બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Bengaluru water crisis borewells are dried up look what is karnataka govt doing

જળ સંકટ / આ રાજ્યમાં મુખ્યમંત્રીના ઘરે પણ પાણીની તંગી, ખાનગી બોરવેલ પર સરકાર કરી રહી છે કબજો

Dhruv

Last Updated: 01:09 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ પાણીની તંગી એટલી બધી છે કે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવું પણ મુશ્કેલ બની રહ્યું છે. એટલે સુઘી કે બેંગલુરુમાં કર્ણાટકના સીએમના સત્તાવાર નિવાસસ્થાને પણ પાણીની અછત સર્જાઈ છે.

હજી તો ઉનાળાની માંડ શરૂઆત થઈ છે, ત્યાં જ દેશમાં પાણીની તંગી વર્તાવા લાગી છે. આઈટી સેક્ટરનું હબ ગણાતા બેંગલુરુમાં નાગરિકો પાણી માટે ઉનાળાની શરૂઆતમાં જ તરસી રહ્યા છે. બેંગલુરુ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ટેન્કરથી પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલ પાણીની તંગી એટલી બધી છે કે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવું પણ મુશ્કેલ બની રહ્યું છે. એટલે સુઘી કે બેંગલુરુમાં કર્ણાટકના સીએમના સત્તાવાર નિવાસસ્થાને પણ પાણીની અછત સર્જાઈ છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારે બેંગલુરુના નાગરિકોને પાણીનો બગાડ અટકાવવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં જે ખાનગી બોરવેલ છે, તેના પર પણ સરકાર કબજો કરી રહી છે.   આ ઉપરાંત પાણીના પ્રાઈવેટ ટેન્કર દ્વારા પણ તંગી ઓછી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

જપ્ત કરવામાં આવશે ટેન્કર

ડી કે શિવકુમારનું કહેવું છે કે પાણીની તંગીને પહોંચી વળવા માટે કર્ણાટક સરકાર દ્વારા ખાસ વૉર રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે ખાનગી ટેન્કર માલિકોને પણ ચેતવણી આપી છે કે જો તેઓ સાત તારીખ પહેલા તેમનું રજિસ્ટ્રેશન નહીં કરાવે તો પાણીના ટેન્કર જપ્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં પાણીના 3,500થી વધુ ટેન્કર છે, જેમાંથી માત્ર 10 ટકા જ રજિસ્ટર્ડ છે. પાણીના પ્રાઈવેટ ટેન્કર પૂરા પાડતા સપ્લાયર એક ટેન્કર પમાટે 500થી 2000 રૂપિયા ખંખેરે છે. તો બીજી તરફ ઘણી હાઉસિંગ સોસાયટીમાં પાણીનો બગાડ કરવા પર 5000 રૂપિયાનો દંડ વસુલવાની જાહેરાત કરાઈ છે. જેથી પાણીનો દુરુપયોગ અટકાવી શકાય. સાથે જ સરકારે 20 ટકા પાણી કાપની પણ જાહેરાત કરી છે.

બેંગલુરુમાં કેમ સર્જાયું જળ સંકટ?

મળતી માહિતી અનુસાર બેંગલુરુમાં આ વખતે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે પાણીની તંગી પડી રહી છે. ગત ચોમાસામાં કર્ણાટકમાં વરસાદ સામાન્ય કરતા ઓછો પડ્યો છે, જેને કારણે ઘણા બધા બોરવેલ સુકાઈ ગયા છે. મોટા ભાગના વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઉંડા ઉતરી ચૂક્યા છે. આ ઉપરાં માફિયાને પણ જળ સંકટ માટે જવાબદાર ગણાવાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે પાણીના માફિયાઓ પાણી ખેંચીને વેચી નાખે છે, જેને કારણે પણ તંગી સર્જાઈ રહી છે. એટલે જ કર્ણાટક સરકાર પ્રાઈવેટ બોરવેલ પર પણ કબજો કરી રહી છે.

વધુ વાંચો: આ દેશમાંથી ખેડૂતે મંગાવ્યું બિયારણ, થયું ઘઉંનું ત્રણ ગણું ઉત્પાદન, જાણો તેમની ખેતીની રીત

શું કરી રહી છે સરકાર?

તો કર્ણાટકની સરાકરે જળસંકટને દૂર કરવા માટે 556 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. જે મુજબ દરેક ધારાસબ્યને પોતાના મતવિસ્તારમાં પાણીની અછત દૂર કરવા માટે 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિક તંત્રને પણ 148 કરોડ અને 128 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી પાણીની વ્યવસ્થા થઈ શકે.

આ જ છે એકમાત્ર ઉકેલ

હાલ બેંગલુરુ શહેરની વસ્તી લગભગ 1 કરો઼ડ જેટલી થઈ ચૂકી છે. શહેરમાં વધતી વસ્તીને કારણે પાણીની જરૂરિયાત પણ વધી છે. બીજી તરફ શહેરમાં ઝાડ ઓછા થઈ રહ્યા છે, જેને કારણે ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે. કર્ણાટક સરકારનું કહેવું છે કે જ્યાં સુધી કાવેરી નદી પર ડેમ નહીં બને ત્યાં સુધી જળ સંકટ દૂર નહીં થાય. જો કે સરકાર એ સ્પષ્ટ નથી કરી રહી કે આ ડેમ ક્યારે બનશે અને ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે. બીજી તરફ કાવેરી નદીને લઈને તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે વિવાદ પણ ચાલી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ