બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભારત / અમદાવાદ / Below Poverty Line people of Gujarat and India Rural and Urban

આંકડાઓ / દેશનાં કરોડો લોકો દિવસનાં 32 રૂપિયા ખર્ચવામાં અસમર્થ! ગુજરાતની 1 કરોડની આબાદી ગરીબી રેખાની નીચે

Vaidehi

Last Updated: 05:18 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદી પહેલાં 80% આબાદી ગરીબી રેખાની નીચે હતી જે હવે 22% થઈ ગઈ છે. એટલે કે હવે ભારતમાં 23 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવન વ્યતિત કરી રહ્યાં છે.

  • આઝાદી બાદ પણ દેશમાં કરોડોમાં ગરીબ વસ્તી
  • હજુ આશરે 23 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે
  • ગુજરાતમાં આશરે 1 કરોડ લોકો BPLમાં

ભારતમાં આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ ગરીબી સૌથી પડકાર રહ્યો છે. દેશમાં હાલમાં આશરે 23 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યાં છે.  જેમને પોતાની રોજી રોટી ચલાવવા માટે મજૂરી જેવા કાર્યો કરવા પડે છે. હાલમાં સંસદનાં શિયાળાનાં સેશન દરમિયાન ગરીબી રેખાની નીચેનાં સ્તરનાં લોકો વિશે સવાલો પૂછવામાં આવ્યાં હતાં જેનો જવાબ આપતાં કેબિનેટ મંત્રી રાવ ઈંદ્રજીત સિંહે ભારતમાં ગરીબીની સ્થિતિ જણાવી હતી.

હાલ 21.9 કરોડ આબાદી ગરીબી રેખાની નીચે
દેશમાં ગરીબી રેખાની નીચે લોકોની સંખ્યા જાણવા માટે વર્ષ 2011-12માં સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદથી અત્યાર સુધી આ અંગે કોઈ આંકલન કરવામાં આવ્યું નથી. એ સર્વે અનુસાર ગરીબી રેખાની નીચે રહેનારા લોકોની સંખ્યા 27 કરોડ હતી. જો કે સરકારનું કહેવું છે કે દેશમાં હાલ 21.9 કરોડ આબાદી ગરીબી રેખાની નીચે છે.

ગુજરાતની સ્થિતિ
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં 21.6% એટલે કે 75 લાખની ગ્રામીણ આબાદી જ્યારે 10.14% 26.88 લાખ શહેરી આબાદી ગરીબી રેખાની નીચે છે. એટલે કે ગુજરાતની કુલ આબાદીમાંથી આશરે 1 કરોડ વસ્તી ગરીબી રેખાની નીચે આવે છે.

ગરીબી રેખાનું સ્તર નક્કી કરતાં પરિબળો
સરકાર અનુસાર દેશની 21.9 % વસ્તી આજે પણ ગરીબી રેખાની નીચે જીવન વિતાવે છે. સરકાર માને છે કે ગામડામાં રહેનારો જે વ્યક્તિ દરરોજ 26 રૂપિયા જ્યારે શહેરમાં રહેતો દરેક વ્યક્તિ દરરોજ 32 રૂપિયા ખર્ચ કરવામાં અસમર્થ હોય તો તે વ્યક્તિ ગરીબી રેખાની નીચે ગણાય છે. ગરીબી રેખાની નીચે જીવન વ્યતિત કરતાં પરિવારો તેમના બાળકોને મૂળભૂત સુવિધાઓ આપવામાં અસમર્થ હોય છે. શિક્ષા અને પોષણયુક્ત ખાવાનું આપવા જેવી મૂળભૂત જરૂરિયાતોની પૂરતી કરવામાં અસમર્થતા ગરીબી રેખાની નીચેનું સ્તર માનવામાં આવે છે.

નીતિ આયોગની રિપોર્ટ
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર નીતિ આયોગે 'રાષ્ટ્રીય બહુપરિમાણિય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023' નામક રિપોર્ટ રજૂ કરી હતી જે અનુસાર વર્ષ 2015-16થી 2019-21 દરમિયાન 13.5 કરોડ લોકો બહુપરિમાણિય ગરીબીથી મૂક્ત થયાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ