બ્રેકિંગ ન્યુઝ
Home Loan tips: પોતાનું ઘર ખરીદવાનું સપનું કોનું નથી હોતું? દરેક લોકો ઈચ્છે છે કે તેનું ખુદનું એક ઘર હોય પણ આ મોંઘવારી અને પૂરતા પૈસાની અછતને કારણે લોકો ઘર ખરીદી શકતા નથી. નવું ઘર ખરીદવા માટે હંમેશા મોટી રકમની જરૂર પડે છે અને મોટાભાગના લોકો ઘર ખરીદવાના સપનાને પૂરું કરવા માટે હોમ લોન લે છે.
ADVERTISEMENT

હોમ લોન ઘરનું ઘર લેવાનું સપનું પૂરું કરવામાં વ્યક્તિની મદદ કરે છે અન હોમ લોન તમને ટેક્સ પર બચત કરવાની તક પણ આપે છે. એવામાં ઘણા લોકો હાલ ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હશે, તો જો તમે પણ હોમ લોન લઈને ઘર ખરીદવાની રીત શોધી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે જેથી ભવિષ્યમાં હોમ લોન ચૂકવતી વખતે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
ફાઈનાન્શિયલ હેલ્થને તપાસો
હોમ લોન લેતા પહેલા જે કામ કરવું જરૂરી છે તે છે પોતાની ફાઈનાન્શિયલ હેલ્થને તપાસો. જો તમે હોમ લોન લીધા બાદ લોનના માસિક હપ્તા નિયમિત રીતે ભરી શકો છો અને હોમ લોન લેતી વખતે હાઉન પેમેન્ટ પણ વગર કોઈ ખાનગી દબાણે કરી શકો છો તો તમે હોમ લોન લો. સાથે જ ભવિષ્યમાં કોઈ ઈમરજન્સી તમારી પાસે સેવિંગ્સ હોવું પણ જરૂરી છે.

ADVERTISEMENT
ઈન્ટરેસ્ટ રેટની જાણકારી લો
હોમ લોન લેતી વખતે તમારી આસ પાસના લેન્ડર્સ અને બેંક પાસે હોમ લોન પર ઈન્ટરેસ્ટ રેટ જાણી લો. સાથે જ ઈએમઆઈના દરો વિશે પણ જાણકારી મેળવી લો. પોતાના ખિસ્સા અને જરૂરીયાતના હિસાબથી જે લેન્ડર કે બેંક પાસે હોમ લોન લેવી છે તેને ફાઈનલ કરો. તે જગ્યા પર ઘર લો જે તમારા રહેવા માટે યોગ્ય હોય અને તમારા બજેટ અનુસાર હોય.
ફ્લોટિંગ અને ફિક્સ્ડ વ્યાજ દરો
હોમ લોન બેંકો દ્વારા બે પ્રકારના વ્યાજ દરો પર આપવામાં આવે છે, ફ્લોટિંગ અને ફિક્સ્ડ. ફ્લોટિંગ વ્યાજ દરમાં, હોમ લોનનો વ્યાજ દર આરબીઆઈ દ્વારા નિર્ધારિત રેપો રેટના આધારે નક્કી કરવામાં આવે છે. જો તેમાં ઘટાડો થાય છે તો હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થાય છે. તે જ સમયે, જો તે વધે છે તો ઘર પર વ્યાજ દર વધે છે. જ્યારે, નિશ્ચિત વ્યાજ દરમાં હોમ લોનનું વ્યાજ સમાન રહે છે અને તેમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી.
ADVERTISEMENT
લોનના નિયમો અને શરતો
હોમ લોનને અંતિમ રૂપ આપતા પહેલા તમારી લોન સંબંધિત તમામ નિયમો અને શરતો જાણી લેવા ખૂબ જ જરૂરી છે. એવું બની શકે કે EMIની રકમ વધુ ન હોવાને કારણે લોન તમને સારી લાગી શકે પણ ઘણી વખત એવું પણ બને છે કે લોન આપનારે તેમાં ઘણા છુપાયેલ ચાર્જ લગાવ્યા હોય અથવા પ્રોસેસિંગ ફી તરીકે મોટી રકમ વસૂલ કરી રહ્યા હોય. એટલે જ લોન લેનારાઓએ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે બજારમાં ઉપલબ્ધ તમામ વિકલ્પોમાં જોઈ લેવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.