માટે કોઈ રોકેટ સાયન્સ નથી. ફક્ત આવક અને ખર્ચની વચ્ચે તાલમેલ બેસાડી તમે બધા નાણાકીય લક્ષ્યને હાસિલ કરી શકો છો. 

આ ખર્ચા છે જરૂરી... 
સૌથી પહેલા તમારી સેલેરીનો અડધો ભાગ એટલે કે 50 ટકા ભાગ જરૂરી કામો પર ખર્ચ કરો. તેમાં ભોજન, રહેવાનું અને શિક્ષાનો સમાવેસ થાય છે. ત્યાં જ રહેવાનો મતલબ છે કે જો તમે ભાડા પર રહો છો તો પછી દર મહિને ભાડુ, બાળકોના અભ્યાસનો ખર્ચ. 

તેના માટે તમારે સૌથી પહેલા મહીનાના ખર્ચની લિસ્ટ બનાવવાની રહેશે. જેટલી આવક છે તેનો અડધો ભાગ આ વસ્તુઓ પર નિર્ધારિત કરો કે સેલેરી મળતા જ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો. આ બધા કામ 50 હજાર રૂપિયામાં પુરા કરવાનો પ્રયત્ન કરો. 

જો તમે તેને અલગ અલગ કરીને જોવા માંગો છો તો 50 ટકામાં 10 ટકા ભાગ શિક્ષા, 5 ટકા લાઈફસ્ટાઈલ અને 5 મેડિકલ ખર્ચ માટે નિર્ધારિત કરો. આ પૈસામાં તમે બહાર ફરવાનું, મૂવી જોવી, બહાર ભોજન, ગેજેટ્સ, કપડાં, સારવારના ખર્ચ કાઢો. 

હોમ અને કાર લોન માટે આ છે ફોર્મૂલા 
ત્યાર બાદ 30 ટકા ભાગ હોમ લોન અને કાર લોનના નિર્ધારિત કરી શકો છો. એટલે કે 1 લાખ સેલેરી વાળા માટે 20% ભાગ જ હોમ લોન માટે હોવો જોઈએ. જો તમે કાર લેવાનું વિચારી રહ્યા છો તો તેનો હપ્તો તમારી સેલેરીના 10 ટકા હોવો જોઈએ. એટલે કે 10000 રૂપિયાથી વધારે ન હોય. જો કોઈનો કાર લેવાનો પ્લાન નથી તો પછી મોટાભાગની કમાણીનો 30 ટકા ભાગ હોમ લોન માટે નિર્ધારિત કરી શકો છો. 

જરૂરી છે બચત 
બાકી 20 ટકા ભાગની જરૂર સેવિંગ કરો. એટલે કે એક લાખ સેલેરી વાળાને ઓછામાં ઓછા 20 હજાર રૂપિયા દર મહિને બચાવવા જોઈએ અને યોગ્ય જગ્યા પર લગાવો. તેના માટે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને SIP અને બોન્ડમાં લગાવી શકો છો. 

આવક વધવાની સાથે જ રોકાણને પણ વધારતા રહો. હવે જ્યારે તમે આ બચતને યોગ્ય રીતે રોકાણ કરશો તો આખુ વર્ષ તે વધતી જશે કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જે ફ્યુચરમાં એક મોટુ ફંડ બની જશે. 

રિટાયરમેન્ટ ફંડ માટે પૈસા બચાવવાની નહીં પડે જરૂર 
સતત 10 વર્ષ સુધી આ ફોર્મૂલા હેઠળ બચત કરવા બાદ તમને પૈસાની કમી નહીં થાય. તેના ઉપરાંત જો તમે 20 વર્ષ સુધી તેના હેઠળ 20 ટકા રકમ સેવિંગ કરો છો તો રિટાયરમેન્ટ ફંડ માટે પણ વિચારવું નહીં પડે. 60ની ઉંમર થતા જ તેની મોટી રકમ તમારી પાસે હશે. જેની કલ્પના આજે તમે ન કરી શકો. 

નકામા ખર્ચા પર લગાવો બ્રેક 
જો શરૂઆતમાં 20 ટકા રકમ બચાવવામાં મુશ્કેલી થઈ રહી છે તો એક લિસ્ટ બનાવો કે કઈ વસ્તુઓ જરૂરી છે અને કયા ખર્ચા નકામા છે. નકામા ખર્ચ પર તરત કંટ્રોલ કરો. ખાસ કરીને મોંઘા કપડા ખરીદવાથી બચો. સાથે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. તેના ઉપરાંત કોઈ એવી વસ્તુઓ ખરીદવાથી બચો જે તમારા માટે જરૂરી નથી. 

આ ચાર્ટથી સમજો ગણિત 

  • સેલેરીનો અડધો ભાગ એટલે કે 50%- રહેવા, ખાવા, શિક્ષા અને મેડિકલ. 
  • મહિનાનો ઘર ખર્ચ- 30%
  • શિક્ષા- 10%
  • લાઈફસ્ટાઈલ- 5% 
  • મેડિકલ- 5%
  • હોમ લોન- 20% 
  • કાર લોન- 10%
  • સેવિંગ- 20%

દરેક માટે ઈમરજન્સી ફંડ છે ખૂબ જ જરૂરી 
તેના ઉપરાંત દરેકને ઈમરજન્સી ફંડ રાખવું ખૂબ જ જરૂરી છે. જો એક લાખ રૂપિયા મહિનાની આવક છે તો ઓછામાં ઓછા ત્રણ મહિનાની સેલેરીના બરાબર એટલે કે 3 લાખ રૂપિયા ઈમરજન્સી ફંડ હોવા જોઈએ. શરૂઆતના મહિનામાં સૌથી પહેલા ઈમરજન્સી ફંડને જમા કરો અને ખૂબ જ જરૂરી હોવા પર જ તેને ખર્ચ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ