બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Before the Lok Sabha elections, the issue of tickets in Leuva and Kadwa Patidar in Rajkot

રાજકારણ / લોકસભા ચૂંટણી પહેલા રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારમાં ટિકિટ મુદ્દે ખેંચતાણ, અત્યારથી જ લોબિંગ શરૂ, જાણો કયા નામ ચર્ચામાં

Malay

Last Updated: 03:40 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: લોકસભા પહેલાં જ લેઉવા અને કડવા પાટીદાર સમાજમાં ટિકિટ મુદ્દે ખેંચતાણ શરુ, લેઉવા પટેલ સમાજમાં નરેશ પટેલ, ભરત બોઘરા અને કડવા પાટીદાર સમાજમાં મૌલેશ ઉકાણી, બ્રિજેશ મેરજાના નામની ચર્ચા.

  • લોકસભા ચૂંટણી પહેલા રાજકોટમાં ઘમાસાણ
  • લેઉવા-કડવા પાટીદાર વચ્ચે ટિકિટને લઇ ખેંચતાણ
  • લેઉવા પટેલમાં નરેશ પટેલના નામની ચર્ચા 
  • કડવા પટેલમાં મૌલેશ ઉકાણીની ચર્ચા તેજ 

Rajkot News: આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યાજાવા જઈ રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં ટિકિટ મુદ્દે મથામણ શરૂ થઈ ગઈ છે. લેઉવા અને કડવા પાટીદારમાં ટિકિટ મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે. લેઉવા પટેલમાં નરેશ પટેલ અને ભરત બોઘરાના નામની ચર્ચા તેજ બની છે. જ્યારે કડવા પાટીદારમાં મૌલેશ ઉકાણી અને બ્રિજેશ મેરજાના નામની ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે સી.આર.પાટીલે મૌલેશ ઉકાણીને રાજકોટથી લડવાની ઓફર કરી હતી. જોકે, મૌલેશ ઉકાણીએ રાજકારણમાં આવવાનો ઈનકાર કર્યો હતો. સી.આર પાટીલના નિવેદન બાદ મોહન કુંડારિયાની ટિકિટ કપાવાની સંભાવના છે.

સી.આર પાટીલે આપ્યું હતું નિવેદન
રાજકોટમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજે ટિકિટ માટે અત્યારથી જ લોબિંગ શરૂ કર્યું છે. ગતરોજ રાજકોટ ખાતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને રક્ત પૂરૂ પાડવા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજકોટ ખાતે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં પહોંચેલા સી.આર પાટીલે નિવેદન આપ્યું હતું કે, એક ચર્ચા એવી છે કે મૌલેશભાઈને લોકસભામાં લઈ જવાના છે. મૌલેશભાઈ આવતા હોય તો જરૂર લઈ જઈએ. 

મારે રાજકારણમાં જવું નથીઃ મૌલેશ ઉકાણી
ત્યારે સી.આર પાટીલના લોકસભાના નિવેદન મામલે મૌલેશ ઉકાણીએ કહ્યું હતું કે, 'મારો રસ્તો દ્વારકાનો છે, મારે ગાંધીનગર કે દિલ્હી જવું નથી. મને ઓફર આપી તે બદલ સી.આર પાટીલનો આભાર. પરંતુ મારું કામ લોકસેવાનું છે નહીં કે રાજકારણ કરવાનું. મેં અગાઉ પણ કહ્યું છે કે મારે રાજકારણમાં જવું નથી.'

VTV Gujarati News and Beyond on X: "2024ની ચૂંટણી પૂર્વે Lunch Diplomacy :  આનંદીબેન પટેલ બાદ વધુ એક પાટીદાર મુખ્યમંત્રી નરેશ પટેલના આંગણે, ફાર્મ હાઉસ  ખાતે લીધું ...

મુખ્યમંત્રીની મુલાકાતથી અનેક અટકળો
તો બીજી બાજુ થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના ઘરે ભોજન લીધું હતું. લોકસભાની ચૂંટણી પહેલાં જ અચાનક નરેશ પટેલ સાથે મુખ્યમંત્રીની મુલાકાતથી અનેક અટકળો લગાવાઈ રહી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ